Breaking News

મોતની ગતિએ દોડતી ઇકો કારે નોકરીથી ઘરે પરત આવતા 2 મિત્રો સાથે સર્જ્યો કાળમુખો અકસ્માત, જાણીને પરિવારમાં હાહાકાર મચી ગયો..!!

આજના સમયમાં દરેક લોકો પોતાનું વાહન ખૂબ જ ઝડપી ચલાવી રહ્યા છે. પોતાના મોજશોખ માટે ઝડપી સ્પીડમાં વાહન ચલાવીને બીજા લોકોના નિર્દોષ જીવને જોખમમાં મૂકી રહ્યા છે અને રસ્તા પર લોકો પોતાના વાહનોને રોંગ બાજુ પર ચલાવી રહ્યા છે. લોકો જલ્દીથી ઘરે કે કામે પહોંચવા માટે  શોર્ટકટ અપનાવવા જતા પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા હોય છે.

એક ભૂલ કરીને તેઓ પોતાની સાથે જીવલેણ ઘટનાઓ સર્જી રહ્યા છે. આવી જ એક બનેલી દર્દનાક ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના હાલોલ અરાદ રોડ પર આવેલા અભેટવા ગામ પાસે બની હતી. ઊંટવાડી ગામમાં રહેતા 2 યુવકો પોતાની બાઈક લઈને દરરોજ હાલોલમાં આવેલી ઇન્ડસ્ટ્રીયલ કોલોનીમાં ખાનગી કંપનીમાં નોકરી કરવા માટે જતા હતા.

તેઓ દરરોજ એકસાથે પોતાની બાઈક લઈને જતા અને સાંજ થતા પરત ઊંટવાડી ગામ આવતા, જેમાં એક યુવકનું નામ અલ્કેશ શાંતિલાલ ચૌહાણ હતું. તેમની ઉંમર 22 વર્ષની હતી અને બીજો યુવક રોહિત રણછોડભાઈ ચાવડા હતો. તેમની ઉંમર 20 વર્ષની હતી. બંને યુવકો દરરોજ સવાર થતા પોતાનાં પોતાની નોકરીએ જવા માટે નીકળતા હતા.

અને સાંજ થતાં પોતાની ફરજ પરથી પરત ગામ આવતા હતા. એક દિવસ બંને યુવકો દરરોજની જેમ નોકરીએ ગયા અને મોડી સાંજે તેઓ નોકરી પરથી પરત આવતા સમયે તેઓ બંને યુવકોની બાઇક અભેટવા ગામ પાસે પહોંચી હતી. તે સમયે અચાનક જ સામેની તરફથી એક ઇકો કાર આવી રહ્યો હતો. આ બંને યુવકો પોતાની બાઇક થોડી સ્પીડમાં ચલાવી રહ્યા હતા.

અને સામેથી આવી રહેલા ઇકો કાર ચાલક પણ પોતાનો ઇકો ખૂબ જ ઝડપી સ્પીડમાં ચલાવી રહ્યો હતો. બંને એકબીજાની નજીક પહોંચી ગયા પરંતુ બંને પોતાના વાહનોની સ્પીડ ઘટાડી નહીં, જેના કારણે બંને વચ્ચે ટક્કર લાગી ગઈ હતી. ઇકો કાર ચાલકની ટક્કર લગાવતા જ બંને યુવકો બાઇક પરથી નીચે ભોગવાઇ ગયા હતા.

રોડ પર પટકાતા જ બંને યુવકોના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું. ઇકો કાર ચાલક અકસ્માત સર્જાતા ખૂબ જ ડરી ગયો જેના લીધે તે પોતાનો ઈક્કો લઈને ત્યાંથી ભાગી ગયો હતો. બંને યુવકોને બચાવવા માટે સ્થાનિક લોકો તરત જ દોડવા લાગ્યા હતા અને એમ્બ્યુલન્સને પણ ફોન કરી દેવામાં આવ્યો હતો. સાથે-સાથે પોલીસને પણ આ અકસ્માતની જાણ કરી દેવામાં આવી હતી.

જેના કારણે પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને યુવકોએ એમ્બ્યુલન્સ આવે તે પહેલા જ પોતાના જીવ ગુમાવી દીધા હતા. જેના કારણે પોલીસે બંને યુવકોના મૃતદેહને હાલોલમાં આવેલી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. ત્યારબાદ બંને યુવકોના આઇડી કાર્ડ પરથી તેમના પરિવારના લોકોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

પરિવારના લોકોને બંને યુવકોના મૃત્યુની જાણ થતા તેઓ ખૂબ જ આઘાતમાં આવી ગયા અને તરત જ તેઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા. બંને યુવકોના પરિવારના લોકોને તેમના મૃતદેહ ને સોંપવામાં આવ્યા હતા. એક જ ગામમાં બે યુવકોના આવા કરુણ મૃત્યુ થઈ જતા ગામમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો.

અને બંને યુવકો તેમના પરિવારના એકને એક જ દીકરા હતા. પરિવારમાં યુવકોના મૃત્યુથી હાહાકારનો માહોલ છવાઈ ગયો હતો. અવારનવાર આવા અકસ્માતો સર્જાતા પરિવારના લોકો પોતાના અંગત વ્યક્તિઓને ગુમાવી રહ્યા છે. આવા જીવલેણ અકસ્માતો થતા ઘણા બાળકો પોતાના માતા-પિતાને ગુમાવી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *