મોટી બહેનના લગ્નમાં જ નાની બહેનનું દર્દનાક મોત થતા મોતનો માતમ છવાઈ ગયો, શરણાઈના સુરને બદલે મોતના મરશીયા ગાવા પડ્યા..!

જે ઘરની અંદર લગ્ન પ્રસંગનો માહોલ હોય તે ઘરમાં સૌ કોઈ લોકોના મોઢા ઉપર માત્ર ખુશીની લાગણીઓ જ દેખાતી હોય છે, તેમના ઘરે આવી પહોંચેલા પ્રસંગને લઈને સૌ કોઈ લોકોમાં એક અને આનંદ જોવા મળતો હોય છે. પરંતુ આ આનંદની વચ્ચે ઘરના વડીલો ઘણી બધી વાર કહેતા હોઈએ છે કે..

જ્યારે જ્યારે કોઈ ખુશીની ઘડી હોય ત્યારે ત્યારે દુઃખની ઘડી બનવાના યોગ પણ ખૂબ જ વધારે માત્રામાં સર્જાઈ જતા હોય છે અને આવા સમયે દરેક વ્યક્તિએ ખૂબ જ ધ્યાન રાખીને દિવસો પસાર કરવા પડે છે, હાલ એક પરિવારનો લગ્નજીવન મોતના માતમમાં ફેરવાઈ ગયો હતો, આ બનાવો ચંદ્રપુર ગામનો છે..

આ ગામની અંદર કરસનદાસ ભાઈની મોટી દીકરી રમીલાના લગ્ન શહેરના હનીપાર્ક વિસ્તારમાં રહેતા કમલ નામના યુવક સાથે નક્કી કરવામાં આવ્યા હતા, પ્રસંગની તમામ તૈયારીઓ પણ થઈ ચૂકી હતી. કરસનદાસ ભાઈના સગા ભાઈની દીકરીના પતિ સાથે કરસનદાસ ભાઈની નાની દીકરી પિંકી લગ્ન પ્રસંગના કોઈ કામકાજ માટે બાઈક લઈને સામાન લેવા માટે જઈ રહ્યા હતા..

એ વખતે બાઇકને અકસ્માત નડતા કરસનદાસ મોટાભાઈના જમાઈ તેમજ કરસનદાસ ભાઈની નાની દીકરી બંને આ અકસ્માતનો ભોગ બની ગયા હતા. જેમાં જમાઈને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે કરસનદાસ ભાઈની નાની દીકરી પિંકી ટ્રકના ટાયર નીચે આવી જવાને કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું..

એક બાજુ તેમના પરિવારમાં લગ્ન પ્રસંગનો માહોલ જામેલો હતો, તો બીજી બાજુ પિન્કીના મૃત્યુના સમાચાર સામે આવતા કરવામાં માહોલ સર્જાઈ ગયો હતો. જે ઘરમાં શરણાઈના સૂર વાગવાના હતા, ત્યાંથી હવે મોતના મરશિયા ગાવાનો વારો આવી ગયો હતો. આ માતમ ભર્યા સમાચારને લઈને જ્યારે સૌ કોઈ લોકોને જાણ થઈ ત્યારે લગ્નને પણ અટકાવી દેવામાં આવ્યા હતા..

તેઓ લગ્ન પ્રસંગનો સામાન લેવા માટે જઈ રહ્યા હતા અને અચાનક જ બાઈક પરથી કામ ગુમાવી દેવાને કારણે બાઇક રસ્તા પર ઉભેલા ટ્રકની પાછળ ટકરાઈ ચૂકી હતી, અને આ બંને વ્યક્તિઓ પણ ઢળી પડ્યા હતા. જેમાં પિંકીના શરીર ઉપરથી ટ્રકનું ટાયર ચાલી જવાને કારણે તેનું કમકમાટી ભરી મૃત્યુ થઈ ગયું હતું..

આ ઘટનાએ સૌ કોઈ લોકોની આંખોમાં આંસુ લાવી દીધા હતા, કારણ કે બીજાની ફૂલ જેવી માસુમ દિકરી અકસ્માતની અંદર માત્ર થોડાક સમયની અંદર જ મૃત્યુ પામી જતા આ દુઃખની ઘડીક કોઈપણ વ્યક્તિથી સહન થઈ શકતી નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment