મોટી બહેન દોડીને આવી અને કહ્યું કે, ‘ભાઈ કુંડના પાણીમાં પડી ગયો છે’, માં-બાપ ત્યાં પહોચ્યા ત્યાં તો આવ્યો રોવાનો વારો.. વાંચો..!

જે નાના દીકરા કે દીકરીનો જન્મ થાય તે ઘરની ખુશી કઈક અલગ જ હોય છે. કારણ કે લાંબા સમય બાદ પોતાના ઘરે દીકરા કે દીકરીનો જન્મ થયા હોય અને તેમના ચહેરા જોતા જ માતા પિતા સહિત દાદા દાદી પણ ખૂબ જ ખુશીના માહોલમાં ચાલ્યા જતા હોય છે. પરંતુ આ કુમળા બાળકનું ભરણપોષણ કરી તેમને મોટા કરવાની જવાબદારી દરેક માતા-પિતાના ખભા ઉપર હોય છે..

અને છેલ્લા કેટલાક સમયની અંદર આપણે એવા ઘણા બધા બનાવો જોયા છે કે, જેમાં માતા-પિતા પોતાની જવાબદારીમાં ચૂક દાખવતા જ પોતાના બાળકોને ગુમાવવાનો વારો આવે છે. અને પછી આખી જિંદગી ધરાઈ ધરાઈને પછતાઈ છે પરંતુ જ્યારે તેમના બાળક જીવતા હોય ત્યારે તેમની કાળજી રાખવાની બદલે રખડતા મૂકી દેવા એ કેટલું યોગ્ય..?

આ તમામ સવાલો પર સૌ કોઈ લોકો ચર્ચા વિચારણા હંમેશા કરતા આવ્યા છે. હાલ ગાજીયાબાદ માંથી ખૂબ જ દુઃખદ બનાવ સામે આવ્યો છે. ગાજીયાબાદના લોની વિસ્તારમાં ફરમાન નામનો એક વ્યક્તિ પોતાના પરિવારજનો સાથે રહે છે. પરિવારમાં તેની પત્ની તેની બે દીકરીઓ અનેક દીકરાનો સમાવેશ થાય છે…

તે છૂટક મજૂરી કામ કરીને પોતાના પરિવારનું જીવન ગુજરાન કરે છે. તેની મોટી દીકરીનું નામ છે. જ્યારે તેના નાના દીકરાનું નામ રિહાન છે. ફરમાન આખો દિવસ મજૂરી કામ કરવા માટે જતો રહેતો હતો. જ્યારે તેની પત્ની ઘરકામ કરીને જીવન ગુજારતી હતી. એક દિવસ તેમની મોટી દીકરી સાયના અને તેનો નાનો દીકરો રિહાન બંને ઘરની બહાર રમવા માટે ગયા હતા..

માતાએ વિચાર્યું કે, મોટી દીકરી સાઈના સાથે છે એટલા માટે દીકરા રિહાનને કોઈ પ્રોબ્લેમ નહીં આવે… એમ વિચારીને તેણે બંનેને ઘરની બહાર રમવા માટે જવા દીધા હતા. એટલું જ નહીં તેઓ આ અગાઉ પણ રોજ ઘરની બહાર રમવા માટે જતા હતા. વરસાદની સિઝન હોવાથી ઠેર ઠેર પાણી ભરાયા હતા..

તેઓ રમતા રમતા નજીકના એક કુંડ પાસે પહોંચ્યા હતા. ત્યાં પગ લપસતા જ નાનો દીકરો રિહાન આ ખાડીમાં પડી ગયો હતો. અને જોત જોતામાં તે માટે ડૂબવા લાગ્યો હતો. મોટી દીકરી સાયના તેને બચાવવાની કોશિશ કરી હતી. પરંતુ તે તેના ભાઈને બચાવવામાં અસમર્થ રહી અને તે તાત્કાલિક પોતાના ઘરે દોડીને ગઈ અને તેનો નાનો ભાઈ આ કુંડમાં પડી ગયો છે..

તેમ જણાવ્યું હતું. માતા-પિતા તાત્કાલિક આસપાસના પડોશીઓની મદદ લઈને આ કુંડ પાસે પહોંચ્યા અને તેના દીકરા રિહનની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ રિહાનનો કોઈ પણ અતોપતો ન લાગતા આખરે માતા પિતાએ ફાયર અધિકારીઓની મદદ લેવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ થોડી જ વારમાં વરસાદના પાણીની અંદર તેનો દીકરો તરતો જોવા મળ્યો હતો..

એની સાથે જ તેઓ સમજી ગયા કે, તેમનો દીકરો આ કુંડની અંદર ભરેલા પાણીથી મૃત્યુ પામ્યો છે. તેના મૃતદેહને તાત્કાલિક બહાર કાઢ્યો અને દિલ્હીની જીટીપી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો પરિવારને કંઈક આશા હતી કે, કદાચ તેના દીકરામાં જીવ પરત આવે પરંતુ ત્યાં હોસ્પિટલના ડોક્ટરોએ પણ તેને તપાસ કર્યા બાદ મૃત જાહેર કરી દેતા પરિવારજનોને માટે આફતોનું આભ ફાટી નીકળ્યું હતું.

પરિવારજનોને તેના બે વર્ષનો દીકરો ગુમાવવાનો વારો આવ્યો છે. આ બનાવ બન્યા બાદ સમગ્ર ગાજિયાબાદમાં અરેરાટી મચી ગઈ છે. સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે, જ્યાં સુધી તેનો બાળક સમજણો ન થાય ત્યાં સુધી તેમને રમવા માટે ઘરની બહાર જવા દેવા જોઈએ નહીં અથવા માતા-પિતાને હંમેશા બાળકોને સાથ મૂકવો જોઈએ નહીં. નાના બાળકોની સાર સંભાળ રાખવામાં સહેજ પણ ચૂક થઈ જાય કે ખૂબ જ મોટું પરિણામ ભોગવવાનો વારો આવતો હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment