Breaking News

મોટા બાપનો દીકરો પ્રેમમાં ડૂબ્યા બાદ મિત્ર સાથે મળીને કરવા લાગ્યો એવા કામ જાણીને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ, માં-બાપ ખાસ ચેતીને દીકરાને હાથ વગા રાખજો નહીતો…!

દિવસેને દિવસે ખૂબ જ ગુનાખોરી વધી રહી છે. આવા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં એક એવો કિસ્સો સામે આવ્યો હતો જે આજ સુધી કોઈએ સાંભળ્યો નહીં હોય. આ ઘટના જયપુરમાં બની હતી. જયપુરમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો હતો. એક યુવક ઘણા સમયથી ગેરકાનૂની પ્રવુતિ કરી રહ્યો હતો.

આ યુવકનું નામ કુણાલ સિંહ હતું. કુણાલ રામનગર સોડાલામાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. કુણાલના પિતા સારા એવા બિઝનેસમેન હતા. તેઓ ફાઇનાન્સમાં કામ કરતા હતા. પૈસાદાર પિતાનો દીકરો હોવાને કારણે તે પોતાના પિતાના પૈસા ઉડાવી રહ્યો હતો. કુણાલની ઉંમર 19 વર્ષની જ હતી.

પરંતુ તે ભણીને પોતાના ભવિષ્ય બનાવવાની બદલે આવા અવળા કામ કરીને તેમના પિતાનું નામ ખરાબ કરી રહ્યો હતો. કુણાલ અને તેની સાથે એક મિત્ર મળીને આ કામ કરતા હતા. તેમના મિત્રોનું નામ શિવમ હતું. પહેલા કુણાલ યુવતીઓ સાથે મિત્રતા રાખતો હતો અને ત્યારબાદ તે પોતે ખૂબ જ પૈસાદાર છે.

અને પોતાનો મોભો ઉંચો બતાવવાને કારણે તે પોતાની ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપતો હતો. કુણાલના પિતાએ કુણાલને કંટ્રોલમાં રાખવા માટે પૈસા આપવાનું બંધ કરી દીધું હતું જેના કારણે કુણાલે ચોરીઓ કરવાનું ચાલુ કર્યું હતું અને તે પોતાની ગર્લફ્રેન્ડને મોંઘી મોંઘી સ્કુટી ચોરી કરીને ગિફ્ટ કરતો હતો અને તેમાંથી વધેલા પૈસામાં તે પોતાના શોખ પૂરા કરતો હતો.

કુણાલ ઘણા સમયથી જુદા જુદા વિસ્તારમાંથી બાઇકો ચોરીઓ કરી હતી અને કુણાલ આ કામમાં માહિર બની ગયો હતો. તેણે પોતાની અલગ અલગ ગર્લફ્રેન્ડને અલગ અલગ સ્કૂટીઓ ચોરી કરીને ગિફ્ટ કરી હતી. એક દિવસ રસ્તા પર પોલીસે તેમની ગર્લફ્રેન્ડને પકડી હતી અને તેમની સ્કૂટીની પૂછપરછ કરી હતી.

તે સમયે ગર્લફ્રેન્ડ ખૂબ જ ગભરાઈ ગઈ હતી જેના કારણે તેને જણાવ્યું હતું કે ‘મારા મિત્ર એ મને ગિફ્ટ માં આપી છે’ તે સમયે પોલીસને ચોરીની સ્કુટી હોવાની જાણ થતા ગર્લફ્રેન્ડ સાથે પોલીસ કુણાલના ઘરે પહોંચી હતી અને કુણાલની કડક પૂછપરછ કરી હતી. તે સમયે કુણાલની પૂછપરછ કરતા જણાવ્યું હતું. ત્યારબાદ કુણાલ સિંહની કડક પૂછપરછ બાદ તેમણે જણાવ્યું હતું કે,

અલગ અલગ જગ્યાએથી તેમને સ્કુટી ચોરી કરી હતી અને અત્યાર સુધીમાં તેણે બે ડઝનથી વધુ સ્કુટી ચોરી કરી હતી. અમુક સ્કૂટી પોતાની ગર્લફ્રેન્ડને ગિફ્ટ કરતો હતો અને અમુક સ્કૂટીઓ તે વેચી ને તેમના પૈસા માંથી પોતાના શોખ પૂરા કરતો હતો. અલગ અલગ હોટલો અને મોંઘા કપડા ખરીદીને દરેક તેમના મિત્રોને પોતે પૈસાદાર છે,

તેમ બતાવતો હતો પોલીસે કુણાલ સિંહ સાથે આ કામ કરતા તેમના મિત્ર શિવમને પણ પકડી ધરપકડ કરી હતી અને બંનેના પરિવારજનોને આ વાત જણાવી હતી. પોલીસ હજુ આગળની તપાસ કરી રહી હતી. એક પૈસાદાર પિતાનો દીકરો પોતાનો મોભો બતાવવા માટે આવા ખરાબ કામો કરીને લોકોના કીમતી વાહનો ચોરી કરી રહ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *