Breaking News

મોરબીની કાળભરી દુર્ઘટનાને લઈને આ નાનકડા માસુમ બાળકે કરી નાખ્યા મોટા ખુલાસા, માસુમના શબ્દો સાંભળીને રુંવાટા બેઠા થઈ જશે..!

મોરબીમાં કાળભરી દુર્ઘટનાએ અંદાજે 140 કરતા પણ વધારે લોકોના મોત લઈ લીધા છે. આ ઘટના એટલી બધી ગોઝારી હતી કે, તેને નજરે જોનારાને હજુ પણ ઊંઘ આવી નથી. આ ઘટનાની નજર સામે જોનારા લોકોનું કહેવું છે કે, આ દુર્ઘટના આટલી બધી ગંભીર છે કે, લોકોની મરણચીખો હજુ પણ તેમના કાનમાં ગુંજી રહી છે..

જ્યારે આ ઘટના બની ત્યારે ગણતરીની મિનિટોમાં જ દેશ-વિદેશથી જુદી જુદી પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી. કોઈ વ્યક્તિ આ ઘટના પાછળ કુદરતને જવાબદાર ઠેરાવે છે. તો અમુક વ્યક્તિ આ ઘટના પાછળ જવાબદાર કંપનીઓના અધિકારી તેમજ મેનેજમેન્ટ તંત્રની ઘોર બેદરકારીઓને જવાબદાર ઠરાવે છે..

આ તમામ પ્રતિક્રિયાઓની વચ્ચે એક નાનકડા માસુમ બાળકના શબ્દો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. અને બાળકના શબ્દો સાંભળીને કદાચ તમારી આંખોમાંથી પણ આવી જશે કારણ કે, આ માસુમ બાળકે પોતાની કાલીઘેલી ભાષામાં તમામ હકીકતો જણાવી દીધી છે. આ બાળકે મોરબીની કાળ ભરી આ દુર્ઘટનાને લઈને ખૂબ જ મોટો ખુલાસો કરતા જણાવ્યું છે..

કે ક્યાંક થઈ છે કટકી, બાળકનું કહેવું છે કે, આ પુલ વર્ષો જૂનો હતો તે આવી રીતે તો ન જાય બટકી.. ક્યાંક તો થઈ છે કટકી.. આ સાથે સાથે બાળકનું કેવું છે કે ઝાઝા ડુબીયા ઝાઝા બચ્યા અને થોડા વચ્ચે રહ્યા લટકી રહ્યા ક્યાંક તો થઈ છે કટકી… આ સાથે સાથે બાળક પોતાની માસુમ ભાષામાં કહેતો હતો કે 100 લોકોની ક્ષમતા વાળા પુલની અંદર 600 લોકોને જવા દીધા..

આંખો બંધ કરીને મોટી કંપનીના માલિક જોતા રહ્યા અને પૈસાની સામે નજર માંડીને ટિકિટો ફાડી તેને કારણે આજે ઘણા લોકોનો જીવ ગયો છે. આ સાથે સાથે તેણે ખૂબ જ મહત્વની વાત જણાવતા કહ્યું કે, નિર્દોષ લોકોને દંડ આપવામાં આવશે.. જ્યારે દોશી લોકો થઈ જશે છટકી, જ્યારે આ મામલામાં ક્યાંક તો થઈ છે કટકી..

આ ઉપરાંત તેને કહ્યું કે, કોઈ બાપ અને કોઈક માં તેમનું માથું રહી છે પટકી અને ક્યાંક તો થઈ છે કટકી.. આ ઘટના ના આ શબ્દો માસુમના મોઢેથી સાંભળતા જ આંખમાંથી એકા એક ઝળઝળી આવી ગયા છે કે આટલી નાની ઉંમરમાં આ બાળકને એટલી સમજ છે પરંતુ 100 વ્યક્તિની ક્ષમતા વાળા બ્રિજની અંદર 600 લોકોને જવા દેવા વાળી મોટી કંપનીઓ અને મોટા મેનેજમેન્ટ તંત્રને સહેજ પણ સમજ નથી..

અને તેમની આ ગેર સમજણને કારણે જ આજે ઘણા બધા વ્યક્તિઓએ જીવ ગુમાવી દીધો છે. આ માસુમનો વિડીયો જોઈને તમારી આંખો માંથી પણ આંસુ સરી પડશે. આ માસુમ બાળકનો વિડીયો તમે નીચે જોઈ શકો છો અને કોમેન્ટમાં તમારી પ્રતિક્રિયા પણ આપી શકો છો..

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *