Breaking News

મોરબી દુર્ઘટનાને એકદમ નજીકથી જોનાર વ્યક્તિએ ખુબ મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, પુલ ઉપરના લોકો જાતે કરીને…

ત્રણ દિવસ પહેલા સાંજના સમયે મોરબીમાં ખૂબ જ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં અંદાજે 140 કરતા વધારે લોકોના મૃત્યુ થયા છે. અને ઘણા બધા લોકો ઘાયલ થયા છે. મોરબીમાં આવેલી મચ્છુ નદી ઉપર ઝૂલતો પુલ આવેલો છે. જેની ઉપર અંદાજે 400 કરતાં વધારે લોકો આનંદ ભણવા માટે ગયા હતા..

પરંતુ તેમનો આનંદ મોતના માતમ છવાઈ ગયો છે. આ પુલની ક્ષમતા 100 લોકોની હતી. છતાં પણ તેના ઉપર 17 રૂપિયા ટિકિટ નો ચાર્જ લઈને અંદાજે 400 કરતા વધારે લોકોને જવા દેવામાં આવ્યા હતા અને પરિણામે બ્રિજ તૂટી પડ્યો હતો અને 350 કરતા વધારે લોકો નદીના પાણીમાં ખાબકી ગયા હતા..

જેમાંથી 140 કરતા વધારે લોકોના મૃત્યુ થયા છે, આ ઘટનાને સૌથી નજીક જોનાર વ્યક્તિ એ પોતાના નિવેદનમાં એવા ખુલાસા કર્યા છે કે, તેને સાંભળીને સૌ કોઈ લોકોના રુવાટા બેઠા થઈ ગયા છે. આ ઘટના જ્યારે બની તેની માત્ર થોડી જ કલાકો પહેલા રોનક મણિયાર નામનો એક યુવક આ પુલ ઉપર આનંદ માણવા માટે ગયો હતો..

તે સાંજના સાડા ચાર વાગ્યાથી લઈ સાડા પાંચ વાગ્યા સુધી આ પૂલ ઉપર હતો. તેને ટિકિટ લેવા માટે સાડા ચાર વાગ્યા આસપાસ આવી પહોચ્યો હતો. ત્યારે અંદાજે 100 કરતા વધારે લોકો ત્યાં લાઇનમાં ઊભા હતા અને 120 કરતા વધારે લોકો પુલ ઉપર આનંદ માણી રહ્યા હતા. અંદાજે 150 વર્ષ જૂનો પુલ છે..

અને તેનો રીનોવેશન કર્યા બાદ બેસતા વર્ષના દિવસે જ તેને ખુલ્લો મુકવામાં આવ્યો હતો, એટલા માટે ઘણા બધા લોકો પુલ ઉપર આનંદ માણવા માટે પહોંચી ગયા હતા. અને ભારે ભીડના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. તેનો ખૂબ જ વધારે પડતો ક્રેઝ હતો. આ પુલ નદીથી લગભગ 60 ફૂટ જેટલી ઊંચાઇ ઉપર આવેલો છે..

તે નદીના ઉપર બનેલા બ્રીજ ઉપર આનંદ માણીને બીજે છેડેથી બહાર નીકળી ગયો હતો અને ત્યારે જ અચાનક આ પુલ તૂટી પડ્યો હતો. રોનક મણિયાર નામના યુવકે પોતાના નિવેદનમાં ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તે જ્યારે પુલ ઉપરથી પસાર થતો હતો, ત્યારે કેટલાક યુવકો પુલને જાતે કરીને હલબલાવવાની કોશિશ કરતા હતા..

જ્યારે યુવકે તેને પૂછ્યું કે, તમે શા માટે આ પુલને નુકસાન પહોંચાડી રહ્યા છો, ત્યારે કેટલાક મસ્તીખોર યુવકોએ જણાવ્યું હતું કે, આ પુલનું નામ ઝુલતો પુલ છે. એટલા માટે તેઓ આ પુલને ઝુલાવી રહ્યા છે. આ પુલ લાકડાનો હતો. પરંતુ તેનો રીનોવેશન કર્યા બાદ તેના વજન વધી જવાને કારણે તે ઓછા માત્રામાં ઝૂલી રહ્યો હતો..

એટલા માટે તેના ઉપર આનંદ માણી રહેલા કેટલાક લોકો તેને વધારે ઝુલાવવા માટે પાટા પણ મારતા હતા. કદાચ આ કારણે જ પુલની મજબૂતાઈ ઓછી થઈ હોય અને તે નીચે તૂટી પડ્યો હોય તેવું બની શકે છે. કેટલાક યુવકો પુલ પર મસ્તીબાજ બની પાટા મારતા હતા. તેવા વિડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે..

રોનક મણિયારના આ શબ્દો સાંભળીને સૌ કોઈ લોકો ચોંકી ગયા છે. જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ અચાનક જ તેમના પિતાને ફોન કર્યો હતો. અને રડવા લાગ્યા હતા. તેવો ખૂબ જ ડરી ગયા હતા. કારણ કે તેઓ જે જગ્યા ઉપર હતા એ જગ્યા પરથી જ આ અકસ્માત સર્જાયો હતો.

આ બનાવને લઈને વડાપ્રધાન મોદીએ પણ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તો બીજી બાજુ અધિકારીઓની ટીમે જરૂરી કામગીરી પણ શરૂ કરી દીધી હતી. જુલતો પુલ ઓરેવા ગ્રુપ નામની કંપનીના નેજા હેઠળ સોંપી દેવામાં આવ્યો હતો. આ સાથે સાથે પોલીસે કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરી છે. જ્યારે આ ઘટના બની ત્યારે તાત્કાલિક ધોરણે રાહતની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *