Breaking News

મોપેડ લઈને કેરીની પેટી લેવા જતા વડીલ દાદાને ડમ્પરે અડફેટે લઈને કાળનો કોળીયો બની ગયા, ચારેકોર માતમની લહેરો છવાઈ ગઈ..!

ક્યારે કોનો કાળા માથે ચડીને મોતને પોકારી જાય તેનું નક્કી હોતું નથી, કહેવાય છે કે આપણે જે પરિસ્થિતિની અંદર હોય તે પરિસ્થિતિ અંદર ખૂબ જ આનંદ રાખીને જીવન જીવી લેવું જોઈએ. આવતીકાલે આપણી સાથે કઈ ઘટના બની જાય તેનું પણ આપણને ખબર હોતી નથી, એટલા માટે ડગલેને પગલે હંમેશા સાવચેતી પણ રાખવી જોઈએ..

અત્યારે સવારના સમયે પુરુષોત્તમભાઈ ના એકના એક પૌત્રે કેરી ખાવાની જીદ પકડી હતી. તેઓના ઘરે છેલ્લા બે મહિનાથી કેરી લાવવામાં આવતી હતી, પરંતુ કેરી પૂર્ણ થઈ ગયા બાદ પણ તેમના પૌત્ર મયંકને કેરી ખાવી હતી. એટલા માટે તે સવારનો તેની માતા સાથે લડાઈ ઝઘડો કરતો હતો..

અને રડવા લાગ્યો હતો, પુરુષોત્તમ દાદા તેના પૌત્રની ઈચ્છા પૂરી કરવા માટે મોપેડ લઈને સોસાયટીથી થોડી દૂર આવેલા એક ફ્રુટ વાળા ની દુકાને કેરીની પેટી લેવા માટે નીકળી પડ્યા હતા. તેઓ ત્યાંથી કેરી લઈને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે પાછળના ભાગેથી એક કાળમુકો ડમ્પર અતિશય ઝડપથી આવી રહ્યો હતો અને તેણે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેવાને કારણે પુરુષોત્તમ દાદાની મોપેડ ને ટક્કર મારી દીધી હતી..

પરિણામે મોપેડનો છુંદો બોલી ગયો અને પુરુષોત્તમ દાદાને પણ શરીર ઉપરથી ડમ્પરનો ટાયર ફરી વળવાને કારણે તેમનું પણ ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. બીજી બાજુ નાનકડો પૌત્ર મયંક તેના દાદા ની રાહ જોઈને બેઠો હતો, પરંતુ ત્રણ કલાક બાદ પણ પુરુષોત્તમ દાદા ઘરે પરત ન આવતા મયંકની માતા તેમ જ મયંક ના પિતા બંને ચિંતામાં સરી પડ્યા હતા..

તેઓએ જ્યારે તપાસ ચલાવી ત્યારે ખબર પડી કે રસ્તા ઉપર કોઈ એક અજાણ્યા વડીલ વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું છે, તાબડતોબ મયંકના પિતા ત્યાં પહોંચે ત્યારે ખબર પડી કે, હકીકતમાં આ વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ પુરુષોત્તમભાઈ પોતે હતા અને અકસ્માતમાં તેમનું મૃત્યુ થઈ જવાને કારણે ચારે કોર માતમની લહેરો છવાઈ ગઈ હતી..

મયંકના માતા-પિતા તો દુઃખની આ ઘડીને સહન કરી શકે નહીં જ્યારે પરિવારના અન્ય સભ્યો સુધી આ માઠા સમાચાર તેમના પણ મોતિયા મરી ગયા અને ચારેકોર રોકકળ સર્જાઈ ગઈ હતી તેઓએ સપનામાં પણ નહીં વિચારી હોય કે, તેઓ તેમના પૌત્રની ઈચ્છા પૂરી કરવા માટે જતા હશે અને તેઓનું અકાળે મોત થઈ જશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ધંધામાં નુકસાની જતા હવે ‘હું સમાજને શું મોઢું દેખાડીશ’ એવા વિચારો કરીને યુવકે કર્યું એવું કે સમાજ જોતો રહી ગયો, હચમચાવતો કિસ્સો..!

પરિવારનો જીવન નિર્વાહ ચલાવવા માટે રોજબરોજ કમાણી કરવી ખૂબ જ જરૂરી છે, પરિવારની દરેક જીવન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *