Breaking News

મોન્સૂન ટ્રફની સ્થિતિ સર્જાતા હવામાન શાસ્ત્રી અંકિત પટેલે આપી આદ્રામાં મેઘ મહેરની મોટી આગાહી, તોફાની પવનો સાથે પુરની આશંકાથી લોકો મુંઝાયા..!

ઉત્તર ઓરિસા તરફ એક લો પ્રેશર સક્રિય થવા જઈ રહ્યું છે. આ લો પ્રેશરના કારણે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મોન્સુન ટ્રફની સ્થિતિ સર્જાઈ છે. લો પ્રેશર અને મોનસુન ટર્ફ બંને એક સાથે અસરો શરૂ થવાને કારણે ગુજરાતમાં હળવા થી ભારે વરસાદની તેમજ અમુક સ્થળોએ અતિ ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે..

આ આગાહીને પગલે ગુજરાતના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ, પંચમહાલ, ખેડા, આણંદ, વગેરે વિસ્તારોમાં 8 ઇંચ થી લઈ 10 ઇંચ સુધી વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાંત અંકિત પટેલે આપી દીધી છે. આ ઉપરાંત આદ્રા નક્ષત્રની અંદર ભારે મેઘમહેર થવાની આગાહી આપતા જ કેટલાક નદીનાળાઓમાં પાણી પણ વહેવા લાગશે.

જ્યારે જ્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાય છે. તેમજ મોનસુન ટ્રફની અસર ઉભી થાય છે. ત્યારે અમદાવાદના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસતો હોય છે. તેવીજ રીતે આ વખતે પણ આ સક્રિય થતાની સાથે જ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓરિસ્સા તેમજ રાજસ્થાનથી લઈ અમદાવાદમાં પણ અધિક ભારે વરસાદ વરસવા જઈ રહ્યો છે..

આ અસર ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે. આગામી પાંચ દિવસ એટલે કે પાંચ તારીખથી લઈ 10 તારીખની વચ્ચે મધ્ય ગુજરાતના દરેક ભાગોમાં ઉત્તર ગુજરાતના દરેક ભાગોમાં તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક અમુક ભાગોમાં ભારે વરસાદની આગાહી રહેલી છે. જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર અન્ય એક સિસ્ટમ સક્રિય થઈ છે..

એટલે કે અરબ સાગર ની અંદર સર્જાયેલા લો પ્રેશરને કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસમાં જઈ રહ્યો છે. આમ ગુજરાત ઉપર એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમોની અસરને કારણે સુરત, નવસારી, ભરૂચ, તાપી ,ડાંગ ,વલસાડ, આણંદ, જુનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ જિલ્લાઓમાં અતિશય ભારે વરસાદની આગાહી..

તેમજ માછીમારોને દરિયો ન ખેડવવાની સૂચના પણ આપી દીધી છે. આ સાથે સાથે હવામાન વિભાગના ડાયરેક્ટ ડોક્ટર મનોરમાં મોહંતી એ પણ આગાહી આપતા જણાવ્યું છે કે અગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસવા થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળના લો પ્રેશરને કારણે ગુજરાતના હવામાન વિભાગે અધિકારી આગાહી આપી છે..

આગાહીના પગલે તોફાની પવન સાથે અતિશય ભારે વરસાદ વરસશે જેને લઈને નદીનાાળાઓમાં પાણી વહેવા લાગશે અને કેટલાક નદીનાાળાઓ ઓવરફ્લો થતાની સાથે જ નીચા વાળા વિસ્તારોમાં ભારે પુર આવવાની પણ શક્યતા રહેલી છે. જેને કારણે જે લોકો નીચાણવાળા વિચારોમાં રહે છે. તેઓ ખૂબ જ મંજવણમાં મુકાઈ ગયા છે.

સૌરાષ્ટ્રમાં ભારે મેઘ મહેર થઈ છે. જેને કારણે જૂનાગઢની તમામ નદીઓમાં તેમજ શેત્રુંજી સહિત અમરેલી જિલ્લાની પણ નદીઓમાં ભારે પૂર્વેવા લાગ્યું છે. તો કેટલાક નદીનાળા અને ચેકડેમ ઓવરફ્લો થયા છે. આ સાથે સાથે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદીમાં પણ જળસર ખૂબ જ વધ્યું છે. જ્યારે ઉકાઈ ડેમ પણ ભયજનક સપાટીએ વહી રહ્યો છે.

ગઈકાલે કુલ 155 તાલુકામાં ભારે મેઘમના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં રાજકોટના ઉપલેટા પંથકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા ગામ સંપર્ક વિહોણા બન્યા છે ગામોમાં આવેલા બેઠા પુલને કારણે લોકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું છે. નદી નાળામાં પાણી આવી જવાને કારણે ગામના લોકો પોતાના ઘરમાં પુરાઈ રહ્યા છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોના ઘર બેટમાં ફેરવાયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *