Breaking News

મોંઘવારીએ માર્યો લાફો : પેટ્રોલ-ડીઝલ, દૂધ અને તેલના ભાવ પછી CNG ગેસના ભાવ પહોચ્યા આસમાનની ઉંચાઈએ, જાણી લો તમામના તાજા ભાવો..!

રોજ રોજ જુદી જુદી ચીજવસ્તુઓમાં મોંઘવારી વધતી જાય છે. રોજ રોજ આપણે સમાચારમાં સાંભળતા હોઈએ છીએ કે આજે આ વસ્તુ માં એટલા રૂપિયાનો વધારો થયો.. તેમજ આ વસ્તુઓમાં વધારો થતાંની સાથે જ આજ સુધીના મહત્તમ ભાવ સુધી પહોંચી ગઇ.. આવા સમાચારો સાંભળતાની સાથે જ આપણે વિચારમાં મુકાઇ જતાં હોઈએ છીએ કે..

આખરે આ મોંઘવારી ક્યારે ઊભી રહેશે. અને ક્યારેય સામાન્ય લોકો માટે પણ ખુશખુશાલ જીવન શક્ય બનશે. કારણ કે મોંઘવારીના મારા કારણે સામાન્ય લોકો માટે ખુશ ખુશાલ જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. એવામાં વધુ એક મોંઘવારીના ખરાબ સમાચાર સામે આવ્યા છે..

પેટ્રોલ-ડીઝલમાં રોજ ભાવમાં ઉતાર-ચઢાવ ના હોય છે. તેની સાથે સાથે સીએનજીના ભાવમાં પણ એક સામટો વધારો થતાની સાથે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. અદાણી ગેસ કંપનીએ એક સાથે બે રૂપિયાના ભાવવધારા સાથે સીએનજી ગેસના ભાવની ઊંચાઈ અને અડકી રહ્યો છે..

છેલ્લા બે મહિનામાં સીએનજી ગેસના ભાવમાં અંદાજે ૨૫ થી ૩૦ રૂપિયાનો વધારો નોંધાતાની સાથે હાલ સીએનજીનો નવો ભાવ 74 રૂપિયાએ પહોંચી ગયો છે. રીક્ષા ચાલકો તેમજ ટ્રાન્સપોર્ટ વાહન ચાલકોએ જણાવ્યું છે કે, દિન પ્રતિદિન વધતા જતા ગેસના ભાવના કારણે તેઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે..

તેમજ જાણવા મળ્યું છે કે, ક્રૂડના ભાવ વધી જવાના કારણે પેટ્રોલ અને ડીઝલમાં પણ થોડા જ દિવસોમાં એક સામટો વધારો ઝીંકી દેવામાં આવશે. હાલ સીએનજી ગેસના ભાવ વધી ગયા છે. પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતાની સાથે હજુ એકવાર સીએનજી ગેસના ભાવમાં વધારો કરવામાં આવશે તેવી શક્યતાઓ રહેલી છે.

ગુજરાતમાં અદાણી ગેસે બે રુપિયાનો એક સામટો વધારો સીએનજી ગેસમાં કરી દીધો છે. તેમજ પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ સો રૂપિયાને પાર કરી જવા પામ્યા છે. એવામાં જો હજુ એકવાર વધારો કરવામાં આવશે. તો મધ્યમ વર્ગીય લોકો માટે ખૂબ મોટી મુશ્કેલી ઉભી થશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *