નાની ઉંમરમાં જ યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવીને તેમની સાથે ખૂબ જ ખોટા કામ કરવાના કારનામાઓ છેલ્લા કેટલાક સમયથી ચાલતા આવે છે. આ કારનામાઓને રોકવા માટે શહેરનું પોલીસ તંત્રની સાથે સાથે સમાજના મોટા મોટા અજ્ઞાનીઓ પણ ખૂબ જ જાગૃતતા ફેલાવીને દરેક માતા-પિતા સુધી આ વાત પહોંચાડી રહ્યા છે કે, પોતાના યુવક અને યુવતીઓને સારા સંસ્કાર આપવામાં આવે…
સાથે સાથે ક્યારેય પણ અજાણ્યા વ્યક્તિઓ ઉપર નજર એવી બાબતને લઈને ભરોસો મૂકવામાં ન આવે, પરંતુ હજુ પણ આ પ્રકારના બનાવો ઓછા થતા નથી. અને અત્યારે વધારે એક બનાવો અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાંથી આવેલી શાસ્ત્રીનગર કોલોની માંથી સામે આવી ગયો છે..
અહીં નિલેશ નામનો એક વ્યક્તિ વસ્ત્રાપુરની એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો. નિલેશ તેની નજીકમાં જ રહેતી 17 વર્ષની એક સગીર યુવતીને જુદી-જુદી લાલચો આપીને તેને પોતાની નજીક આકર્ષી લીધી હતી. જ્યારે આ યુવતી પોતાના ઘરેથી નીકળીને ટ્યુશન ક્લાસે જતી હતી.
ત્યારે તે તેને મળવા માટે તેની પાછળ પાછળ પણ જતો હતો. એટલું જ નહીં તેણે આ યુવતીને મોંઘી દાટ ગિફ્ટ આપીને પોતાના વિશ્વાસમાં બાંધી લીધી હતી અને ત્યારબાદ તેની સાથે એવું કરી નાખ્યું છે કે, જેને જાણીને દરેક માતા-પિતાના રૂવાટા એકાએક બેઠા થઈ જશે. નિલેશ નામના યુવક 17 વર્ષની સગીરાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી દીધી હતી…
આ ઉપરાંત 17 વર્ષની સગીરા પણ નાની ઉંમરમાં જ પોતાના માતા પિતાએ શીખવેલી તમામ બાબતો ભૂલીને આ યુવકના પ્રેમમાં પડી ગઈ અને આ બાબતનો નિલેશ નામના યુવકે ખૂબ જ ગેરફાયદો ઉઠાવ્યો છે. તેણે એક દિવસ આ યુવતીને ખૂબ જ સારી ગિફ્ટ આપવાના બહાને પોતાની એપાર્ટમેન્ટના નીચેના અંધારીયા પાર્કિંગમાં બોલાવી હતી..
આ પાર્કિંગ બેઝમેન્ટમાં હોવાને કારણે અન્ય કોઈ વ્યક્તિની અવરજવર હતી નહીં. ત્યારે તેણે યુવતીને આ પાર્કિંગમાં બોલાવી અને મોંઘી દાટ ગીફ્ટ આપી તેની છેડછાડ કરી લીધી હતી. જ્યારે આ યુવતી આ ગિફ્ટ લઈને પોતાના ઘરે પહોંચી ત્યારે તેની માટે તેને પૂછ્યું હતું કે, આટલી મોટી ગિફ્ટ તને કોની આપી છે..?
શરૂઆતમાં તો 17 વર્ષની આ દીકરીએ ગોળ ગોળ વાતોમાં ઘુમાવીને પોતાની માતાને જુઠા જવાબ આપ્યા હતા. પરંતુ અંતે તે ભાંગી પડી અને પોતાની માતાને બધી જ વાતો સાથે સાચી કહી દીધી હતી કે, તેમના જ એપાર્ટમેન્ટમાં રહેતો નિલેશ નામનો એક વ્યક્તિ તેને પ્રેમ જાળમાં ફસાવી ગયો.
અને બેઝમેન્ટના અંધારિયા પાર્કિંગમાં તેને બોલાવી હતી. ત્યારબાદ તેની સાથે ખૂબ જ ખરાબ કામો કર્યા છે. જ્યારે માતાના આ શબ્દો સાંભળ્યા કે, તેની બાળકી ઉપર ખૂબ જ ખરાબ કામો વીત્યા છે. ત્યારે તે તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસને આ બાબતની ફરિયાદ પણ નોંધાવી હતી..
આ ઘટનાને લઈને અત્યારે ચર્ચા નથી જવા પામ્યો છે. તો દરેક માતા-પિતા માટે આ ચોંકાવતો કિસ્સો સાબિત થયો છે. આંખ ખોલનારા આ કિસ્સા સામે આવ્યા બાદ સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે, જ્યાં સુધી બાળકો સમજુ ન થાય ત્યાં સુધી માતા-પિતાએ હમેશા તેમના ઉપર નજર રાખવી જોઈએ..
અને તેમની દરેક કામગીરી ઉપર પણ હંમેશા નજર રાખીને જ બેસવું જોઈએ, જો તેઓ કોઈ ભૂલ કરે છે. તો હંમેશા તેને ઠપકો આપી સાચી બાબતો શીખવવી જોઈએ. તો કેટલાક લોકો કહી રહ્યા છે કે, 17 વર્ષની આ દીકરીને પ્રેમ જાળમાં ફસાવનાર નિલેશને કડકમાં કડક સજા થવી જોઈએ.. નિલેશ એક અસંતાનનો પિતા છે, છતાં પણ તે આ બાબતને સમજી શક્યો નથી. અને 17 વર્ષની દીકરી ઉપર ખૂબ જ ખરાબ કામ આચર્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]