અત્યંત મોંઘવારી : દેશમાં મોંઘવારીએ માજા મૂકી દીધી છે. સામાન્ય માણસો માટે જીવન જીવવું દોહ્લ્યું બની ગયું છે. પેટ્રોલ, દૂધ અને તેલના ભાવ તો દરેક સપાટી કુદાવીને આસમાને પહોચ્યા છે. સામાન્ય માણસની કમર ભાવ વધારાએ તોડી નાખી છે. હવે ગયા બુધવારે મોદી સરકારે એક જાહેરાત કરી હતી એ મુજબ ખાદ્યતેલના ભાવમાં ધરખમ ઘટાડો થશે એવી આશંકાઓ છે.
દેશમાં ખાદ્યતેલનું પ્રોડક્શન વધારવા માટે કેન્દ્ર સરકારે એક યોજના જાહેર કરી છે. એ યોજના મારફતે 11,૦૪૦ કરોડના નેશનલ એડીબ્લ ઓઈલ મશીનને મંજુરી આપવામાં આવે છે. પામ તેલ એક પ્રકારનું ખાદ્યતેલ છે જે ખજુરના ઝાડના બીયા માંથી કાઢવામા આવે છે. દેશના ઘણા બધા લોકો પામતેલનો સીધો ઉપયોગ ખાવામાં કરતા હોઈ છે. આ ઉપરાંત હોટેલ અને રેસ્ટોરેન્ટમાં પણ તેનો ઉપયોગ થાય છે.
પામ ઓઈલ મશીન મિશનને મંજુરી આપવામાં આવી : ખાદ્યતેલ બાબતે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકારની આ યોજના કેન્દ્રીય કેબીનેટ દ્વારા બુધવારના રોજ જાહેર કરવામાં આવી હતી. આ મિશન ભારતની નિર્ભરતા ઘટાડશે. સરકારનું આ મિશન પામતેલની આયાત પર નિર્ભરતા ઘટાડશે અને ખેડૂતોની આવકમાં વધારો કરશે. સાથે જ તેલ ઉદ્યોગને પણ ફાયદો થશે. તમને જણાવી દઈએ કે સરકારે પામ ઓઈલ સંબંધિત ઉદ્યોગો સ્થાપવા માટે 5 કરોડ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે.
કુલ 11 હાજર કરોડ રુપિયા ખર્ચાશે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની મુખ્ય બેઠકમાં પામ ઓઈલ મિશનને મંજૂરી દેવામાં આવી હતી. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે હજુ પણ પામની ખેતી થઈ રહી છે. પરંતુ હવે તેને મોટા સ્તર પર લઈ જવાની તૈયારી ચાલી રહી છે. તેના માટે 11 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ખાદ્ય તેલની કિંમતોમાં સતત વધારો નાના ખેડૂતો માટે વધુ ફાયદાકારક ન હતો.
1.5 કરોડ ટન ખાદ્ય તેલની ખરીદી કરે છે ભારત : ભારતની વસ્તીમાં દર વર્ષે 2.5 કરોડ લોકો વધતા જ જાય છે. આ આંકડાઓ મુજબ વર્ષે 3 થી 3.5 ટકાનો વધારો ખરીદીમાં થાય છે. અત્યારના સમયમાં ભારત એક વર્ષે ૬૦,૦૦૦ થી 70,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને 1.5 કરોડ ટન ખાદ્ય તેલની ખરીદી કરે છે. દેશમાં વાર્ષિક લગભગ 2.5 કરોડ ટન ખાદ્ય તેલની જરૂર પડે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]