Breaking News

મજુરી કરતા પરિવારના 4 વર્ષના દીકરાનું ખાડામાં પડી જતા મોત, બનાવન પગલે ઉમટી પડ્યા લોકોના ટોળે ટોળા…!

નાના બાળકોનું ખુબ જ ધ્યાન રાખવું પડતું હોય છે. કારણ કે નાના બાળકોમા પૂરતી સમજણ હોતી નથી. એટલા માટે તેઓ ન કરવાનું કરી બેસતા હોય છે. ઘણીવાર નાના બાળકો એવા અકસ્માતનો ભોગ બને છે કે જેના કારણે તેઓને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે..

અને આ ઘટના બન્યા બાદ અંતે માતા-પિતા પાસે પસ્તાવા સિવાય કોઇ પણ વિકલ્પ બાકી રહેતો નથી. હાલ આવો જ એક બનાવ ભાંભોર પરિવારના ચાર વર્ષના દીકરા દેવ સાથે બન્યો છે. દાહોદ જિલ્લાના સંજેલી ગામમાં રહેતા મુકેશભાઈ ભાંભોર રોજગારી માટે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ જામજોધપુરના સિદસર ગામે રહીને મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા..

પરિવારમાં તેમની પત્ની અને ચાર વર્ષનો દીકરો હતો. રોજ સવાર થતાંની સાથે તેઓ મજૂરી કામ કરવા માટે જતા હતા અને સાંજ પડ્યે તેઓ પોતાના ઘરે પરત ફરતા હતા. આખો દિવસ મજૂરી કામમાં વ્યસ્ત પતિ-પત્ની તેના ચાર વર્ષના બાળકને ઉપર ખૂબ ઓછું ધ્યાન આપતા હતા..

કારણ કે જો તેઓ તેમના બાળકને સાચવવામાં વ્યસ્ત રહે. તો બીજી બાજુ પરિવારનું ગુજરાન ચલાવવામાં ફાંફા પડી જતા હોય એટલા માટે તેઓ પોતાના બાળકને સાથે લઇને મજુરી કામે જતા હતા. એક દિવસ તેમનો ચાર વર્ષનો દીકરો દેવ સીદસર ગામની સીમમાં આવેલા જૂના પુલ પાસે ચાલતા ચાલતા એક ખાડામાં પડી ગયો હતો.

ખાડામાં ભરેલા પાણીના માત્ર ચાર વર્ષના દીકરો પડતાની સાથે જ ડૂબવા લાગ્યો હતો. કારણ કે ચાર રસ્તા દીકરામાં કરવાની કોઈ પણ પ્રકારની આવડત હોતી નથી. આ ઉપરાંત આ અકસ્માત જ્યારે બન્યો એ સમય દરમિયાન બાળકને બચાવવા માટે આસપાસમાં કોઈ પણ વ્યક્તિ હાજર હતું નહીં..

એટલા માટે બાળકનું ડૂબી જવાથી મોત થયું છે. બાળકના મૃત્યુ બાદ સીદસર ગામમાંથી લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. પરંતુ બાળકને બચાવવા માટે જે સમયે એક વ્યક્તિની જરૂર હતી એ સમયે એક પણ વ્યક્તિ એ વિસ્તારમાં દેખાયો હતો નહીં. આ બાબતની જાણ જામજોધપુર પોલીસને થતાની સાથે જ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને અકસ્માતમાં મૃત્યુ નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *