Breaking News

મિત્રએ ના પાડી છતાં પણ કોઝવે પરથી પસાર થવાની જીદ યુવકને એકટીવા સાથે તાણી ગઈ, ધસમતા પાણીમાં યુવક થયો ગુમ..!

આ વર્ષે ચોમાસામાં અતિ ભારે વરસાદ વરસવાને કારણે મોટાભાગની નદીઓમાં ગાંડુંતુર પાણી આવ્યું છે. જેના કારણે કેટલાય ગામો સંપર્ક વીહોણા થયા છે. તેમજ રાજ્યના ધોરીમાર્ગ ઉપર પણ મારી ફરી વળ્યું છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી ધમધોકાર વરસાદ વરસ્યો છે. જેના પગલે ધરોઈ ડેમ પણ ઓવરફલો થયો છે..

અને તેનું પાણી દરેક નદીઓમાં પણ છોડવામાં આવ્યું છે. જેને કારણે દરેક ગામડાના પાદર માંથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિઓ સર્જાવા લાગી છે. મહેસાણા જિલ્લાના હરદેસણ ગામ નજીક નદી પસાર થાય છે. જેમાં વધારે પડતું પાણી આવી જતા ગામ નજીક આવેલા કોઝવે ઉપરથી પાણી વહી જવા પામ્યું હતું..

આ કોઝવે પરથી પસાર થવું મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન સમાન હતું. છતાં પણ ત્યાંથી પસાર થતા બે મિત્રો પોતાની એકટીવા લઈને આ કોઝવે ઉપરથી પસાર થવાનું સાહસ કર્યું હતું. મહેસાણાના ધીણોજ ગામમાં ભાવેશભાઈ રાઠોડ અને તેમનો મિત્ર બ્રિજેશ વ્યાસ રહે છે. તેઓ બપોરના સમયે મહેસાણાથી ધીણોજ જવા માટે નીકળ્યા હતા..

પોતાનું એકટીવા લઈને તેવું હરદેસણ ગામ નજીકથી પસાર થતી નદીના પાસે પહોંચ્યા ત્યારે ઉપરથી ખૂબ વધારે માત્રામાં પાણી જતું હતું. છતાં પણ તેઓએ વિચાર્યું કે, આ પાણીમાંથી તેઓ આસાનીથી પસાર થઈ જશે. તેમ સમજી એકટીવા પરથી નીચે ઉતરી તેઓ આ કોઝવેને પસાર કરવા લાગ્યા હતા..

બ્રિજેશ વ્યાસે ભાવેશને આ સાહસ ન ભરવા માટે જણાવ્યું હતું, પરંતુ ભાવેશે જણાવ્યું કે કશું નહીં થાય તેમ કહીને તેઓ પાણીમાં ઉતરી ગયા હતા. તેવો આ કોઝવેમાં વચોવચ પહોંચ્યા ત્યારે અચાનક જ પાણીનું વહેણ વધી ગયું હતું. આ વહેણમાં બ્રિજેશ હેમખેમ કરીને બહાર નીકળી ગયો હતો. પરંતુ ભાવેશ બહાર ન નીકળી શકતા તે એકટીવાની સાથે સાથે તણાઈ ગયો હતો..

જોર જોરથી તેણે બૂમો પણ પાડી કે, બચાવો… બચાવો… પરંતુ સ્વચ્છતા પાણીમાં તેને વહેતો જોઈને કોઈપણ વ્યક્તિની હિંમત તેને બચાવવા માટે થઈ નહીં આ ઉપરાંત ત્યાં આસપાસ વધારે પડતા લોકો પણ હાજર ન હોવાથી ભાવેશને કોઈ બચાવી શક્યું નહીં, અને તે ધસમસતા પાણીના પ્રવાહમાં વહી ગયો હતો..

જ્યારે આ બનાવની જાણ આસપાસના ગામ લોકોને થઈ ત્યારે તેઓ ત્યાં ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત SDRFની ટીમને પણ રેસ્ક્યુ માટે બોલાવવામાં આવી હતી. આ સાથે સાથે ફાયર બ્રિગેડના જવાનોએ પણ રેસક્યુ માટે મદદ કરી હતી. હાલ ફાયર બ્રિગેડના જવાનો ગુમ થયેલા ભાવેશની શોધખોળ કરી રહ્યા છે..

પરંતુ નદીના દસમાતા પ્રવાહને કારણે રેસ્ક્યુ ઓપરેશન પણ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. બ્રિજેશ વ્યાસએ જણાવ્યું કે, તે ભાવેશને ના પાડતો હતો છતાં પણ ભાવેશ માન્યો નહીં અને આ ધસમસતા પાણીમાં ઉતરવાનું સાહસ કર્યું હતું. આ બનાવને લઈને ભાવેશ રાઠોડ ના પરિવારજનો ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા પિતાના મોત બાદ સગાભાઈઓ સંપતિના ભાગ પાડવાની બાબતે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા જ થયું એવું કે પરિવારની જિંદગી બગડી ગઈ..!

સંપત્તિ માટે પરિવારના સભ્યો અંદર જ આટલો મોટો ઝઘડો કરી બેસે છે કે, જ્યારે આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *