Breaking News

શિયાળામાં થઈ જશે માઈનસ તાપમાન, ગુજરાતમાં આ વર્ષે શિયાળો ચોમાસાની જેમ જ કહેર મચાવશે.. વાંચો..!

શીયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે પરંતુ હજી પણ વાતાવરણ ચોમાસાને અનુકુળ હોઈ તેવું જ બંધાયેલું છે. સવારે ગુલાબી ઠંડીના ચમકારા સાથે તાપણાની જરૂર પડે છે તો બપોરે ઠંડુગાર acની અને બપોર પછીના સમયમાં વરસાદી ઝાપટા અને માવઠા વરસે છે..

અત્યારે ગુજરાતમાં ત્રણેય ઋતુઓ સાથે જોવા મળે છે. દિવસેને દિવસે ઠંડીનો પ્રભાવ વધી રહ્યો છે. હવામાન વિભાગે આવતીકાલે ગુજરાત રાજ્યના અમુક જીલ્લાઓમાં વરસાદી માવઠાઓ વરસશે તેવી આગાહી કરી છે.

આ વર્ષના શિયાળામાં ગયા વર્ષો કરતા ભયંકર ઠંડી પડવાની શક્યતાઓ રહેલી છે. એટલે ધાબળા , સ્વેટર અને મફલર હાથ વગા રાખજો. કારણકે આવતીકાલથી ધીમે ધીમે ઠંડીનો માહોલ વધતો જશે. તેમજ દિવાળી નજીક આવતા હિમ પડવા લાગે તો એમાં કઈ નવીન નહી.

ભારતના ઉત્તરમાં આવેલા હિમાલય અને ઉતરાખંડમાં અત્યારે બરફ પડવાનુ શરુ થયું છે તેથી ગુજરાત તરફ ઠંડોગાર પવન ફૂંકતા 3 દિવસની વાર લાગશે. રાજસ્થાન અને દિલ્હી તેમજ હરિયાણામાં તો ઠંડીનું વાતાવરણ બરાબર જામી ગયું છે.

ઉત્તર અને પૂર્વના રાજ્યોમાં બરફ પડતા દેશના તમામ રાજ્યોના વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે અને સવારે તેમજ મોડી રાત્રે ઠંડીનો ચમકારો વધી ગયો છે. બર્ફીલી હવા ઉત્પન્ન થવાને લીધે દરિયાકિનારાના વિસ્તારોમાં ચક્રવાત ફૂંકાશે તેવી શક્યતાઓ રહેલી છે.

આવતા મહિનાની 2 તારીખથી લઈને 5 તારીખ સુધી અરબ સાગરની ઠંડી હવાને લીધે વાતાવરણમાં અચાનક પલટો આવશે અને ત્યારબાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠા પડશે. તેવું હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે.

દિવાળીના મહિનામાં દરિયામાંથી ઉત્પન્ન થતા ચક્રવાતો તેજ બનશે. જેની અસર દક્ષીણ અને પૂર્વના દરિયાકિનારે વધારે પ્રમાણમાં જોવા મળશે. દિવાળી પછીના મહિનામાં 8 તારીખથી રાજ્યમાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ જશે. શરીર ધ્રુજાવી દે તેવી ઠંડી પડવાની શરુ થશે.

ગુજરાતમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ ખુબ જ વધારે રેહશે. પાલનપુર, મહેસાણા , દાંતીવાડા, બનાસકાંઠા વગેરે જગ્યાએ હાડ થીજાવી દે તેવી ઠંડી પડશે. તો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ઉત્તર ગુજરાતની સાપેક્ષમાં ઓછી ઠંડી મહેસુસ થશે.

રાજ્યના અમુક ભાગોમાં તો તાપમાન માઈનસ 5 ડીગ્રી સુધી પણ ગબડી શકે છે. તેથી ઠંડી સામે રક્ષણ મેળવવા માટે સૌએ તૈયારીઓ કરી દેવી જોઈએ. ધ્રુવીય પ્રદેશોમાંથી વાતા પવનોને લીધે એશિયાની સાથે સાથે યુરોપ અને અમેરિકામાં ઠંડીનો સોર બોલી જશે.

ભારતની વાત કરીએ તો જમ્મુ, લેહ – લડાખ, કશ્મીર , હિમાચલ પ્રદેશ તેમજ ઉતરાખંડ અને પંજાબમાં ઠંડીનું પ્રમાણ સૌથી વધારે રેહશે. જયારે અન્ય વિસ્તારોમાં ઠંડી નહિવત રેહશે પરતું પાછળના વર્ષો કરતા વધારે રેહશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *