Breaking News

મીની વાવાઝોડાને પગલે તોફાની પવન સાથે જળબંબાકાર વરસાદ, આ તાલુકાઓમાં 8 ઇંચ વરસાદ ખાબકતા નદીઓ ફાટફાટે વહેવા લાગી, ચેકડેમો ઓવરફલો..!

ગુજરાત ઉપર મીની વાવાઝોડાની આફત ત્રાટકી છે. એટલે કે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, અરબ સાગરની અંદર મીની વાવાઝોડું રચાયું છે. જે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે. આ વાવાઝોડું જ્યારે સર્જાયું ત્યારે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ જેમ જેમ વાવાઝોડું આગળ વધતું ગયું તેમ તેમ પવનની ગતિ ધીમી થઈ ગઈ અને માત્ર વરસાદ જ વરસ્યો છે..

એટલે કે આ વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કુલ ૧૫ ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ પામેલા આધાર 10 ઇંચ થી લઈ 11 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જુદા જુદા તાલુકાઓમાં ભારે મેઘ મહેરને કારણે મીની વાવાઝોડાની દસ્તક પૂર્ણ રીતે ગુજરાતમાં પ્રવેશી ચુકી છે..

જેની અસર આવનારા બે થી ત્રણ દિવસ સુધી દેખાશે એટલે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ થશે. આ અસરને પગલે દરેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિઓ તેમજ નદીઓ બે કાંઠે થઈ અને ચેકડમો પણ ઓવરફલો થયાની સ્થિતિ સામે આવી છે. જેમાં બનાસકાંઠાના દિયોદર અને ડીસામાં કુલ ૧૩ થી ૧૪ ઇંચ વરસાદ વરસ્યો છે..

આ બંને તાલુકાઓની અંદર લોકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના મકાનની અંદર પાણી ઘૂસી ગયા છે. તો આ વિસ્તારમાં દુકાનદારોની દુકાનની અંદર પણ ગોઠણ સમાણા પાણી ભરાઈ ગયા છે. આ વરસાદને પગલે કુલ 50 કરતાં વધારે દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે.

રસ્તા ઉપર પણ પાંચથી છ ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે. તેમજ જે તાલુકાઓની નજીકથી નદીઓ પસાર થાય છે તેના ગામોમાં નદીના પાણી ઘુસી આવ્યા છે. સારા વરસાદને કારણે આ વિસ્તારના ખેડૂતોને ખૂબ જ ખુશીનો માહોલ બની ગયો છે. કારણ કે ગાજવીજ વરસાદને પગલે એકદમ ઠંડક સર્જાઈ ગઈ છે..

પાલનપુર ,ડીસા ,અમીરગઢ ,દિયોદર સહિતના વિસ્તારોની અંદર સતત પાંચ કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સાથે સાથે સૌરાષ્ટ્રના ગોંડલમાં માત્ર એક કલાકની અંદર ત્રણ ઇંચ વરસાદ વરસી જતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. આ ઉપરાંત લોધિકામાં પણ ધોધમાર પાંચિત વરસાદ વરસ્યો હતો.

બોરસદમાં આભ ફાડતાની સાથે છ કલાકની અંદર અગિયાર ઇંચ વરસાદ વરસ્યો. જ્યારે સુરતમાં સાત ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે વડોદરા ના પાદરામાં ચાર ઇંચ વરસાદ, જ્યારે વડોદરા સીટીમાં ત્રણ ઇંચ વરસાદ ,આ ઉપરાંત સૌરાષ્ટ્રના વલભીપુર પંથકમાં ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે..

જ્યારે કાલાવડ પંથકમાં ચારિત કરતા વધારે વરસાદ નોંધાતા ઠેર ઠેર મેઘમહેર જોવા મળી હતી. મીની વાવાઝોડાની અસરને પગલે આવનારા ચાર દિવસ સુધી હજી પણ ધોધમાર વરસાદ વરસશે તેવી આગાહી હવામાન શાસ્ત્રીય અંબાલાલ પટેલે તેમજ હવામાન વિભાગના નિષ્ણાતોએ જણાવી દીધી છે…

આ આગાહીના પગલે રાજ્યના ખેડૂતો રાજીના રેડ થયા છે. અને હોશે હોશે વાવણી કરવા ખેતરે પહોંચ્યા છે. કારણકે અમુક તાલુકાઓમાં મેઘમહેર થવાની બાકી હતી પરંતુ છેલ્લા બે દિવસની અંદર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાતા હવે લગભગ બધા જ તાલુકાઓમાં ભારે મહેક મહેર થઈ ચૂકી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પડોશી મહિલાને કપડા સુકવતી જોઈને નરાધમ યુવકે યોગા કરવાના બહાને કપડા કાઢીને કરી એવી હરકતો કે જાણીને ભલભલાને પરસેવો છૂટી ગયો.. વાંચો..!

અત્યારે ખૂબ જ વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જે દરેક વ્યક્તિઓએ જાણી લેવો જોઈએ અને …

Leave a Reply

Your email address will not be published.