રાજસ્થાન અને મધ્યપ્રદેશના અમુક ભાગોમાં તેમજ અરબસાગરમાં પણ લો પ્રેશર ની ઘટના સક્રિય થવાને કારણે મીની વાવાઝોડું ઉત્પન્ન થયું છે. અને આવનારા પાંચ દિવસની અંદર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ખેડૂતોમાં દુઃખનો માહોલ છવાઈ ગયો છે. તેમજ ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
કારણકે હજુ કેટલાક વિસ્તારોમાં વાવણી પણ થઈ નથી. અને કેટલા વિસ્તારોમાં હજુ પણ મેઘરાજાના આગમનને લઈને ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. એવામાં મીની વાવાઝોડાના સમાચાર આવતા એકાએક મુશ્કેલીનો મામલો સર્જાઈ ગયો છે. મીની વાવાઝોડાને પગલે ગુજરાતનો દરિયાકિનારો ગાંડોતુર થયો છે…
અને જુદા જુદા બંદરો ઉપર ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના તિથલ, ડુમ્મસ, સુવાલી, દમણ, અને વલસાડના દરિયા કિનારે અંદાજે છ થી આઠ ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા છે. આ સાથે સાથે દરિયામાં ભારે કરંટ પણ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલા જાફરાબાદ, બેડી, દીવ, પીપાવાવ, ભાવનગર, પોરબંદર, ઓખા,
દ્વારકા, નવલખી, મુદ્રા, માંડવી, ઝખો આ તમામ બંદરો ઉપર પણ ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. કારણ કે વાવાજોડું સક્રિય થતાની સાથે પવનની ગતિ 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાવા લાગ્યો છે. દરિયામાં ખૂબ ઊંચા મોજા ઉછાળવાને પગલે હવામાન વિભાગે માછીમારો અને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે..
આ સાથે જ માછીમારોને જણાવી દીધું છે કે, પાંચ દિવસ સુધી તેઓ પોતાની બોટને દરિયાકિનારે લંગર કરી દે, તેમજ કોઈ પણ માછીમારોએ દરિયો ખેડવા માટે દરિયાની અંદર પ્રવેશ કરવો નહીં. કારણકે આવનારા પાંચ દિવસ ગુજરાત ઉપર ખૂબ જ ભારે રહેવાના છે. બંગાળની ખાડીમાં એર સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.
તેમજ અરબ સાગરમાં લો પ્રેશર સર્જાવાને કારણે મીની વાવાઝોડું ઉત્પન્ન થયું છે. આ વાવાઝોડું ઉત્પન્ન થતા જ તે કઈ દિશામાં આગળ વધશે આ તમામ બાબતોની ચર્ચાને લઈને મોટી આફતના ભણકારાઓ પણ વાગવા લાગ્યા છે. ગુજરાતમાં મેઘરાજા જુદા જુદા વિસ્તારમાં વરસાદ વરસાવી રહ્યા છે.
આવનારા પાંચ દિવસમાં વાવાઝોડાની અસરને પગલે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદ વરસવાની આગાહી આપી છે. તેમજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના તાલુકાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ભારે ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા તેમજ ભારે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી આપી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]