ગત દિવસોમાં સમગ્ર દેશમાં મહિલાનું અપહરણ કરીને તેની સાથે દુષ્ક.ર્મ ગુજારવાના બનાવો આપણી સમક્ષ ખુબ જ બોહળા પ્રમાણમાં આવી રહ્યા છે અને તેઓનું અપહરણ કર્યા બાદ તેમની સાથે ગેંગરેપ પણ કરવામાં આવતો હોય છે ત્યારબાદ તે યુવતીને ઇજાગ્રસ્ત હાલતમાં મૂકી દેવામાં આવે છેઅને તે યુવતીઓની હાલત એટલી નબળી થઈ જતી હોય છે કે તે જીવી શકે તેમ પણ નથી રહેતી.
આવા બનાવો ગત દિવસોમાં ખૂબ જ બન્યા છે અને પોલીસ દ્વારા આરોપીને ઝડપી અને તેને સજા પણ આપવામાં આવી છે છતાં પણ હજુ ઘણા બધા લોકો એવા છે કે જેઓ છોકરી નું અપહરણ કરીને તેની સાથે ગેંગરેપ કરતા હોય છે, આના કારણે મહિલાઓ યુવતીઓ અને છોકરીના મનમાં સતત ને સતત ભય રહે છે તેઓને ભય હોય છે કે આવા લોકોના હાથે ન ચડે અને તેઓ ઘરની બહાર નિકળતા પહેલા ઘણી બધી વખત વિચાર કરતા હોય છે.
અને તેઓના જ શહેરમાં શાંતિ અનુભવતા નથી. આવો જ બનાવવા થોડા દિવસ પહેલાં જ બનવા પામ્યો છે સુરતના ઉમરા ના નંદનવન સોસાયટીમાં પોલીસ ની જાણકારી મુજબ આ નંદનવન સોસાયટીમાં બંગલા નંબર 18 રંગીલા પાર્ક ઉમરા ખાતે રહેતા આરોપી જયેશ ઉર્ફે જય હેમંત મુલાકાત 27 વર્ષીય મહિલા સાથે થઈ હતી દોઢ મહિના પહેલાં બંને વચ્ચે થયેલ ઓળખાણ મિત્રતામાં પરિણમી હતી.
આરોપી જય અને મહિલા વચ્ચે મુલાકાત વધતા તેમણે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આરોપીએ એટલે કે જયેશ દ્વારા મહિલા ને લગ્નની લાલચ આપી તેની સાથે તેના બંગલામાં જ શારીરિક સંબંધ બાંધ્યો હતો આ સમયે આરોપી જઈએ આ મહિલા નો વિડીયો ઉતાર્યો હતો આવા વીડીયા ના આધારે જયેશ દ્વારા તેને બ્લેકમેલ કરી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા.
અને યુવતી નો વિડીયો તે ફેલાવી દેશે તેના ડર માં અને તે તેની સાથે લગ્ન કરશે તેવી લાલચ માં યુવતી કશું બોલી શકતી પણ ન હતી. અને પોલીસમાં ફરિયાદ પણ કરી શકતી ન હતી ત્યારે જયેશ એ એક દિવસ સાંજે 6:00 કલાકે પોતાના બંગલા પર આ યુવતીને બોલાવી હતી તે સમયે જયેશની સાથે તેના 2 મિત્રો પણ હતા જયેશ ઉર્ફે જય હેમંતે તેના પોતાના બંગલાના બેડરૂમમાં મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
ત્યારબાદ જયેશ ત્યાં હાજર તેના મિત્ર યોગી પવાર અને એક અન્ય મિત્ર સાથે બળજબરીથી યુવતિને શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરી હતી. પીડિતાએ ના પાડતા આરોપીએ ભેગા મળીને તેને માર મારીને તેની સાથે બળા.ત્કાર ગુજાર્યો હતો એટલું જ નહીં આ ઘટના અંગે કોઈ ને કશું કહેવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
એક જ સાથે મહિલા પર તૂટી પડેલા નરાધમો એ ખુબ જ ગંભીર રીતે ઇજા પોહચાડી હતી અને પીડિત આરોપી જયેશ જય હેમંત યોગી પવાર અને અન્ય આરોપી સાથે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યાર બાદ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેઓના પર ગુનો નોંધીને તેઓની ઉપર કાર્યવાહી હાથ ધરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]