Breaking News

મહિલા ટ્રાફિક પોલીસની રોકડી કરવાની રીત જોઈને તમે પણ વિચારમાં મુકાઈ જશો, લાંચ લેતી મહિલા પોલીસનો વિડીયો થયો વાયરલ.. જુવો..!

અત્યારની પોલીસ પોતાનું કાર્ય ઈમાનદારીથી કરે છે. પરંતુ કેટલાક પોલીસો લાંચ લેતા હોય છે. અગાઉ પણ પોલીસ દ્વારા લાંચ લેવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ હવે નાગરિકો પહેલા કરતા જાગૃત બન્યા છે. જેથી લાંચ લેવા અને દેવાના પ્રમાણ માં ઘણો ઘટાડો થયો છે. પરંતુ હજુ પણ અમુક લોકો લાંચ લેતા પકડાતા હોય છે.

કેટલાક ભ્રષ્ટ પોલીસકર્મીઓ આમાંથી બચવા માટે અનેક યુકતિઓ અપનાવતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા પોલીસ કર્મી લાંચ લેતી ઝડપાય છે તેને આ યુક્તિ જોઈને તમે પણ ચોકી જશો. સોશિયલ મીડિયા પર વાયરલ થતો આ વિડીયો મહારાષ્ટ્રના પીપરી તાલુકાના સાંઈ ચોકનો છે.

જ્યાં એક મહિલા ટ્રાફિક પોલીસ રોડ પરથી પસાર થતી બે યુવતીઓ પાસેથી પૈસા લેતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે બે મહિલાઓ ગાડી લઈને આવી રહી હતી, ત્યારે મહિલા ટ્રાફિક પોલીસ તેમને ઉભા રાખીને નીચે ઉતારે છે. ત્યારબાદ થોડી વાતચીત બાદ એવું બને છે કે છે જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ગાડીમાંથી ઉતરેલી બે મહિલામા ની એક પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને ટ્રાફિક પોલીસના ખિસ્સામાં નાખી રહી છે. નવાઈની વાત તો એ છે કે ટ્રાફિક પોલીસના ખિસ્સામાં પૈસા મૂકતી વખતે તે પોલીસકર્મી કંઈ ન જાણતી હોય તેવું વર્તન કરવા લાગે છે. તેમજ પોતાનો ફોન કામ કરવાનું નાટક સરું કરી દે છે.

પૈસા લીધા બાદ તે મહિલા પોલીસ કર્મી બંને મહિલાઓને જવાની પરવાનગી આપે છે. તે મહિલા ટ્રાફિક પોલીસે માસ્ક પહેરેલું હોવાથી તેમનું મો જોઈ શકાતું નથી. પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવાને કારણે મહિલા પોલીસ કર્મીના ઉપરના અધિકારીને આ બાબતની જાણ થતા તેણે મહિલાની તમામ જાણકારી બહાર પાડી હતી.

તેમાં મહિલા ની ઓળખ સ્વાતિ સોનાર તરીકે કરાવવામાં આવી છે. તેના લાંચ લેવાના કાર્ય માટે તેને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવી છે. સ્વાતિ સોનાના જણાવ્યા પ્રમાણે આ વિડીયો જૂનો છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોવાને કારણે તેનો આ ગુનો ઝડપાયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *