હાલ દરેક લોકોથી ખુબજ સાવધાન રહેવું પડે છે. ક્યારે કોણ વ્યક્તિ લાલચમાં ફસાવીને છેતરપિંડી કરી જાય તેનું નક્કી હોતું નથી. ખૂબ મોટી છેતરપિંડીનો એક બનાવ ગાંધીનગરના કલોલમાંથી સામે આવ્યો છે. જેના કારણે પોલીસ તંત્ર તાત્કાલિક ધોરણે કાર્યરત થઈ છેતરપિંડી કરનાર લોકોની ધરપકડ કરવા માટે કાર્યવાહી ચલાવી છે..
કલોલની જય ભવાની રો હાઉસ સોસાયટીની અંદર યોગેશભાઈ પરસોતમભાઈ પરમાર રહેતા હતા. તેઓની સોસાયટી સ્નેહલબેન પરમાર નામની એક મહિલા વર્ષોથી રહેતી હતી. અને તે વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનની અંદર મહિલા કોન્સ્ટેબલ તરીકેની ફરજ બજાવતી હતી. એ પહેલા તે રાવપુરા પોલીસ સ્ટેશનમાં પણ ફરજ બજાવી ચૂકી છે..
યોગેશભાઈ આ મહિલાને ખૂબ સારી રીતે ઓળખતા હતા. થોડા વર્ષો પહેલા સ્નેહલબેન પરમાર નામની આ મહિલા કોન્સ્ટેબલ યોગેશભાઈને ઓળખાણ તેમના પતિ સાથે કરાવી હતી અને કહ્યું કે મારા પતિ ધવલ જુનાગઢ જિલ્લાના પોલીસ ઇન્સ્પેક્ટર છે. તેમજ તેમની ઓળખાણ ખૂબ મોટા મોટા રાજકારણીઓ અને મોટા મોટા અધિકારીઓ સાથે છે…
તેમજ ગાંધીનગરના દરેક અધિકારીઓને તેમના પતિ સાથે પર્સનલ ઓળખાણ છે. આવી મોટી મોટી વાતો કરતા જ યોગેશભાઈ વર્માએ આ મહિલા કોન્સ્ટેબલને જણાવ્યું કે, તેમના બંને ભાણેજ વિજ્ઞેશ અને જયેશ બંને સરકારી નોકરીની તૈયારી કરે છે. તેઓને સરકારી નોકરીની ખાસ જરૂર છે. જો તમારી ઓળખાણ હોય તો સરકારી નોકરી અપાવી દો..
બસ આટલું સાંભળતાની સાથે જ મહિલા કોન્સ્ટેબલે યોગેશભાઈ નામના યુવકને સાચે છેતરપિંડી કરવાનો વિચાર બનાવી લીધો હતો. હકીકતમાં તેમના પતિ કોઈ ઇન્સ્પેક્ટર હતા નહીં. પરંતુ તેણે ઇન્સ્પેક્ટરનું બાહનું આપીને આ યુવકને નીચવી નીચોવીને પૈસા પડાવવાનો પ્લાન બનાવી લીધો હતો. તેઓએ કહ્યું કે તેમના બંને ભાણિયોને પીજીવીસીએલની અંદર સરકારી નોકરી અપાવી દેશે..
તેમના હાથમાં એક વખત 12 લાખ રૂપિયા આપવા પડશે. એક વખત પૈસા આપ્યા બાદ તમારી સરકારી નોકરી પાકી સમજજો એમ કહીને આ મહિલાએ ઓનલાઇન ટ્રાન્જેક્શન અને ચેકના માધ્યમથી કુલ 11 લાખ 30 હજાર રૂપિયા આ યુવક પાસેથી જુદી જુદી રીતે પડાવી લીધા હતા. કટકે કટકે રકમ ભેગી કરીને કુલ 11 લાખ જેટલા રૂપિયા મહિલા કોન્સ્ટેબલ અને તેના પતિએ ભેગા કરી લીધા…
બાદ તેઓએ યોગેશભાઈના બંને ભાણેજને ઇન્ટરવ્યૂ માટે શૈક્ષણિક લાયકાતના પ્રમાણ પત્રો અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે જુનાગઢ બોલાવ્યા હતા. ત્યાં વેરિફિકેશન માટે તેઓ એક સરકારી કચેરીના બીજા માળ પર લઈ ગયા હતા. પરંતુ ત્યાં વેરિફિકેશન કરનાર સાહેબ હાજર નથી. અને કોઈ કામથી બહાર ગયા છે..
તેમ કહીને તેઓને ફરી પાછા ઘરે લઈ આવ્યા હતા તેઓએ જણાવ્યું કે, તમે એક વખત અગિયાર લાખ રૂપિયા જમા કરાવ્યા છે. હવે હું સાહેબને મળી લઈશ અને તમારું વેરિફિકેશન પણ થઈ જશે હવે માત્ર તમારી સરકારી નોકરીનો લેટર ટપાલ દ્વારા તમારા ઘરે પહોંચી જશે. અને તમને સરકારી નોકરી મળી જશે તેમ જણાવ્યું હતું.
પરંતુ ઘણો સમય વીતી ગયો છતાં પણ આવો કોઈ લેટર આવ્યો નહીં અને સરકારી નોકરીનો કોઈ અતો પતો હતો નહીં. એટલા માટે યોગેશભાઈ અને તેના બંને ભાણીયાઓએ ધવલ અને મહિલા કોન્સ્ટેબલ સ્નેહલબેનના ઘરે જઈને ઊભા રહ્યા હતા. અને જણાવ્યું કે, તમે અમારા ભાણેજને નોકરી અપાવો અથવા તો અમારા પૈસા અમને પાછા આપી દો..
પરંતુ આ બંને પતિ પત્નીએ થોડા સમયનો વાયદો માંગ્યો હતો અને થોડા દિવસ પછી તેઓને પૈસા પાછા અપાવી દેશે અથવા તો નોકરીમાં અટકતી તમામ બાબતો પૂર્ણ કરીને નોકરી પણ અપાવી દેશે તેમ જણાવ્યું હતું. પરંતુ કેટલાય દિવસો વીતી ગયા છતાં પણ પૈસાનો પણ કોઈ હતો પતો ન મળ્યો અને નોકરીનો પણ હતો ન મળતા તેઓ ફરી એક વખત તેમના ઘરે પહોંચ્યા હતા..
જ્યાં મહિલા કોન્સ્ટેબલ અને તેના પતિ ખૂબ જ ઉશ્કેરાઈ ગયા હતા. અને જોરથી ગાળો પણ બોલવા લાગ્યા હતા. અને ધ્યાનથી ધમકી આપી કે તું અમારું કશું ઉખાડી શકે નહીં. હવે તું જોઈ લેજે બે દિવસમાં તારું શું થાય છે. તું પૈસા લેવા માટે જીવતો જ નહીં રહે હું તને ધ્યાનથી મારી નાખીશ તેમ કહીને મન ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા.
યોગેશભાઈ અને તેમના બંને ભાણેજ હોય કલોલ પોલીસ મથકમાં આ બંને પતિ પત્ની સામે ફરિયાદ નોંધાવી છે. અને ૧૧ લાખ રૂપિયાની છેતરપિંડી થયા હોવાનો દાખલ કરાવ્યો છે. આવા લોકોથી હમેશા ચેતીને રેહવું જોઈએ. સરકારી નોકરીના બહાને કેટલાય લોકો લુંટાઈ ચુક્યા છે. હકીકતમાં સરકારી નોકરી કોઈના કહેવાથી મળી જતી નથી, તનતોડ મહેનત કરવી પડે છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]