ગુજરાતમાં રોજ ઘણા બધા કિસ્સાઓ નોંધાય છે. જે ખુબ જ રહસ્યમય હોય.. એવો વધુ એક કિસ્સો સાણંદમાં નોંધાયો છે. અહી લાલીબેન ગોપાલભાઈ ભરવાડ અને તેની દીકરી ઋત્વીબેન બંને નાના હરીપુરા ગામમાં રહેતા હતા. થોડા દિવસ પહેલા તે વિરમગામના હરીપુરા ગામે તેના પિતા કાળુભાઈના ઘરે રહેવા માટે આવ્યા હતા..
લાલીબહેન કોઈને કોઈ કારણોસર ચિંતિત રહેતા હતા. તે પોતાના પિતાના ઘરે મળવા માટે આવ્યા હતા. એક દિવસ લાલી બેન અને તેની દીકરી ઋત્વી બેન બંને ઘરેથી નીકળી ગયા હતા. અને જણાવ્યું હતું કે અમે મેલડી માતાના મંદિરે દર્શન કરવા માટે જોઈએ છીએ. તેઓ સવારે નીકળ્યા હતા…
પરંતુ સાંજ સુધી તેઓ ઘરે પાછા ફર્યા ન હતા. એટલા માટે ઘણા લોકોને ચિંતા થવા લાગી હતી. સમગ્ર પરિવાર અમારી ને ગોતવા માટે નીકળી પડ્યો હતો. પરંતુ તેઓનો કોઈ પણ જગ્યાએ હતો ન મળતાં તેઓ અંતે પોલીસમાં જાણ કરી હતી. અને પોતાની દીકરી લાલી બેન તેમજ લાલીબહેનની દીકરી રુતવી બહેનને શોધવા માટે જાણ કરી હતી..
પરંતુ પોલીસને વિરોચનનગરની કેનાલ માંથી અચાનક જ બે લાશ મળી હતી. આ લાશ માળતાની સાથે જ તેઓએ કાળુભાઈ અને તેમના પરિવારને આ લાશની ઓળખ કરવા માટે બોલાવ્યા હતા. જે જગ્યાએ લાશ મળી હતી ત્યાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આસપાસના ગામોમાં ચકચાર મચી ગયો હતો..
કાળુભાઈ અને તેનો પરિવાર આ લાશને ઓળખ કરવા માટે આવ્યા અને લાશ પરથી કપડું હટાવીને જોયું તો તેઓના મોતીયા મરી ગયા હતા કારણ કે આનાથી તેમની દીકરી લાલીબહેન તેમજ લાલીબહેનની દીકરી ઋત્વી બહેનની હતી. તેઓ વિચારમાં પડી ગયા હતા કે તેઓ શા માટે આ પગલું ભર્યું છે…
શું ખરેખર આપઘાત છે કે પછી કોઈ હત્યા કરી નાખી છે..? આ તમામ પ્રશ્નો તેઓને સતાવતા હતા. પોલીસે આ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી. જેમાં ખુલાસો થયો હતો કે લાલીબહેને પોતાના શરીરના છાતીના ભાગમાં દુપટ્ટો બાંધ્યો હતો. આ દુપટ્ટામાં રુતવીબેહનને પણ બાંધી દીધી હતી..
અને ત્યારબાદ તે કેનાલમાં પડી ગઈ હતી. દુપટ્ટો શરીર સાથે એકદમ કડક બાંધ્યું હતું એટલા માટે રુતવી બહેનનું પાણીમાં ડૂબવાથી મોત થયું હતું. અને લાલીબહેન પણ કેનાલમાં ડૂબી જતા મોત થયું હતું. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. આ ઘટના બન્યા બાદ પરિવારમાં શોક છવાઈ ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]