Breaking News

મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી રસ્તા ફેરવાયા બેટમાં, ચારે કોર પાણી જ પાણી દેખાતા જન જીવન ખોરવાયું, જાણો ક્યાં પડ્યો કેટલો વરસાદ..?

હવામાન વિભાગે અને જાણીતા હવામાનશાસ્ત્રીઓએ પણ આગાહી આપી હતી કે, 24 તારીખે લઈને 29 તારીખ સુધી વરસાદનો પ્રથમ રાઉન્ડ ધમાકેદાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસાવવા જઈ રહ્યો છે. જ્યારે 29 જૂન થી 5 જુલાઈ વચ્ચે વરસાદનો બીજો રાઉન્ડ સક્રિય થઇ જશે. કારણ કે બંગાળની ખાડીમાં અને અરબી સાગરમાં સતત લો પ્રેશર સર્જાઇ રહ્યું છે..

આ ઉપરાંત અરબી સમુદ્રમાં એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના પગલે ગુજરાતમાં જુલાઈ મહિનો બેસતા જ વરસાદ ધબધબાટી બોલાવી દેશે. તેવી આગાહી આપી દેવામાં આવી છે. આ તમામ આગાહી અનુસાર છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે..

જેમાં સાબરકાંઠા, મહેસાણા ,જુનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, કચ્છ, અરવલ્લી, અમદાવાદ, આણંદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને જામનગરમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. અમે જણાવી દઈએ કે જે જીલ્લાઓના મોટા ભાગના તાલુકાઓમાં વરસાદ પડ્યો હોઈ તેને સાર્વત્રિક વરસાદમાં સામેલ કરવામાં આવે છે.

અમુક તાલુકાઓ વરસાદથી વંચિત હોઈ એ પરતું એ જ જીલ્લાના મોટા ભાગના તાલુકામાં વરસાદ ખાબક્યો હોઈ તો તે સાર્વત્રિક વરસાદમાં સામેલ થાય છે. આ વરસાદ વરસવાને કારણે કેટલાક જિલ્લાઓમાં ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. તો કેટલાક જિલ્લાઓમાં માઠા સમાચાર સામે આવતા ઘણા લોકોને ભારે દુઃખ સહન કરવાનો વારો આવ્યો છે..

મહેસાણા જિલ્લામાં મેઘરાજાએ મનમુકીને વરસાદ વરસાવી દેતા ઠેર-ઠેર રસ્તાઓ પર પાણી ભરાયા હતા. આ ઉપરાંત કચ્છ જિલ્લામાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો હતો. જેના પગલે અંજાર, માંડવી, સતાપર અને જુદા જુદા વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા વરસવા લાગ્યાં છે.

અરવલ્લીના ધનસુરામાં પણ માત્ર અડધો કલાકની અંદર બે ઇંચ વરસાદ વરસી જતા તમામ રસ્તાઓ બેટમાં ફેરવાઇ ગયા છે. જ્યારે મોડાસા અને નડીયાદ હાઈવે ઉપર પણ પાણી ભરાયા છે. બસ સ્ટેશન પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે. આ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ચારેકોર પાણી જ પાણી દેખાવા લાગ્યા છે. જેના પગલે વાહન વ્યવહાર ઠપ થયો છે..

તો કેટલાક લોકો પોતાના ઘરની બહાર નીકળવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ઉપલેટા પંથકમાં તેમજ ઘરાડા અને ખાખરીયા સહિત ગામોમાં ખેતરોની અંદર ગોઠણ સુધીના પાણી ભરાયા છે. લાંબા વિરામ પછી વરસાદ પડતા ખેડૂતો રાજીના રેડ બન્યા છે. અમુક તાલુકાઓમાં ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. તો અમુક તાલુકાઓમાં વીજળી ત્રાટકવાની લીધે મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા છે..

જેમાં દ્વારકાના વીજલપર ગામમાંથી વીજળી પડતા ૩ ભેંસોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત રીંછવાડામાં ભારે પવન અને વંટોળની સાથે વીજળી ત્રાટકી હતી. જેના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. મોરબીના માળિયા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું જેના પગલે જુદી જુદી જગ્યાઓ ઉપર 7 વીજળી પડી છે. જેમાં નવાગામ, માળીયા, દલડા, ખાખરેચી, પીપળીયા, તરઘરી ગામોનો સમાવેશ થાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *