લોકો ઉનાળામાં કાળઝાળ ગરમી સામે લડી રહ્યા છે અને ગરમીનો સામનો કરી રહ્યા છે. અત્યારે બરાબરનો ઉનાળો ચાલી રહ્યો છે. શહેરમાં ગરમીમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે. પરંતુ ગામડાઓમાં ખેડૂતોને ખેતી કરવા માટે ઘરની બાર જવું જ પડે છે. ખેડૂતો આ ઉનાળામાં પણ ઉનાળુપાક લેતા હોય છે.
આ વર્ષે ચોમાસું વહેલું આવાના નિર્દશો મળી રહ્યા છે. 27 મે એ મેઘરાજાની આગમનની આગાહી મળી રહી છે. આ વર્ષે ચોમાસું વહેલું છે એવું કહી રહ્યા છે. અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ખેડુતોને 2 ઇંચ જેટલા વરસાદની જાણ થઇ છે તેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે છે. એમ તો ખેડૂતોને ખેતરોમાં હજુ ઉનાળુ પાક ઉભા છે. જે એમતો થોડા દિવસમાં આ વાવણી પૂરી થઇ જાય છે.
આ વર્ષે વરસાદ મુખ્યત્વે 3 તબક્કામાં પડશે તેવી આગાહી રાજ્યના મોટા મોટા હવામાન શાસ્ત્રીઓ અને હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે. આ વર્ષે વરસાદનું આગમન થતાની સાથે જ દક્ષીણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તોફાની પવનો શરુ થશે અને ત્યાર બાદ આંધી સાથે વરસાદ શરુ થશે.
ચોમાસું વહેલું આવે તો આ વર્ષ સારું થશે એવી સંભાવના છે. ખેડૂતોને પાણીની અછત ભોગવી ન પડે ખેતરોમાં કુવાઓ, તળાવો, બોર બધામાં પાણી ભરાય જાય તો વાવણી સારી થાય છે અને ખેડૂતોને પાક પણ સારો થાય છે. 27 મે સુધીમાં વરસાદ થતા લોકોમાં શાંતિ જોવા મળી છે આ ઉનાળાની ગરમી અને તડકાથી લોકોને છુટકારો મળી જાય.
અમુક વિસ્તારો માં આ ઉનાળુ પાકની સારી એવી ખેતી થાય છે તો અમુક વિસ્તારોમાં પાણી જરૂરી બની બને છે. તો એ ખેડૂતો વધારે ખુશ જોવા મળે છે. કુવા,બોર અને તળાવો કે જે પાકોને પાણી પૂરું પડે છે અને પાણીની વ્યવસ્થા છે તો ત્યાં 20 મે બાદ વાવણી ચાલુ થઇ જશે. આ ઋતુવાળા પાકની વાવણી કરી પોતાનું જીવન ગુજારતા હોય છે.
ખેડૂતો ઉનાળામાં અડદ,બાજરી,મગ,તલ જેવા પાકો કરે છે જે ચોમાસું વહેલું આવતા વહેલો વરસાદ થાય તો પાકોને નુકશાન થાય એનાથી પણ ચિંતામાં મુકાયા છે. ખેડૂતોને એક બાજુ સારા સમાચાર મળી રહ્યા છે અને એક બાજુ માઠા સમાચાર મળી રહ્યા છે. એમ તો વરસાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ પડશે એવી આગાહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]