ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ખેડૂતોની સાથે સાથે અન્ય વ્યક્તિઓમાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસા બેસતાની સાથે જ ખેડુતોએ વાવણી શરૂ કરી દીધી છે. તેમજ જે લોકો ઉનાળાની ગરમીથી કંટાળી ચુક્યા હતા. તે તમામ લોકોના શરીર પર વરસાદના છાંટા પડતાની સાથે જ એકદમ પ્રફુલ્લિત બની ગયા છે.
અને ઠંડકનો આનંદ માણી રહ્યા છે. પરંતુ ચોમાસાનો પહેલો વરસાદ પડતાની સાથે જ અમદાવાદ શહેરમાં ખૂબ જ ખરાબ અને દુખદ સમાચાર આવી પહોંચ્યા છે. અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં શુભ લક્ષ્મી સોસાયટી આવેલી છે. આ સોસાયટીની પાસે શીનવા સોસાયટીમાં પીન્ટુભાઇ પોતાના પરિવાર સાથે રહે છે.
પરિવારમાં પીન્ટુભાઇ તેમની પત્ની અને તેમના એક નાનકડા દીકરા નો સમાવેશ થાય છે. દીકરાની ઉંમર 10 વર્ષની હતી. અમદાવાદ શહેરમાં સાંજના સમયે હળવો મધ્યમ વરસાદ વરસવા લાગ્યો હતો. શહેરમાં પહેલીવાર વરસાદ વરસતાની સાથે જ સોસાયટી ના સૌ કોઈ લોકો વરસાદમાં નહાવાની મોજ મજા માણવા માટે ઘરની બહાર આવી નીકળ્યા હતા.
એવામાં પીન્ટુભાઇના દસ વર્ષનો દીકરો ઘરની બહાર વરસાદની મોજ લઇ રહ્યો હતો. તેવામાં અચાનક જ તે સ્ટ્રીટ લાઇટના થાંભલા નડ્યો હતો અને દસ વર્ષના બાળકને જોરદાર કરંટ લાગ્યો હતો. અને બે જ સેકન્ડમાં તેનું મૃત્યુ થયું હતું. આ કરંટ એટલો બધો જોરદાર હતો કે દસ વર્ષના દીકરાને ઉછાળીને ક્યાંય ફેંકી દીધો હતો. તેના શરીરમાં કરંટના કારણે પંચર પડી ગયા હતા.
આ દ્રશ્ય જોતાની સાથે જ પીન્ટુભાઇની પડોશમાં રહેતા એક મહિલાએ પીન્ટુભાઇના દીકરાને બચાવવા માટે આવી પહોંચ્યા હતા. તેઓ જેવા પીન્ટુભાઇના દસ વર્ષના દીકરાને અડક્યા કે તેઓને પણ કરંટ લાગ્યો હતો. અને જોતજોતામાં તેમનું પણ મૃત્યુ થયું હતું. મોઢા માંથી કોઇપણ પ્રકારની ચીખ નીકળે એ પહેલાં જ જીવ જતો રહ્યો હતો.
પહેલા વરસાદની ખૂબ જ માઠી અસર પડવાને કારણે પીન્ટુભાઇ ના પરિવારજનો તેમજ પડોશમાં રહેતા પરિવારજનો આઘાતમાં ચાલ્યા ગયા હતા. આ સમાચાર જોતામાં તો સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયા હતા. આ બન્ને વ્યક્તીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી આપ્યા છે. અને ત્યારબાદ તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવશે. આ બંને પરિવારો ઉપર આફતોના આભ ફાટી નીકળ્યો છે.
પીન્ટુભાઇ જણાવ્યું કે તેમનો દીકરો ગેટ ની અંદર આવતો હતો એ સમય દરમિયાન તેઓ જ્યારે ગેટની અડક્યો ત્યારે તેને અચાનક જ કરંટ લાગ્યો હતો. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરતા દસ વર્ષના દિકરાના માતા-પિતાએ પોક મૂકી હતી. કારણ કે તેમનો લાડકવાયો દીકરો હવે આ દુનિયામાં રહ્યો હતો નહીં.
વરસાદની સિઝન શરૂ થતાની સાથે જ કોઈ લોકો ખૂબ જ આનંદ માણી રહ્યા હોય છે. પરંતુ જેમ-જેમ વરસાદ ની સિઝન આગળ વધતી જાય તેમ તેમ રાજ્યમાંથી માઠા સમાચાર પણ સામે આવવા લાગે છે. જેમ કે ખેતરમાં વીજળી પડવાથી મૃત્યુ થાય કોઇ વન્ય જીવો કે પાલતુ પ્રાણીઓ પણ વરસાદના પાણીના કારણે ભારે હાલાકીનો ભોગ બનવું પડે ગામની અંદર વરસાદ પુર તેમજ નદીનાં પાણી પણ ધસી આવે છે..
માઠા સમાચાર નો સામનો કરવો પડતો હોય છે. પરંતુ વરસાદની શરૂઆત થતાની સાથે જ એક સાથે બે વ્યક્તિઓના મૃત્યુ થવાનો મામલો સામે આવ્યો છે. આ સાથે સાથે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસની અંદર અંદર અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં ગાજવીજ વરસાદ ની આગાહી આપવામાં આવી છે. આગાહી મારફતે શહેરના વાતાવરણમાં એકાએક જ પલટો નોંધાયો જશે અને ત્યાર બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]