Breaking News

MBBS ના વિદ્યાર્થીએ કોલેજના ધાબા પરથી મારી દીધી મોતની છલાંગ, સાયરન વગાડતો પોલીસનો કાફલો આવ્યો ઘટનાસ્થળે..!

આજકાલ વિદ્યાર્થીઓને ભણવાનું પ્રેશર ખૂબ જ સતાવતું હોય છે. અવારનવાર ભણવાની બાબતોને લઈને તેઓ ખૂબ જ ટેન્શન માં રહેતા હોય છે. કારણ કે તેઓને ભવિષ્યના દરેક પગલા ની ચિંતા હોય છે. તેમજ તેમની સામે કેટલી બધી ચુનોતી હોય છે. તેમાંથી બહાર નીકળવા માટે મહેનતની દરેક દીવાલોને તોડવી પડે છે.

વિદ્યાર્થીઓની ઉંમરમાં ઘણી બધી વાર માનસિક સ્થિતિ ખૂબ જ નાજુક બની જતી હોય છે. એવા સમય દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ વધુ પગલું ભરી લેતા હોય છે. જેના પગલે માતા-પિતા તેમજ પરિવાર પણ ખૂબ ઊંડા આઘાતમાં ચાલ્યો જતો હોય છે. હાલ આવા પ્રકારનો એક કિસ્સો પાલનપુરની એક કોલેજમાંથી સામે આવ્યો છે.

પાલનપુરની બનાસ મેડીકલ કોલેજમાં ભિલોડા ગામનો જતીન કિર્તીભાઈ દરજી નામનો વિદ્યાર્થી એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીનું ભણવામાં ખૂબ સારુ પ્રદર્શન હતું, પરંતુ વિદ્યાર્થી જતીનને બનાસ મેડીકલના ધાબા પરથી મોતની છલાંગ લગાવીને આપઘાત કરી લીધો છે..

આ ઘટના સામે આવતાની સાથે જ સમગ્ર કોલેજ વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. તેમજ વિદ્યાર્થીઓમાં પણ ખૂબ અલગ પ્રકારનો જ ડર બેસી ગયો છે. આ ઘટના બનતાની સાથે જ પોલીસના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગળની તપાસ પણ હાથ ધરી છે. પોલીસે વિદ્યાર્થી જતીનની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે.

તેમજ તેની આસપાસ રહેતા વિદ્યાર્થીઓને તેમજ તેના માતા-પિતા અને અન્ય પરિવારજનોને પણ આ બાબતની જાણ કરીને આપઘાત પાછળનું કારણ જાણવા માટે પોલીસ મથામણ કરી રહી છે. આગળ પણ પાટણના એક વિદ્યાર્થીએ પોતાની કોલેજમાં ફી ભરવા માટે જાવ છું..

એમ કહીને નીકળ્યા બાદ એક અઠવાડિયા સુધી ઘરે પરત ફર્યો હતો. જેના પગલે પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ એક દિવસ અચાનક જ નર્મદાની મોટી કેનાલ માંથી કેનાલની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોએ કેનાલ માં લાશ તરતી જોઈ હતી..

એટલા માટે તેઓએ પોલીસને ફોન કરીને જણાવ્યું હતું. પોલીસે જોયું તો આના તેઓને મળેલી ફરિયાદ મુજબ એક વિદ્યાર્થીની છે. તેઓએ એ વિદ્યાર્થીના માતા-પિતા અને આ અંગેની જાણ કરી હતી. આ લાશ કેવી રીતે અહીંયા પહોંચી અને આ વિદ્યાર્થીએ આત્મહત્યાનું પગલું ભર્યું છે કે કોઈ તેને ધક્કો દઈને હત્યા કરી છે..

એ બાબતની તપાસ ચાલી રહી છે. એવામાં વધુ એક બનાવ પાલનપુરના મોરીયા ખાતે આવેલી બનાસ મેડિકલ કોલેજમાંથી બની જતા વિદ્યાર્થીઓ અને વાલી મંડળ માં ફફડાટ મચી ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *