રોજબરોજ ઘણા બધા કિસ્સાઓ સામે આવે છે. જેમાંથી મોટાભાગના આપઘાતના કિસ્સા આર્થિક સંકળામણને કારણે તેમજ વ્યાજખોરોના ત્રાસ અને ઘરેલુ કંકાસને કારણે આવતા હોય છે. પરંતુ હવે છેલ્લા બે મહિનાની અંદર અંદર કુલ 10 એવા બનાવો બની ચૂક્યા છે કે જેમાં 18 વર્ષ કરતાં નાની ઉંમરના યુવક યુવતીઓ આપઘાત કરવા તરફ પ્રેરાયા છે..
અને હવે વડોદરાના સિનોર તાલુકાના સાંતળી ગામમાં માત્ર 11 વર્ષના એક બાળક કે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકવી દીધું છે. 11 વર્ષની ઉંમરમાં બાળકની હસ્તી ખેલતી જિંદગી ભુલાવી દઈને તે આવા ઉંધા રવાડે ચડી ગયો હતો. 11 વર્ષની ઉંમરમાં બાળકને એવું તો શું દુખ આવી પડ્યું હશે કે જેના કારણે તેને આપઘાતનું પગલું ભરવું પડ્યું..?
સાદલી ગામના ટીમ્બરવા રોડ ઉપર સહયોગ સોસાયટીની ખુલ્લી જગ્યાઓમાં છેલ્લા આઠ વર્ષથી છગન કાળુભાઈ માવી પોતાના પરિવારજનો સાથે રહે છે. છગનભાઈને કુલ ચાર સંતાનો છે. જેમાં 13 વર્ષની દીકરી લલ્લી સૌથી મોટી છે. જ્યારે 11 વર્ષનો રાજેશ તેનાથી નાનો ત્યારબાદ, 8 વર્ષનો જીગ્નેશ અને 6 વર્ષની દીકરી રીનુંનો સમાવેશ થાય છે..
આ ચારે બાળકમાંથી એક પણ બાળક અભ્યાસ કરતો હતો નથી અને પોતાના માતા પિતાની સાથે મજૂરી કામ કરવા જતા અને જે પૈસા મળતા તેનાથી સમગ્ર પરિવારનું ગુજરાન ચાલતું હતું. 11 વર્ષ નો દીકરો રાજેશ થોડા દિવસ માટે તેના મોટા પપ્પાના ઘરે રહેવા માટે ગયો હતો અને બીજા દિવસે તે પોતાના ઘરે પરત આવતા જ તેનું વર્તન ખૂબ જ બદલાઈ ગયું હતું..
તે ગોવિંદ પાર્ક સોસાયટીની પાછળ કાંતિભાઈ પટેલના ખેતર પાસે આવેલા લીમડાના વૃક્ષની ડાળી ઉપર નાયલોનની દોરી બાંધી દીધી હતી અને ત્યાં ફંદો તૈયાર કરીને ઘણો ફાંસો ખાઈ લીધો હતો. 11 વર્ષની ઉંમરમાં જે બાળકને ભણવું જોઈએ તેમજ રમવું જોઈએ. તે બાળક આપઘાત કરી લેતા પરિવારજનોના મોઢા ફાટેલા રહી ગયા હતા.
આ બાળકે કયા કારણોસર આપઘાત કર્યો તે જાણવા સૌ કોઈ લોકો મથામણ કરી રહ્યા છે. જ્યારે પોલીસને આ બાબતની જાણ થઈ કે માત્ર 11 વર્ષના એક વાક્ય આપઘાત કરી લીધો છે. ત્યારે તેણે બાળકના માતા પિતાની પૂછતા જ સળગવાની શરૂ કરી દીધી હતી અને ત્યારે બાળકના પિતાએ જે કહ્યું તે સાંભળીને ભલભલા લોકો પહોંચી ગયા હતા. તેણે પોતાને નજર સામે પોતાના બાળકને લટકતા જોયો છે..
અને તેઓએ પોલીસને જણાવ્યું હતું કે, મેં અગાઉ લેખિતમાં પણ આપ્યું છે કે, મારો છોકરો હવે મારામાં કહેવામાં રહ્યો નથી. એટલા માટે તેના આપઘાતને લઈને અમારા પરિવારજનોનો કોઈ પણ દોષ નથી. પોલીસે મૃતક બાળકના પિતાનું આ નિવેદન નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ આ નિવેદન સામે આવ્યા બાદ સૌ કોઈ લોકો ચોકી ગયા છે..
પોલીસે બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી લીધું છે. અને આ મૃતદેને તેના વાલીઓને પણ સોંપી દીધો છે. આ બાળકે શા માટે આપઘાત કર્યો તેનું કારણ જાણવા માટે હાલ પોલીસ ખૂબ જ મથામણ કરી રહી છે. અને પ્રાથમિક તપાસો પણ શરૂ કરી છે. તેના આધાર પર બાળકે શા માટે આપઘાત કર્યો છે.
તેનું કારણ ચોક્કસ રીતે જાણી શકાશે. પરંતુ સૌ કોઈ લોકોને તેના માતા-પિતા ઉપર ક્યાંકને ક્યાંક શંકા જઈ રહી છે. કારણ કે તેના પિતાએ કહ્યું કે, બાળક અમારા માન્યામાં રહ્યો હતો નહીં અને તેઓને પોતાના દીકરાના ગુમાવવાનું કો.ઈ પણ પ્રકારનો દુઃખ પણ દેખાઈ આવ્યો નથી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]