મટકી ફોડવા ગયેલો 15 વર્ષનો દીકરો દીવાલ નીચે દબાઈ જતા થયું મોત, જોઇને લોકો બેધાર આંસુએ રડી પડ્યા..!!

નાના બાળકો સાથે અનેક દુર્ઘટનાઓ બની રહી છે. જેને કારણે બાળકોના પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આવી ઘણી બધી ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. હાલમાં રાજ્યમાં તહેવારો ચાલુ થયા છે. આ તહેવારો દરેક જિલ્લાના લોકો ખૂબ જ ધૂમધામથી મનાવી રહ્યા છે. લોકો આનંદ લેવા માટે તહેવારો ઉજવી રહ્યા છે.

ગઈકાલે જન્માષ્ટમીનો તહેવારો હતો. જેને કારણે રાજ્યભરમાં લોકો મટકી ફોડીને આનંદ લઈ રહ્યા હોય છે. જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરી રહ્યા હોય છે. આ દરમિયાન રાજ્યમાં ઘણા બધા શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં મટકી ફોર્ડના કાર્યક્રમો કરવામાં આવ્યા હોય છે. જેમાં લોકો સાથે ઘણી બધી દુર્ઘટનાઓ સર્જાય ગઈ હતી.

મટકી ફોડમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓ જોડાઈ છે. તેઓ ખૂબ જ ધૂમધામથી આ તહેવારને મનાવી રહ્યા હોય છે. પરંતુ હાલમાં આવી જ એક મટકી ફોડ કાર્યક્રમમાં એક બાળક સાથે દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. જેમાં બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના અમદાવાદ શહેરમાં બની હતી.

અમદાવાદ શહેરમાં ખૂબ જ સારું એવું મટકી ફોડના કાર્યક્રમનું આયોજન દરેક વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું. પરંતુ અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં મટકી ફોડ કાર્યક્રમમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ હતી. દરિયાપુર વિસ્તારમાં એક પરિવાર રહેતું હતું. પરિવાર હનુમાન પોળમાં રહેતું હતું.

હનુમાન પોલમાં ખૂબ જ મોટું મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં એક પરિવારનો દીકરો આ મટકી ફોડ ના કાર્યક્રમને ધૂમધામથી માણી રહ્યો હતો. આ દીકરો 15 વર્ષની ઉમ્રનો હતો. 15 વર્ષના દીકરાએ મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેઓ ઉપર ચડીને મટકી ફોડવાની તૈયારી કરી રહ્યા હતા.

જેને કારણે મટકી ખૂબ જ ઊંચી બાંધવામાં આવી હતી. બે દીવાલો વચ્ચે મટકીનો આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે જે દિવાલ સાથે મટકીની દોરી બાંધી હતી. તે દિવાલ અચાનક ધરાશાહી થઈ હતી. તેની બાજુમાં આવેલો ચબૂતરો પણ ધરાશાહી થયો હતો. જેને કારણે આ યુવક મટકી ફોડવા માટે ઉપર ચડ્યો તે સમયે દિવાલ અચાનક તેના પર આવી પડી હતી.

આ યુવક દીવાલ નીચે દબાઈ ગયો હતો. જેને કારણે તેની સાથે મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ હતી. તરત જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. દિવાલમાંથી ઘણા બધા લોકોને ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. આ યુવકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયુ હતું. પરિવારના લોકો દીકરાને જોઈને ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા.

તેના દીકરાનું અચાનક જ મૃત્યુ થઈ જતા તેઓ આઘાત સહન કરી શક્યા ન હતા. દીકરાની માતા તે જ જગ્યા પર ઢળી પડી હતી. ત્યારબાદ તરત જ એમ્બ્યુલન્સને ફોન કરીને તમામ ઇજાગ્રસ્ત લોકોને સારવાર તે માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. પરિવાર સાથે આવી મોટી દુર્ઘટના સર્જાઈ જતા તેમણે પોતાના દીકરાને ગુમાવ્યો હતો.

આજકાલ તહેવારોની ઉજવણી કરી રહેલા લોકો સાથે ઘણી બધી મુશ્કેલીઓ પણ સર્જાઈ રહી છે. મટકી ફોડ કાર્યક્રમમાં એક બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ ગંભીર અકસ્માત થયો તેની ફરિયાદ નોંધી હતી. વિસ્તારની દરીયાપુર પોલીસ આગળની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment