માથાનો દુઃખાવો અને જોરદાર ઉલટીઓ થવા લાગતા મહિલા ડોક્ટર પાસે ગઈ, ડોકટરે કરી નાખ્યું એવું કે એક જ ઝાટકે મહિલાનો જીવ જતો રહ્યો.. ચેતજો..!

આજના સમયમાં ઘરેથી બહાર નીકળતા ક્યારેય કોની સાથે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. પરિવારના લોકો બીમાર પડતા તેમને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવે છે પરંતુ ક્યારેક ડોક્ટરની બેદરકારીને કારણે લોકો પોતાના જીવને જોખમમાં પણ મૂકી રહ્યા છે. જોકે બધા ડોક્ટર સરખા નથી હોતા.

ઘણા બધા ડોક્ટરો પોતાના જીવને જોખમમાં મૂકીને લોકોને જીવ પણ બચાવી રહ્યા છે. પરંતુ હાલમાં એની ઘટના સામે આવી છે કે જે જોઈને દરેક લોકો પોતાની સારવાર કરાવતા પહેલા સો વિચાર કરશે. આ ઘટના ઉંધીરા ગામમાં રહેતા પરિવારની મહિલા સાથે બની હતી. મહિલાનું નામ સરસ્વતી આહીરવાર હતું.

તેમની ઉંમર 27 વર્ષની હતી. તેમના પતિનું નામ સીતારામ અહિરવાર છે. તેઓ પોતાના પરિવારમાં તેમના સાસુ સસરા સાથે રહેતા હતા. સરસ્વતી અને સીતારામના લગ્ન થયા તેને 4 વર્ષ થયા હતા. તેને સંતાનમાં 2 બાળકો છે. એક દિવસ સરસ્વતીની તબિયત બગડી હતી તેમને ઉલટી અને માતાનો દુખાવો થઈ રહ્યો હતો.

જેના કારણે સરસ્વતીને તેમનો પતિ સીતારામ સારવાર માટે દેવરી લઈ ગયા હતા. દેવરીમાં બસ સ્ટેન્ડ પાસે આવેલા વિશ્વાસ ફાર્મા ક્લિનિકમાં સરસ્વતીની સારવાર માટે લઈ જવામાં આવી હતી. સરસ્વતીનો વારો આવતા તેમની સારવાર કરી હતી. સરસ્વતીને એક ઇન્જેક્શન આપ્યું હતું અને થોડીક દવાઓ આપી હતી.

પરંતુ ઇન્જેક્શન આપીને તેઓ ઘરે પહોંચ્યા તેના થોડા સમય પછી તરત જ સરસ્વતીની વધુ તબિયત ખૂબ જ બગડી હતી અને તે બેભાન થઈ ગઈ હતી. જેના કારણે પરિવારના લોકો તેમને ફરીથી ડોક્ટર પાસે લઈ ગયા હતા. ત્યારે ડોક્ટરે સરકારી હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું હતું. જેના કારણે પરિવારના લોકો સરસ્વતીને લઈને સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા.

અને ત્યાં ડોક્ટરે સરસ્વતીની તપાસ કરી હતી. તે સમયે ડોક્ટરે જણાવ્યું હતું કે, સરસ્વતીનું મૃત્યુ થઈ ગયું છે. તેમના મૃત્યુની જાણ થતા તેમનો પતિ સીતારામ આઘાતમાં આવી ગયો હતો. સરસ્વતીનું અચાનક આવું કરુણ મૃત્યુ થઈ જતાં તેમના બાળકો નિરાધાર થઈ ગયા હતા. એક ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું હતું.

તેના લીધે સરસ્વતીની આવી હાલત થઈ ગઈ હતી. પરિવારના લોકોએ તરત જ ડોક્ટર સામે દેવરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરિવારના લોકો ખૂબ જ રડી રહ્યા હતા. સરસ્વતીના બંને બાળકો નિરાધાર થઈ ગયા હતા અને સીતારામે પણ પોતાની પત્નીને નજર સામે ગુમાવી હોવાને કારણે તેઓ પણ આઘાત સહન કરી શક્યા નહીં.

પોલીસે કેસ નોંધીને આગળની તપાસ કરી રહી હતી. તે સમયે પોલીસ ક્લિનિક પર તપાસ માટે પહોંચીત્યારે દવાખાનું બંધ કરીને ડોક્ટર ભાગી ગયો હતો અને પોતાનું ક્લિનિક બંધ કરીને તે ઘરે પણ ગયો ન હતો. પોલીસ ઘરે ડોક્ટરને શોધવા માટે પહોંચી હતી. ત્યારે ડોક્ટર ઘરે મળ્યો નહીં જેના કારણે પોલીસે ડોક્ટરને શોધવા માટે આગળની કાર્યવાહી ચાલુ કરી હતી.

ડોક્ટરનું ક્લિનિકને સીલ કરી દીધું હતું. આજકાલ આવી ઘટનાઓ ખુબ બની રહી છે. જેના કારણે પરિવારના લોકો પોતાના અંગત વ્યક્તિઓને ગુમાવી રહ્યા છે અને લોકોને પોતાની બીમારીથી આશા હોય છે કે જલ્દી સારું થઈ જાય પરંતુ તેઓની જાણ હોતી નથી કે, ક્યારે તેની સાથે આવી દર્દનાક ઘટના બની જાય છે…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment