ચોરી શબ્દ સાંભળતા ની સાથે જ આપણી સામે અનેક ભૂતકાળ માં બનેલ ઘટનાઓ સામે આવી જતી હોય છે જેના થકી અનેક ચોરી કરવામાં આવી હોય લોકો અનેક રીતો ગોતી જ લેતા હોય છે ચોરી કરવા માટે ની જેમાં ક્યારેય તો ટેકનિકો સાંભળી આપણે પણ ચોકી જ જતા હોઈએ છીએ છેલ્લા કેટલાક સમય થી સોના ની દાણચોરી ના અનેક કિસ્સાઓ આપણે સામે આવી રહ્યા છે લોકો કેવી કેવી રીતે બહારના દેશો માંથી સસ્તું સોનુ અહીં લાવતા હોય છે પણ કયારેક રંગે હાથ ઝડપાય ત્યારે,
મોટા મોટા ખુલાસાઓ પણ સામે આવતા હોય છે જેમાં ખાસ કરીને જયારે આવા ચોરી ની ચોરી કરવાની રીત જોઈ ને જ સામાન્ય લોકો ને વિચાર પણ ના આવી શકે એવી રીતે ખુબ ઊંડું મગજ વાપરી કાળા કામો કરવા માટે જોડાઈ જતા હોય છે પણ આવી ઘટનાઓ માં આપણે સામાન્ય રીતે વિચારીયે તો એમ થાય કે એક માણસ વધી ને કેટલુંક સોનુ ચોરી કરીને લાવી શકે પરંતુ આજે આ બાજીગર ચોર એ તો ચોરી ની હદો જ વટાવી હોય એવું જણાઈ રહ્યું છે આંકડા સાંભળી તમે પણ ચોંકી જ જશો.
દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 3 પરથી કસ્ટમ્સ દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તૈનાત કસ્ટમ અધિકારીઓને અબુ ધાબીના એક મુસાફર પર શંકા ગઈ હતી. તેમણે તપાસ કરી. શરૂઆતમાં બધું સારું લાગતું હતું. પરંતુ જ્યારે વ્યક્તિના વાળને નજીકથી જોયા અને ખેંચવામાં આવ્યા ત્યારે કસ્ટમ અધિકારીઓને ખબર પડી કે તે નકલી વાળ છે, આ વ્યક્તિ અબુધાબીથી ભારત પહોંચ્યો હતો. તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
જ્યારે આ વ્યક્તિના માથાની તલાશી લેવામાં આવી ત્યારે વાળ નીચે પાઉચમાં સંતાડેલું દાણચોરીનું સોનું હતું. પાઉચ પર ચોંટાડેલું હતું. આ પાઉચમાં બે ફોલ્ડ કેપ્સ્યુલ પણ બહાર આવી છે. આ સમગ્ર ઘટના બન્યા બાદ જયારે ત્યાંના કસ્ટમ કમિશ્નર અધિકારીના જણાવ્યા મુજબ સોનાની દાણચોરીના મામલે અબુધાબીના એક યાત્રિને IGI એરપોર્ટના ટર્મિનલ 3 પર અંદાજીત 630.45 ગ્રામ સોનાની સાથે ઝડપાયો હતો. આ સાથે ચોર પકડાયા બાદ સમગ્ર લોકો પણ જોતા જ રહી ગયા હતા આ સમગ્ર મામલો,
ગોલ્ડની કિંમત 30.55 લાખ જેટલી બતાવવમાં આવી રહી છે. આ શખ્સે પોતાના વાળોની વિગ અને મલાશયમાં છુપાવીને લાવ્યો હતો. આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે અહીં તમે પણ જુઓ કે કેવી રીતે આ પાઉચ માથા પર મૂકેલા નકલી વાળની વિગ હેઠળ છુપાવવામાં આવ્યું હતું. આ બધી જ ઘટનાઓ ખુબ જ ચપળતાપૂર્વક કરવામાં આવતી હોય છે જેથી કોઈયે ને પણ ખ્યાલ ના આવી જાય સાથે સાથે એરપોર્ટ ની સુરક્ષા ને પણ ચકાવવા માં આવતા હોય છે.
માથા પરથી નકલી વાળની વિગ હટાવી ત્યારે તેની નીચેથી આ સોનાનું પાઉચ બહાર આવ્યું. આમ તો જોતા આ પાઉચ ની સાઈઝ ખુબ જ નાની અમથી લાગતી હોય છે આવું કરવાનું એક કારણ એવું પણ કહેવામાં આવે છે કે નાની અમથી જગ્યા માં પણ ખુબ મોટી કિંમતનું સોનું શાંતિ થી એક જગ્યાએ થી બીજી જગ્યાએ મોકલી દેવામાં આવતું હોય છે અને આ સમગ્ર ઘટનો માં અનેક લોકો સાથે અંદરો અંદર જોડાયેલા જ રહેતા હોય છે પણ કયારેક કમ નસીબે અધિકારીઓ ના ઝપટે પણ ચડી જતા હોય છે.
આ સોનાની કિંમત 30 લાખ છે, જે દાણચોરીનું સોનું છે. સોનું રિકવર કર્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. દાણચોરો કેવી રીતે અવનવી રીતે કસ્ટમ વિભાગની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ કરી રહ્યા છે તે જોઈને દાણચોરીની આ પદ્ધતિ સ્પષ્ટ થાય છે. આ સાથે નવની વાત તો એ છે કે લોકો ને ખુબ જાણવાની ઇરછા પણ રહેતી હોય છે તેથી જ આ વિડીયો જેવો વાયરલ થયો કે તેના પણ 1 લાખ 71 હજારથી વધુ વ્યૂઝ, 4 હજારથી વધુ લાઈક્સ તો મળી જવા પામી છે.
30-સેકન્ડની આ ક્લિપમાં, કસ્ટમ અધિકારી માણસના માથામાંથી નકલી વાળ દૂર કરતા જોઈ શકાય છે, ફિલ્મી સ્ટાઈલમાં સોનાની દાણચોરી,આ પ્રકારે સોનું પકડાતા કસ્ટમ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ વિડીયોમાં તમે સ્પષ્ટ પણે જોઈએ શકો છો કે, કેવી રીતે પોતાના માથામાં વિગ પહેરીને સોનું છુપાવ્યું હતું. આ વિગમાંથી અંદાજે 30 લાખથી વધુની કિંમતનું સોનું મળી આવ્યું હતું. આ અગાઉ પણ અનેક વાર આ પ્રકારે સોનાને શરીરમાં છુપાવીને લઇ જવામાં આવે છે.
#WATCH | Delhi: A gold smuggling case booked on a passenger from Abu Dhabi at IGI Airport T3; approx 630.45g of gold worth Rs 30.55 lakhs was concealed inside his wig & rectum. Accused arrested; further probe underway: Customs Commissioner Office
(Source: Delhi Customs) pic.twitter.com/2faJD8f1Vu
— ANI (@ANI) April 20, 2022
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]