માથાફરેલ જીજાજી તેની સાળી ઉપર તૂટી પડતા રીબાઈ-રીબાઈને થયું મોત, કારણ જાણીને લોકોના ઉભે ઉભા ટાંટીયા ધ્રુજી ગયા..!

અવારનવાર લોકો સાથે બનતા દર્દનાક કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. લોકો નાની-નાની વાતમાં બીજા લોકો સાથે ઝઘડાઓ કરી રહ્યા છે અને ઝઘડામાં ઉશ્કેરાઈ જઈને એકબીજાના જીવ લઈ રહ્યા છે અને તેમના પરિવારજનોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. લોકો પોતાના જ પરિવારના લોકો સાથે દુશ્મનાવટ ઉભી કરીને આવી ઘટનાઓ કરી રહ્યા છે.

જેના કારણે આજની યુવાન પેઢી પણ ખૂબ જ ખરાબ રસ્તે દોરાઈ રહી છે. આવી જ એક કરુણ ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના જામનગર શહેરમાં બની હતી. જામનગરના કાલાવડ નાકા પાસે આવેલી સિલ્વર સોસાયટીમાં એક મહિલા રહેતી હતી. મહિલાનું નામ કરિમા સિપાહી હતું. તેમની ઉંમર 35 વર્ષની હતી.

કરીમા સવારના સમયે તેમના ઘરની બહાર કચરો ફેંકવા માટે નીકળી તો તે સમયે એક યુવક અચાનક તેની સામે આવી ગયો હતો. આ યુવકને જોઇને તે ચોંકી ગઈ હતી. યુવક બીજું કોઈ નહિ પરંતુ તેનો જ બનેવી હતો. તેની બહેનનો પતિ તેમની સામે ગુસ્સામાં ઉભો રહી ગયો હતો. તેના બનેવીનું નામ મુન્ના હતું.

મુન્ના અને તેમની સાળી કરીમા વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. જેની જાણ પરિવાર લોકોને થતા મુનાને અને કરીમાને ઠપકો આપવામાં આવ્યો હતો. જેને કારણે પોતાની બહેન માટે મુનાને આ પ્રેમ સંબંધ છોડી દેવા માટે કહ્યું હતું. જેનો ખાર રાખીને મુન્ના કરીમા સાથે બદલો લેવા ગયો હતો અને તેણે કરીને ઘરની બહાર જોઈને પોતાના ખીચામાંથી ચાકુ બહાર કાઢ્યું હતું.

અને કરીમા પર જીવલેણ હુમલો કરી દીધો હતો. જીવલેણ હુમલો કરતા જ તેણે ચાકુના ઉપરાપર ઘા મારી દીધા હતા અને તેમની સાળીને લોહી લુહાણ હાલતમાં કરી નાખી હતી અને કરીમાને દર્દ થઈ રહ્યું હતું જેના કારણે આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તે સમયે મુન્ના ત્યાંથી ભાગી ગયો હતો.

તરત જ કરીમાને આસપાસના લોકો સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું અને હોસ્પિટલના લોકોએ પોલીસને પણ આ ઘટનાની જાણ કરી હતી. જેના કારણે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરવા માટે કરીમાના ઘર પાસે પહોંચી ગઈ હતી. સાળી-બનેવી વચ્ચે કોઈ અંગત સંબંધને કારણે આ ઘટના બની હોવાનું પરિવારના લોકોને કહેવું હતું.

જેના કારણે બનેવીની ધરપકડ કરીને પોલીસ તેમની કડક પૂછપરછ કરી રહી હતી. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. પોતાના પરિવારના અંગત વ્યક્તિઓ સાથે દુશ્મનાવટ કરીને લોકો આવી ઘટનાઓ કરી રહ્યા છે અને તેમના પરિવારજનોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment