ઘણીવાર કેટલાક લોકો માનસિક તણાવમાં આવીને પોતાના પરિવારના લોકોને નુકસાન પહોંચાડતા હોય છે. આવો જ એક કિસ્સો વડોદરા શહેરમાં સામે આવ્યો છે. વડોદરાના ખટંબા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના દર્શન વિલામાં રહેતા 48 વર્ષના છગનભાઈ તેની પત્ની અને બે સંતાનો સાથે રહેતા હતા..
તેમના પરિવારમાં એક 24 વર્ષીય અશોક નામનો દીકરો અને ૨૧ વર્ષની ગોપી નામની દીકરી રહેતી હતી. તેમનો છોકરો એક ખાનગી યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાયન્સ બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેમજ દીકરી ખાનગી યુનિવર્સિટીમાં બી ફાર્મમાં અભ્યાસ કરતી હતી. છગનભાઈએ પ્રોટેક્શન નામની ફાર્મા પેકેજિંગ મટીરીયલ સપલાય તરીકેનું કાર્ય કરતા હતા..
ગઈકાલે સાંજે ચાર વાગ્યે તેમનો દીકરો અશોક ગુસ્સામાં હોય તેવું તેની માતાને લાગ્યું હતું. તેની માતા દ્વારા પૂછતાં જાણવામાં આવ્યું કે ઘરમાં નાણાકીય સંકડામણને લીધે તે વારંવાર માનસિક તણાવમાં આવી જતો હતો. જેના કારણે તે તેની માતા પર ગુસ્સો કરીને જોરથી બોલવા લાગ્યો હતો. દીકરાને ગુસ્સે થતો જોઈને માતાએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો..
પરંતુ અશોકે ગુસ્સો કરવાનું શરૂ રાખ્યું હતું. તેથી માતાએ ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ગોપીને ફોન કરીને ઘરે બોલાવી હતી. માતાનો ફોન આવતા જ ગોપી ઘરે પહોંચી હતી. તેમજ તેના ભાઈને ગુસ્સો ન કરવા માટે સમજાવવા લાગી હતી. આ ઘટના દરમિયાન અશોક ને અચાનક તેની બહેન પર ગુસ્સો આવતા તેણે તેને ઘરની સામે રોડ પર નીચે પાડીને શાક કાપવાના ચપ્પુ વડે પેટમાં તેમજ પગ ઉપર ઉપરાઉપરી 11 ઘા મારી દીધા હતા..
જેના કારણે ગોપી ચીસો પાડવા લાગી હતી. તે દરમ્યાન તેની માતાએ તેને બચાવવાના પ્રયત્નો કર્યા પરંતુ અશોકે તેના જમણા હાથની કોણી પર ચપ્પુના ઘા મારીને ઈજાઓ પહોંચાડી હતી. તેમજ પોતાના ઘરના કાચ પણ તોડી નાખ્યા હતા. ગોપી અને તેની માતાની કિસ્સો સાંભળતા આસપાસ રહેતા પાડોશીઓ દોડી આવ્યા હતા..
તેમજ તેમજ તેમણે અશોકના હુમલામાંથી માતા અને દીકરીને બંનેને છોડાવ્યા હતા. તેમજ 108 બોલાવીને નજીકની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોતાની જ માતાને બહેન પર હુમલો કરવા માટે પોલીસ તેની ધરપકડ કરવામાં આવી હતી. સામાન્ય રીતે આવી ઘટનામાં પોલીસ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હોય છે..
પરંતુ પોલીસ દ્વારા અશોક પર હથિયાર વડે ઈજા પહોંચાડવાની અને મારામારીનો ગુનો દાખલ કર્યો હતો. સયાજી હોસ્પિટલમાં સારવાર લેતા ગોપી અને તેની માતા પરિવાર સ્વસ્થ થયા બાદ પોતાના મૂળ વતન દમણ જતા રહ્યા હતા. હકીકતમાં આ બનાવે ભલભલા લોકોને હચમચાવી દીધા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]