Breaking News

માતાએ તેની 3 વર્ષની સગી દીકરીને ઉંદર મારવાની દવા પીવડાવીને પંખે લટકી ગઈ, કારણ જાણીને ભલભલાના મોતિયા મરી ગયા..!

ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના વાપીમાં એક હચમચાવી દે એવી ઘટના સામે આવી છે. એક માતાએ જ તેની ત્રણ વર્ષની પુત્રીનો જીવ લઈ લીધો છે. તેમજ ત્યારબાદ પોતે પણ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. એવું તો શું થયું હતું ? કે જેથી તેને પોતાની જ માસૂમ દીકરીનો જીવ લઈ ને આત્મહત્યા કરવાનવારો આવી ગયો હતો…

વલસાડના વાપી સેલવાસ મુખ્ય માર્ગ પર આવેલા લવાછાના હરીયાણી હોટલની પાછળ આવેલા બાપુનગરમાં રાજીવકુમાર શીધવારી પાલ અને તેની પત્ની માયા રહેતા હતા. રાજીવ કુમાર ડ્રાઇવર તરીકે કાર્ય કરતો હતો. રાજીવ કુમાર અને માયાને ત્રણ સંતાનો છે. ગઈકાલે બપોરે રાજીવ કુમાર જમ્યા બાદ ઘરમાં જ એક રૂમમાં આરામ કરવા કરતા હતા…

તે દરમિયાન તેની પત્ની માયા તેમની સૌથી નાની પુત્રી ક્રિશાને લઈને અન્ય રૂમમાં ગઈ હતી. તે કપડાં સૂકવવાનું દોરડું પણ પોતાની સાથે લઈ ગઈ હતી. થોડા સમય બાદ જ્યારે તેને દરવાજો ખોલ્યો ન હતો. ત્યારે તેમની સૌથી મોટી પુત્રી લક્ષ્મી દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ દરવાજા ન ખોલતા તેણે તેના પિતા રાજીવ કુમારને આ બાબતે જાણ કરી હતી…

રાજીવે તાત્કાલિક રૂમનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દરવાજો ન ખુલતા તેણે દરવાજો તોડીને અંદર પ્રવેશ્યો હતો. જ્યારે તેઓ રૂમમાં પ્રવેશ્યા ત્યારે તેણે માયાને પંખા સાથે લટકેલી જોઈ. રજીવકુમારએ તરત જ માયાના પગ પકડીને ઉંચી કરી ત્યારબાદ લક્ષ્મી ચપ્પુ વડે દોડું કાપ્યું હતું ત્યારબાદ તેને નીચે ઉતારી હતી…

રાજીવ કુમારે જ્યારે માયાને નીચે ઉતારી ત્યારે તેણે કહ્યું કે તેણે ક્રિશાને ઉંદર મારવાની દવા ખવડાવી છે. આ સાંભળીને રાજીવ કુમાર આશ્ચર્યચકિત થઈ ગયો..તેને તરત જ માયા અને તેની દીકરી ને સેલવાસની વિનોબાભાવે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં ફરજ બજાવતા ડોક્ટરના જણાવ્યા પ્રમાણે દવાની અસર ખૂબ વધુ હોવાને કારણે ક્રિષા નું મૃત્યુ થઈ ગયું હતું…

પરંતુ માયા ને આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. વાપી ડુંગરા પોલીસે માયાબેન રાજીવકુમાર પાલ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. તેમજ આગળની કાયદેસરની કાર્યવાહીઓ શરૂ કરી છે. આ તમામ ઘટના બાદ રાજીવકુમાર પાલે જણાવ્યું કે થોડા વર્ષો અગાઉ માયાની માનસિક સ્થિતિ બગડવાના કારણે તેની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી…

આ સારવાર બાદ તેની માનસિક સ્થિતિ સુધરી ગઈ હતી. પરંતુ ગઈકાલે કંઈ પણ થયું ન હોવા છતાં તેણે આવું ગંભીર પગલું ઉઠાવી લીધું હતું. તેનું કારણ હજુ પણ સામે આવ્યું નથી. આ બનાવ સામે આવ્યા બાદ સૌ કોઈ લોકો વિચારમાં પડી ગયા છે કે આખરે કોઈ માતા તેના સગા બાળકોના જીવ લેવાનો વિચાર પણ કેવી રીતે કરી શકે..!

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા પિતાના મોત બાદ સગાભાઈઓ સંપતિના ભાગ પાડવાની બાબતે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા જ થયું એવું કે પરિવારની જિંદગી બગડી ગઈ..!

સંપત્તિ માટે પરિવારના સભ્યો અંદર જ આટલો મોટો ઝઘડો કરી બેસે છે કે, જ્યારે આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *