Breaking News

આંખો ખોલતો કિસ્સો: માતાએ ગેમ રમવાનું બંધ કરી શાળા નું જવાનું કેહતા જ બાળકે લગાવી ત્રીજા માળેથી મોતની છલાંગ..!

લોકડાઉન અને કોરોનાકાળ બાદ મોબાઇલ અને ઇન્ટરનેટ સાથે લોકોનો લગાવ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નાના નાના બાળકો કે જેમની ઉમર સારો અભ્યાસ કરવાની છે એ તમામ બાળકો માંથી જ કેટલાક વિદ્યાર્થીઓ કોરોનામાં મોબાઇલની ખૂબ જ ખોટી આદતોથી ટેવાઈ ગયા છે તેવી અનેક વાલીઓની પણ ફરિયાદ અવારનવાર આવતી જ રહેતી હોય છે,

અને છેલ્લા કેટલાક સમયની જો વાત કરવામાં આવે તો મોબાઈલમાં રમવામાં આવતી ગેમને કારણે પણ ખૂબ જ મોટું નુકસાન થયું હોય અથવા તો વિદ્યાર્થીઓએ ન ભરવા લાયક પગલાં પણ પોતાના હાથે અને જીવના જોખમે ભરી લીધા હોય તેવા પણ અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે હાલમાં એવો જ એક કિસ્સો કે કેવી રીતે મોબાઈલ એક વિદ્યાર્થીનો ભોગ પણ લઈ શકે છે આ સમગ્ર ઘટના જાણી તમે પણ ચોકી જશો.

આ ઘટના વલસાડ શહેરમાં બનવા પામી છે જેની વાત કરીએ તો વલસાડ શહેર પાસે જ આવેલા શેઠિયા નગરના ઋષિકેશ એપાર્ટમેન્ટમાં એક ધોરણ નવ માં ભણતો છોકરો પોતાની માતા સાથે રહીને જ અબ્રામા ખાતે આવેલી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. આ વચ્ચે તેનો અભ્યાસ પણ ખૂબ સારી રીતે ચાલી રહ્યો હતો એવામાં આપ સૌને ખ્યાલ હશે જ કે થોડા સમય પહેલા વલસાડ શહેરમાં ખૂબ જ ધોધમાર વરસાદ પડ્યો હતો.

જેના કારણે શહેરમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ હતી અને તેના લીધે જ શહેરની લગભગ શાળાઓ સાત દિવસ માટે બંધ કરવામાં આવી હતી બસ આ જ સમયે આ બાળક જેનું નામ જૈનિશ હતું આ જઈને જ સાત દિવસ સુધી શાળાઓ બંધ રહેતા સતત ને સતત મોબાઈલમાં ગેમ જ રમ્યા કરતો હતો ત્યાર પછી ધીમે ધીમે જે રીતે શાળાઓ શરૂ થવા લાગી તેમ તેની માતાએ જયનીશ ને સ્કૂલે જવા માટે કહ્યું પરંતુ,

કેટલાક દિવસથી શાળાઓ બંધ હતી તેથી જૈનિશને પણ ફરીવાર શાળાએ જવા માટેનું અઘરું લાગ્યું અને તે સ્કૂલે જવા માગતો નહોતો પરંતુ ઘરવાળા તેને સતત સમજાવતા હતા એવામાં જ એક દિવસ વહેલી સવારે તેને સ્કૂલ જવા માટે કહ્યું અને તે બાળકને ખૂબ જ માઠું લાગ્યું અને તેને અત્યંત ખોટું લગતા સાથે જ ત્રીજા માળેથી વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી દીધી હતી,

અત્રે ઉલ્લેખનીય છે કે જૈનીશ ને ફ્રી ફાયર ગેમ રમવાની લત લાગી ગઈ હતી તે સૌથી વધુ સમય આ ફ્રી ફાયર ગેમ રમવા પાછળ કાઢતો હતો આ ઘટનાની જાણ થતા ની સાથે જ આજુબાજુના સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક ધોરણે 108 ની ટીમને પણ જાણ કરી હતી એટલે 108 ની ઇએમટી માનસી પટેલ અને પાયલોટ કેતન આહિરે પણ તાત્કાલિક ઘટના સ્થળે જ ઇજાગ્રત જયનીશ ને પ્રાથમિક સારવાર આપી,

હોસ્પિટલ સુધી શ્વાસ ચાલુ રાખવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો પરંતુ જૈનીશ ને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું. વલસાડના પારડી સાંઢપુરમાં ઋષિકેશપરમાં બનેલી આ ઘટના એ સમગ્ર વિસ્તારને હ્ચમચાવી દીધો હતો એક મોબાઇલ ની ગેમ પણ બાળકનો ભોગ લઈ શકે છે વાલીગણને એક ચેતવણી રૂપ કિસ્સો પણ ગણી શકાય એવું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *