Breaking News

માતા રસોઈ બનાવતી હતી અને બાળક રમતો રમતો ચોથા માળની ગેલેરીમાંથી નીચે પડતા બાળકનું… જુવો વિડીયો..!

આજકાલ નાના બાળકોનું ધ્યાન રાખવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. કારણ કે તેવો મજાક મસ્તીમાં એવી હરકતો કરી નાખતા હોય છે કે જેની સજા આખી જિંદગી માં-બાપને ભોગવવી પડે છે. જે કોઇપણ માતા પિતા માટે સેહલુ નથી હોતું.

છેલ્લા એક મહિનામાં બાળકો સાથે અનઈચ્છનીય બનાવો બનવાની ઘટના વધી ગઈ છે જેમાં બાળકના નાકમાં સ્ક્રુ ઘૂસી ગયો હતો, તો થોડાક દિવસ પહેલા એક બાળક ઘરની બારીમાંથી નીચે પડ્યો હતો, તો થોડા દિવસ પહેલા એક બાળકને જ્યુસની બોટલ ના બદલે એસિડની બોટલ પી લીધી હતી..

અને હવે સુરતના ઓલપાડ તાલુકાના સાયણ માં માતા રસોઈ બનાવી રહી હતી એ વખતે બે વર્ષનો નાનો દીકરો ગેલેરીમાંથી રમતા રમતા નીચે પડ્યો હતો જેના લીધે તેનું મોત નિપજ્યું છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ સિદ્ધિવિનાયક સોસાયટી માં મૂળ ઉત્તરપ્રદેશના કાનપુરમાં પ્રમોદ સવાઈ પોતાની પત્ની અને બે નાના બાળકો સાથે રહે છે..

જેમાં મોટી પુત્રી છે. અને એક નાનો પુત્ર છે. પુત્રની ઉંમર બે વર્ષની છે. તેનુ નામ સાહિલ છે. તેના પિતા પ્રમોદભાઈ તે સાયણ સ્થિત પાવર લુમસના કારખાનામાં કામ કરે છે. આ ઘટના ત્યારે બની ત્યારે તેમની મોટી પુત્રી નીચે રમવા ગઈ હતી. જ્યારે તેની માતા રસોઈ બનાવી રહી હતી એવા સમયે બાળક એકલો ચોથા માળ ની ગેલેરી માં રમી રહ્યો હતો..

રમતા રમતા અને તે ચોથા માળની ગેલેરીમાંથી નીચે પડયો હતો અને ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. બાળક ગેલેરીમાંથી કાબુ ગુમાવતા બુમા બુમ કરવા લાગ્યો તેથી તેની માતા તરત જ દોડી આવી હતી. પરંતુ ત્યાં તો તેનો બાળક તેની નજર સામે જ નીચે પડી ગયો. આ દ્રશ્ય જોવું કંઈ સહેલું નથી. તેમજ આ દ્રશ્ય તો જિંદગીભર તેને સતત સતાવતુ રહેશે..

જ્યારે બાળકના પિતા પ્રમોદ ભાઈ ને ફોન કરીને જણાવ્યું કે તેમનો દીકરો સાહિલ ચોથા માળેથી નીચે પડી ગયો છે. જેના લીધે તેનું મૃત્યુ થયું છે. તે માટે તમે તેનો મૃતદેહ જોવા માટે હોસ્પિટલ આવું ત્યારે પ્રમોદભાઈ ના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. અને તેમને ઘેરો આઘાત લાગી ગયો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘર પાછળના વાડામાં કામ કરતી દીકરાની વહુને જોઈને નરાધમ સસરાએ દાનત બગાડી કરી નાખ્યું એવું કે પરિવાર બદનામ થઈ ગયો, જાણો..!

દરેક વ્યક્તિમાં સારી સમજણ હોય તો ક્યારે પણ કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીઓનો ભોગ બનતો નથી, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *