માતા-પિતા વગરની 300 દીકરીનું કન્યાદાન કરીને મહેશ સવાણી બન્યા પાલક પિતા, સલામ છે તેઓના સેવાભાવી કર્યો માટે.. વાંચો..!

ગુજરાતએ મહાપુરુષોની ધરતી કહેવાય છે. આ ધરતી ઉપર જન્મ લીધેલા મહાપુરુષો દેશ માટે તેમજ સમાજ માટે કંઈક ને કંઈક સારા કામો કરીને પોતાની ઉત્તમ છાપ છોડી ગયા છે, જે અત્યારના સમયમાં અગ્રણી સમાજ સેવકો નિભાવી રહ્યા છે.

કોઈપણ પ્રકારની પરિસ્થિતિ કે આફતો ઉભી થાય ત્યારે સૌપ્રથમ સેવા આપનાર માનનીય મહેશભાઈ સવાણી દર વર્ષે માતા-પિતા વગરની દીકરીઓના લગ્ન કરાવે છે. અને હજારો દીકરી ના પાલક પિતા બનીને તેઓની સાર સંભાળ રાખે છે. તેઓનું આ કામ ખરેખર ખુબ જ લાગણીભર્યું અને સરાહનીય છે.

જ્યારે દીકરીનો જન્મ થાય છે. ત્યારે તેના પરિવારમાં ખૂબ ખુશીનો માહોલ હોય છે. પરંતુ સંજોગવસાત્ જ્યારે તેના માતા-પિતા તેનાથી દૂર થઈ જાય છે. ત્યારે તેના જીવનમાં અંધારપટ છવાઈ જાય છે. આ અંધારપટને દીકરીના જીવનમાંથી દૂર કરીને તેના ધામધૂમથી લગ્ન કરાવી આપવાનું સંવેદના ભર્યુ કામ મહેશભાઈ સવાણી છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે.

આ વર્ષે પણ 4 તારીખના રોજ માતા-પિતા વગરની સર્વજ્ઞાતિય 300 દીકરીઓને લગ્ન કરાવીને તેમના પાલક પિતા બની તેઓના દરેક દુઃખો દૂર કરવાની જવાબદારી તેઓએ ઉઠાવી લીધી છે. આ લગ્નમાં કોઇપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર 300 દીકરીને લગ્નજીવનમાં પગલા પડાવ્યા હતા.

આ સમૂહ લગ્નમાં હિંદુ, શીખ, મુસ્લિમ, ઈસાઈ જેવા અલગ અલગ ધર્મની દીકરીઓના રીતી રીવાજ મુજબ લગ્ન કરાવ્યા હતા અને મહેશભાઈ સવાણીને પાલક પિતા બનીને દીકરીઓનું કન્યાદાન પણ કર્યું હતું. આ લગ્ન દરમિયાન મહેશભાઈ સવાણીએ કહ્યું હતું કે સાસરે જનારી તમામ દીકરીઓને વેવાઈ તેના સગા દીકરાનું જ સ્થાન આપે.

તેઓએ સમાજ જાગૃતિ વિષે કહ્યું હતું કે આજે જાગૃત લોકો અને સમૂહ લગ્નના ભારને કારણે મોટાભાગની વરઘોડા પ્રથા દુર થઈ ગઈ છે. મહેશભાઈ સવાણીએ દીકરીઓને પણ વિનંતી કરતા કહ્યું હતું કે તમે તમારા સાસુ-સસરાને માં-બાપ જ માનજો તેમજ તમારી નણંદ અને દેરાણી તેમજ જેઠાણીને તમારી સગી બહેનની જેમ જ સાચવજો.

આ લગ્ન કાર્યકર્મમાં રાજકીય નેતાઓ તેમજ સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, સી.આર.પાટીલ, આમ આદમી પાર્ટી દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા તેમજ પ્રવીણ રામ અને ગુજરાતના આપ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા, ઇસુદાન ગઢવી, મનોજ સોરઠીયા  હાજર રહ્યા હતા.

આ ઉપરાંત કોંગ્રેસના પ્રતાપ દુધાત અને ભાવનગરના યુવરાજ સાહેબ જયવીરરાજસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કરણીસેનાના રાજ શેખાવત અને ગુજરાતના સમાજ અગ્રણી લવજીભાઈ બાદશાહ, કેશુભાઈ ગોટી અને મનહરભાઈ સાસપરાનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment