ગાંધીનગરમાં અકસ્માતમાં માતા પિતાનું મૃત્યુ થતાં આઠ વર્ષની એક દીકરો નિરાધાર બન્યો છે. બિચારા દીકરાએ પોતાના નજર સામે જ પોતાના માતા પિતાની લાશ જોતા આ દુઃખને સહન કરવું ભારે મુશ્કેલ બની ગયું હતું. પરિવાર અમદાવાદના કોટેશ્વર વિસ્તારમાં આવેલી શ્વેદ પરિષદ સોસાયટીમાં રહે છે.
પરિવારના મોભી ભૌમિકભાઈ જીતુભાઈ પટેલ પોતાની પત્ની મિત્તલ અને પોતાના દીકરાની સાથે રહે છે. અને શહેરમાં કાર એસેસરીઝ નો વ્યવસાય કરીને જીવન ગુજારે છે. એક દિવસ પરિવારના ત્રણ સભ્યો પોતાના સાળાના ઘરે ગાંધીનગર ગયા હતા. ગાંધીનગરથી તેના સાળા ને મળીને પરત આવતા હતા..
ત્યારે મોડી રાત્રે ભૌમિકભાઈ અને મિતલબેનને કાળમુખો અકસ્માત નડયો હતો. જ્યારે દીકરાની અને અંતિમ ઘડીએ ચમત્કાર થઈને બચી ગયો હોય તેવું લાગી રહ્યું છે. ગાંધીનગરના રક્ષાશક્તિ સર્કલ પાસે આવેલી એક ગુજરાતી હોટલમાં આ પરીવાર જમવા માટે ગયો હતો, જમ્યા બાદ મોડી રાત્રે ગાંધીનગર થી તેઓ અમદાવાદ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા..
સમય ખૂબ જ વીતી ગયો હતો. એટલા માટે નાનકડા દીકરાની અને તેના મામા મોટી ગાડી લઈને મૂકવા આવી રહ્યા હતા. જ્યારે ભૌમિક અને મિતલબેન બંને મોપેડ પર જઈ રહ્યા હતા. નાનકડા દિકરા નસીબ કે તે પોતાનાં માતા-પિતાથી જુદી કારમાં આવી રહ્યો હતો. જુઓ તે પોતાના માતા-પિતા સાથે જ ઘરે જઈ રહ્યો હોત..
તો આજે કંઈક જુદા જ સમાચાર સામે આવ્યા હોત. ખરેખર આંટીનો ચમત્કાર છે કે, બાળક તેના માતા-પિતાને સાથે જવાને બદલે તેના મામાની કારમાં ઘરે આવતો હતો. તેઓ જ્યારે ઘરે આવતા હતા. ત્યારે રાંદેસણ બસ સ્ટેન્ડ નજીક એક વાંદરો રસ્તા પર વાંદરો ઉતરી આવ્યો હતો. જેના કારણે ભૌમિક ભાઈએ મોપેડ પરથી કાબુ ગુમાવી દીધો હતો..
અને ગાડી રોડ ઉપર સ્લીપ ખાઇ ગઇ હતી. ભૌમિકભાઈ અને મિતલબેન બંને રોડ ઉપર જોરદાર રીતે ફટકાર્યા હતા. જેના કારણે તેમને ગંભીર ઇજા પહોંચી હતી. અને લોહીલુહાણ થઇ ગયા હતા. ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. રસ્તા પરથી પસાર થતા તમામ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા..
બીજી બાજુ દીકરાની અને તેના મામા મુકવા માટે આવી રહ્યા હતા. અને તે અમદાવાદના મોટેરા સુધી પહોંચી ગયા હતા. તેઓએ ભૌમિકભાઈને કોલ લગાવ્યો હતો કે તમે ક્યાં પહોંચ્યા છો..? પરંતુ કોઇ અજાણ્યા વ્યક્તિએ ફોન ઉપાડીને જણાવ્યું કે હકીકતમાં આ બંને વ્યક્તિ ને અકસ્માત નડ્યો છે. અને બંને વ્યક્તિનું મૃત્યુ થયું છે..
આ સમાચાર સાંભળતાની સાથે જ તેઓ તાબડતોબ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને જોયું તો તેમના બનેવી અને તેમની બહેન બંને ની લાશ પડી હતી. માતા અને પિતા બંનેની રાહ જોતા ૮ વર્ષનો દીકરો નિત્ય ખુબજ દુઃખી થઈ ગયો હતો. આ અકસ્માત સર્જાયા બાદ લોકોનું કહેવું છે કે, શહેરમાં રખડતા કુતરાની, રખડતા ઢોરો તેમજ જંગલી જાનવરો પણ આવી પહોંચે છે…
જેના કારણે શહેરી વિસ્તારમાં અવર-જવર કરતાં વાહનોને ખૂબ જ અગવડતા પડે છે. આ બાબતોને લઈને કોર્પોરેશન તંત્ર કોઇ યોગ્ય કાર્યવાહી કરી રહ્યું નથી. જેના કારણે અકસ્માતોનાં બનાવ ખૂબ જ વધવા લાગ્યા છે. આ બાબતને લઈને કોર્પોરેશન તંત્રએ નક્કર કાર્યવાહી શરૂ કરવી પડશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]