પહેલાના સમયમાં દીકરીઓને સમાજમાં યોગ્ય સ્થાન આપવામાં આવતું હતું નહીં. સમાજના દરેક પદો ઉપર દીકરાઓને સ્થાન આપવામાં આવતું હતું. આ સાથે સાથે ઘરના તમામ સભ્યોની જવાબદારીથી લઈને ઘરના તમામ મેનેજમેન્ટ અને વ્યવહાર પણ દીકરાઓ સંભાળતા હતા. પરંતુ સમય બદલાતાની સાથે જ આધુનિક અને ટેકનોલોજીના યુગમાં હવે દીકરાઓનું દરેક સ્થાન દીકરીઓ લઈ રહી છે..
એટલે કે દીકરીઓ દરેક ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કરી રહી છે. જે લોકો હજુ પણ એવી માન્યતા રાખી રહ્યા છે કે દીકરીઓના કારણે ક્યારેય સમાજ આગળ વધતો નથી. તેવા લોકોને ઉંઘમાંથી બેઠા કરી દે તેવો એક કિસ્સો પાટણ શહેરમાંથી સામે આવ્યો છે. જ્યારે માતાનું મૃત્યુ થાય ત્યારે તેની અર્થીને કાંધ મોટાભાગે દીકરાઓ આપે છે.
પરંતુ પાટણ શહેરના ટાંકાવાડામાં જિલ્લા પંચાયતના પૂર્વ કર્મચારી તરીકે ફરજ બજાવી ચૂકેલા નટુભાઈ ખત્રીના પત્ની નલીનીબેનનું 72 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. સંતાનમાં નટુભાઈને માત્ર બે દીકરીઓ હતી. જેમના નામ ભાવીની બહેન અને કવિતાબહેન છે. આ બંને દીકરીએ માતા નલીનીબેન મૃત્યુ થતાની સાથે તેમની અંતિમયાત્રાને કાંધ આપવાનું નક્કી કર્યું હતું.
ભાવીની બહેન અને કવિતા બહેને તેમની માતાને અર્થીને કાંધ આપી હતી. અને પાટણના પદ્મનાભ મુક્તિધામ ખાતે અંતિમ સંસ્કાર કરવા માટે લઈ જવામાં આવ્યા હતા. આ સાથે આ બન્ને દીકરીઓના હસતી જ તેમની માતાને અગ્નિસંસ્કારમાં કાંધ આપવામાં આવી હતી. હવેના સમયમાં દીકરીઓ ભણી-ગણીને પરિવારને ખૂબ જ મદદરૂપ બનવા લાગી છે.
દીકરીઓ દીકરાની ખોટ પૂરીને માતા-પિતાના આધાર બનીને ઊભી રહે છે. હતી પરિવારની આ બંને દીકરીએ પોતાની માતાને કાંધ આપી હતી. અને અંતિમ સંસ્કાર પણ કર્યા હતા. આ ઘટના જ્યારે સામે આવી હતી ત્યારે જે દંપતી અને પુત્ર પ્રાપ્તિની ઘેલછા હતી તમામ લોકો માટે ફિટકાર વરસાવનારી ઘટના સામે આવી છે.
બે અઠવાડિયા પહેલા ઉત્તર પ્રદેશના એક ગામમાંથી બંને દીકરીઓએ પોતાના ઘરમાં માતા-પિતા બન્નેને કાંધ આપીને અંતિમ સંસ્કાર કર્યા હતા. એ ગામમાં તેના ઘણાં માતા-પિતા રહેતા હતા. માતાનું મૃત્યુ થઇ જતાં આ સાથે જ તેના આઘાતમાં પિતાનું પણ મૃત્યુ થઈ ગયું હતું. અને આ બંનેની અર્થીને તેમની બંને દીકરીઓએ કાંધ આપી હતી. અને ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર પણ કર્યા હતા.
આ સાથે ઉત્તર પ્રદેશના વધુ એક ગામમાં ત્રણેય ભાઈઓએ તેમની બહેનોને પોતાના માતાની અર્થીને કાંધ આપવા જણાવ્યું હતું. અને પરિવારના મુખીયા બનાવી દીધા હતા. આ તમામ ઉદાહરણો પરથી કહી શકાય કે હવેના સમયમાં દીકરીઓને દીકરા થી ઓછી આંકવામાં આવતી નથી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]