ગુજરાતમાં હત્યાના તેમજ આપઘાતના બનાવો ઓછા થવાનું નામ જ નથી. લેતા રોજ રોજ સરકારી ચોપડે એવા ઘણા બધા કિસ્સાઓ નોંધાય છે. જે ખૂબ જ ચોંકાવનારા હોય છે. આજે સવારમાં મહેસાણા ગાંધીનગર રોડ ઉપર ખુલ્લા ખેતરમાં અંદાજે ૩ વર્ષની બાળકીની લાશ મળતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.
આ રોડ પર આવેલા ગોકુલધામ ફ્લેટની સામેના એક પોપડામાં અસંખ્ય ઝૂંપડાઓ છે. તેમાં રહેતા પરિવારમાં રાધિકા બેન પણ રહે છે. તેઓ મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. તેને સાડા ત્રણ વર્ષની એક દીકરી છે. જેનું નામ સોનાક્ષી છે. સોનાક્ષી તેના પહેલા પતિ ના લગ્ન જીવન દરમિયાન થયેલી દીકરી છે..
ત્યારબાદ તેનો પતિ અન્ય કોઈ મહિલા સાથે રહેવા લાગ્યો હતો. જેના કારણે રાધિકા બહેન પોતાના કાકાના ઘરે ગોકુલધામ ફ્લેટ ની સામે ના ઝુપડામાં રહેવા આવી હતી. અને ત્યાં જ તે મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતી હતી. રાધિકા બહેન પોતાની દીકરી સોનાક્ષી ને પોતાની પાસે લઈ ને સુતા હતા..
એ સમય દરમિયાન રાત્રે ત્રણ વાગ્યા આસપાસ તેઓ જોર જોરથી બુમ કરવા લાગ્યા હતા કે, મારી બાળકી અહીં મળતી નથી મહેરબાની કરીને તેને શોધવામાં મારી મદદ કરો. આસપાસના ઝઘડાના સૌ કોઈ લોકો એકઠા થઇ ગયા હતા અને બાળકીને શોધવાનો પ્રયત્ન કર્યો હતો…
તો બાળકી ખુલ્લા ખેતરમાંથી મળી આવી હતી. તેની સાથે દુપટ્ટો પણ મળી આવ્યો હતો. બાળકીની હાલત મૃત હોવાથી આ જોતાની સાથે જ રાધીકા બહેન જોર થી રડવા લાગ્યા હતા. તેમજ આ બાબતે આસપાસના સ્થાનિક લોકોને જાણ થતા તેઓએ પોલીસને જાણ કરી હતી.. પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી..
અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી રહી હતી તેમજ અન્ય લોકો સાથે પુછતાછ પણ કરી રહી હતી. બાકીની પાસે એક દુપટ્ટો મળી આવ્યો હતો. તેમજ તેના ગળા પર પણ ફંદાના નિશાન દેખાયા હતા. એટલા માટે પોલીસને શંકા ગઈ હતી કે, આ બાળકની હત્યા કરવામાં આવી છે. અને તેને ગળે દુપટ્ટો વીંટાળીને મજબૂત કરવામાં આવ્યો હતો..
જેના કારણે બાળકીનું મૃત્યુ થયું છે. આ સાથે સાથે બાળકીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. જેને કારણે મૃત્યુનું ચોક્કસ કારણ મળી આવે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ બાકીની હત્યાનું કારણ સામે આવ્યું હતું. એટલા માટે પોલીસે બાળકીની લાશ પાસે મળેલા દુપટ્ટાને ડોગ સ્ક્વોડ ટીમ ને સોંપ્યો હતો..
ડોગ સ્કવોડની ટીમે આ દુપટ્ટાને કૂતરાને સુંઘાડયો હતો અને ત્યારબાદ એક સાથે લાઈનમાં 25થી 30 મજૂરીને ઉભા રાખવામાં આવ્યા હતા. કૂતરો 25 મજુર પાસેથી પસાર થઈને અંતે મૃતક બાળકીની માતા રાધિકા પાસે જઈને ઊભો રહ્યો હતો .એટલા માટે સૌ કોઈ લોકોનો એ શંકા હકીકતમાં પરિવર્તન પામી હતી કે નક્કી આ બાળકીની માતા જ કંઈક કાળું કરી રહી છે.
એટલા માટે પોલીસે તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જ્યાં પોલીસે કડક પૂછતાછ કરતાં બાકીની માતા ભાંગી પડી હતી. અને તેણે જણાવ્યું હતું કે મારો પતિ અન્ય કોઈ મહિલા સાથે રહેવા લાગ્યો હતો. એટલા માટે તે પોતાના કાકા ને ઘરે રહેવા આવી હતી. ત્યાં તેણે એક યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો…
પરંતુ તેની સાથે રહેવા માટે મારે મારી બાળકીનો રસ્તો સાફ કરવો જરૂરી હતો. એટલા માટે તેણે તેની બાળકીને ગળેટૂંપો આપીને હત્યા કરી નાખી હતી. આ ઘટના સામે આવ્યા બાદ સૌ કોઈ લોકો વિચારવા પર મજબૂર બની ગયા છે કે, કોઈ માતા પોતાની સગી બાળકીને મોતને ઘાટ કેવી રીતે ઉતારી શકે…
અને એ પણ એક પ્રેમી માટે પોતાના જ પેટના બાળકને મારી નાખવું એ કેટલું યોગ્ય બને. હાલ સોશિયલ મીડિયા પર આ મુદ્દો ખૂબ જ ચર્ચા છે. અ ઉપરાંત આ ઘટનામાં તેના પ્રેમીની સંડોવણી છે કે નહી એ મુદે પણ પોલીસ તપાસ કરી રહી છે. આ બનાવ બાબતે અવ નવી ટીપ્પણીઓ થઇ રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]