Breaking News

માતાએ ઠપકો આપતા જ દીકરી બહેનપણીની સાથે ઘર મૂકીને ચાલી ગઈ, પરિવારનો જીવ અધ્ધર થયો અને છેવટે તો… જાણો..!

દરેક બાળકોની સફળતા પાછળ તેમના માતા-પિતાનો ખૂબ મોટો હાથ રહેલો હોય છે. કારણ કે બાળક જ્યારે પોતાની કારકિર્દી બનાવતા હોય છે. ત્યારે માતા-પિતા અવારનવાર તેવોને સમજાવતા હોય છે. તેમજ જરૂર પડે ત્યાં મીઠો ઠપકો આપીને પણ બાળકને સાચા માર્ગે દોરવા નો પ્રયત્ન કરતા હોય છે..

પરંતુ ક્યારેક ક્યારેક માતા-પિતાએ બાળકોને આપેલો મીઠો ઠપકો મન ઉપર લાગી આવતા બાળકો ન કરવાના કામો કરી બેસે છે. પાલનપુરના બોર્ડર વિસ્તારમાં રેહતી એક દીકરીને તેની માતાએ ભણવાની બાબતને લઈને ઠપકો આપ્યો હતો. અને જણાવ્યું હતું કે બેટા આપણે સમયસર અભ્યાસ કરવો જોઈએ..

પરંતુ તેમની દીકરીને આ બાબતનું લાગી આવતા તેણે ઘર છોડીને જતી રહેવાનું નક્કી કરી લીધું હતું. માતાનો ઠપકો સાંભળતાની સાથે જ દીકરી ઘરે થી નીકળી ગઈ હતી. અને પોતાની બહેનપણીને સાથે લઈને બસમાં બેસી પાલનપુર શહેરી વિસ્તારમાં પહોંચી ગઈ હતી. રાત્રિના સમયે દીકરી અને તેની બહેનપણી બંને શહેરમાં રખડતી હતી.

તેવામાં પોલીસની નજર આ બંને દીકરીઓ પર પડતા તેઓએ બંનેની પૂછપરછ શરૂ કરી હતી. રખડી રખડીને થાકી ચૂકેલી આ દીકરીઓ ને ભાંગી પડી હતી અને પોલીસને તમામ બાબતની જાણ કરી હતી કે, ઘરેથી ઠપકો મળતા તેઓને દુઃખ લાગ્યું હતું અને તેઓ ઘર મૂકીને નીકળી ગયા છે.

હકીકતમાં દીકરીની બહેનપણીને પણ દીકરીને જણાવ્યું હતું કે આવું ન કરવું જોઈએ. દીકરીની બહેનપણીને બીજા દિવસે સવારે પરીક્ષા હોવાથી તે ખૂબ જ ચિંતિત હતી. પોલીસે આ બંને દીકરીઓને પોતાની સાથે રાખીને શહેરના સખી વન સ્ટોપ સેન્ટર નામની સંસ્થાને સોંપી હતી..

આ સંસ્થા મુસીબતના સમયમાં સૌ કોઈ લોકોને સાથ સહકાર આપે છે. આ સંસ્થાની સંચાલિકા મધુબેન વાઘેલાએ આ બંને દીકરીને પૂછપરછ બાદ તેમના માતા-પિતાને કોલ કરી દીધા હતા અને શહેરના સખી વન સ્ટોપ સેન્ટર એ બંને દીકરીઓને લેવા આવવા માટે જણાવ્યું હતું.

દીકરીની સાથે આવેલી તેની બહેનપણી ખુબ જ રડી રહી હતી. અને મધુબેનને જણાવ્યું હતું કે બીજા દિવસે સવારે તેને પરીક્ષા છે. જો તે સાંજ સુધીમાં ઘરે નહીં પહોંચે તો બીજા દિવસે પરીક્ષા આપવા તને નહીં મળે. તે માટે તાત્કાલિક ધોરણે મધુબહેને બંને દીકરીના માતા-પિતા ને પાલનપુર બોલાવી લીધા હતા.

દીકરીની બહેનપણીને મિત્રતા નિભાવવા માટે દીકરીનો સાથ આપ્યો હતો. હકીકતમાં બાળકોને ખૂબ સમજાવવા જોઈએ કારણકે હજી કાચી સમજણ હોવાથી તેઓ શું કરી બેસે છે. તે નક્કી હોતું નથી. એટલા માટે તેના દરેક ડગલેને પગલે માતા-પિતાએ સારસંભાળ અને જાણ રાખવી જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *