રોજ રોજ વિચારીને માથું દુખાવાડે તેવા કિસ્સાઓ બનવા લાગ્યા છે. અને હવે તો એવો મામલો પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે કે સામે આવતા જ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. અને ચારે કોર લોકો આ માતાની ટીકા કરી રહ્યા છે. જોકે આ માતાએ મમતા લજવવાની કામ કર્યું છે. આ ચોંકાવનારો મામલો મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી સામે આવ્યો છે..
કેટલાક લોકો પુત્ર મેળવવાની ઘેલછામાં દીકરીઓ સાથે ખુબ જ ખોટું કરી રહ્યા છે. આજના જમાનામાં દીકરી ખુબ જ હોશિયાર છે અને દરેક ક્ષેત્રમાં પોતાનું નામ આગવું બનાવી રહી છે. પરતું એક માતાએ પુત્રને બદલે પુત્રીને જન્મ આપ્યો હતો અને ત્યારથી તેને તેની દીકરી વહાલી ન હોવાને કારણે અંતે એને મારી નાખી છે.
પોલીસે જણાવ્યું છે કે, બાળકીની માતાને એક પુત્ર જોઈતો હતો. પરતું પુત્રીનો જન્મ થયો ત્યારથી તે તેને નફરત કરવા લાગી હતી. જેના કારણે તેણે માસૂમ 3 મહિનાની ફૂલ જેવી બાળકીનો જીવ લીધો છે. આ હત્યારી માતાનું નામ સ્વાતી છે. તેને વિરતી નામની એક બાળકીને જન્મ આપ્યો હતો. આ મહિલા હાલ પોલીસ રિમાન્ડ પર છે.
કોર્ટે 24 કલાકના રિમાન્ડ પોલીસને સોંપ્યા હતા. પોલીસ અધિકારીઓ તેની સતત પૂછપરછ કરી રહ્યા છે. તેને રવિવારે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસનું કહેવું છે કે હત્યારી સ્વાતિ સતત પોતાનું નિવેદન બદલી રહી છે. સત્યને ઉજાગર કરવાને બદલે તે પોલીસને ગેરમાર્ગે દોરવામાં વ્યસ્ત છે. ઉજ્જૈન પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતાં રિમાન્ડની માંગણી કરી હતી.
જેઓ સ્વાતિના પરિવારને જાણે છે તેઓ કહે છે કે 3 મહિનાની માસૂમ વીરતિ આખા પરિવારની વહાલી હતી. પરંતુ તેની માતા તેને બિલકુલ પસંદ ન હતી. તેણીએ બાળક માટે કોઈ કામ કર્યું ન હતું. પરિવારના અન્ય સભ્યો જ તેની સંભાળ રાખતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સ્વાતિને શરૂઆતથી જ પુત્ર જોઈતો હતો. પરંતુ તેને એક પુત્રનો જન્મ થયો..
જેના કારણે તે ખૂબ જ પરેશાન હતી. નવો મોબાઈલ મળતાં જ તેણે બાળકીને મારવાના રસ્તાઓ જોયા. જે બાદ બાળકીને પાણીમાં ડુબાડીને બાળકીની હત્યા કરી હતી. ઉજ્જૈનના એએસપી આકાશ ભૂરિયાએ જણાવ્યું કે તેમની પાસે મહિલા વિરુદ્ધ પૂરતા પુરાવા છે. પુરાવા પરથી સ્પષ્ટ થાય છે કે માતા સ્વાતિએ 3 મહિનાની માસૂમ વીરતિની હત્યા કરી છે.
તેમણે કહ્યું કે પુરાવાના આધારે સ્વાતિની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. જોકે, તે આ પુરાવાને સાર્વજનિક કરી શકે નહીં. જણાવવામાં આવી રહ્યું છે કે સ્વાતિનો પતિ તેને નવો મોબાઈલ લઈને આવ્યો હતો. જે બાદ તેણે બાળકીને મારવાના રસ્તા શોધવાનું શરૂ કર્યું.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]