આજકાલ દીકરીઓને કોઈ જાળમાં ફસાવીને તેની સાથે ગંદા કામ કરવામાં નરાધમ યુવકો સહેજ પણ શરમાતા નથી. પોલીસ ખાતાના સતત દબાણ વચ્ચે પણ તેઓ આ પ્રકારની હરકતો કરી નાખે છે. તેઓને આજકાલ કોઇપણ પ્રકારનો ડર રહ્યો જ ન હોઈ તેવું લાગી રહ્યું છે. પોતાની વાસના માટે અન્ય લોકોને બલીના બકરા બનાવીએ જિંદગી બરબાદ કરી નાખે છે…
હાલ સુરતમાં એક એવો કિસ્સો બન્યો છે જે વાંચ્યા બાદ તમે ચોંકી ઉઠશો. આ ઘટના માતા અને પુત્ર બંને મળીને એક કિશોરીને જાળમાં ફસાવ્યા બાદ તેની સાથે વારંવાર શરીર સુખ માણ્યું હતું. દીકરાના ખોટા કામમાં માતાએ ટેકો આપીને એક દીકરીની જિંદગી બરબાદ કરી નાંખી છે.
નરાધમ યુવક અને તેની માતા સુરતના એલપી સવાણી રોડ પર આવેલા એસએમસી આવાસમાં રહે છે. પુત્રનું નામ રાજ કહાર છે જયારે માતાનું નામ વનિતા કહાર છે. રાજને તેની ઘર પાસે રહેતી એક કિશોરી સાથે તેનો પ્રેમસંબંધ હતો. ઘટનાનો મેઈન આરોપી આરોપી રાજ કહાર કિશોરીને લગ્ન કરવાની લાલચ આપીને અવાર નવાર ધમકાવતો રહેતો હતો.
તે તેની પ્રેમિકાને કહેતો હતો કે તુ મારી જોડે લગ્ન નહીં કરે તો હું મરી જઈશ. આ ધમકીઓથી પ્રેમિકા અને પ્રેમીની માતા વનિતા બંને ડરી રહ્યા હતા. કે કદાચ તેમનો દીકરો કૈક ઊંધું પગલું ન ભરી લે.. એટલે માતા તેના પુત્રની જિદ પુરી કરવા એક દિવસ બપોરના સમયે તેના દીકરાની પ્રેમિકાને ઈશારો કરી પોતાના ઘરે બોલાવી હતી.
પછી પોતાના પુત્ર સાથે કિશોરીને ઘરના રૂમમાં બંધ કરી દીધો હતો. બીજી બાજુ રાજે પ્રેમસંબંધમાં અંધ બનીને જબરદસ્તી રૂમમાં કિશોરી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે એક મહિલા થઈને તેની માતાએ પોતાના પુત્રના કુકર્મમાં સાથ આપ્યો હતો.
પુત્ર જ્યારે કિશોરી સાથે દેહ પીંખી રહ્યો હતો ત્યારે તેઓ દરવાજા પર પહેરો ભરતા હતા. આ ઘટનામાં રાજ રવિ કહાર અને તેની માતા વનિતા કહારની અટક કરી તપાસ શરૂ કરાઇ છે. કિશોરીની મેડિકલ તપાસ બાદ આ ઘટનામાં વધુ માહિતી સામે આવશે. હાલ આ કેસમાં અડાજણ પોલીસે માતા-પુત્રની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]