માતા અને તેના પ્રેમીએ 17 વર્ષની દીકરીને માર્યા બાદ સળગાવી દીધી, માતાની મમતા બની હત્યારી.. વાંચો..!

પ્રેમ-પ્રકરણમાં અંધ બનીને પોતાના સગા-સંબંધીઓ સાથે જ દગો કરવો એ આજકાલ સામાન્ય વાત બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે. મહેસાણામાં આવો જ ચોંકાવનારો એક કિસ્સો સામે આવ્યો છે. જે સાંભળીને તમે પણ થર થર કાંપવા લાગશો.

હકીકતમાં માતા અને તેની 17 વર્ષની દીકરી ભૂમિ બંને ચણાસમા ખાતે રહેતા હતા. એ વખતે તેની પડોશમાં પરેશ જોષી નામનો ૩૫ વર્ષનો યુવાન રહેતો હતો. યુવક અને ભૂમિની માતા બંને પ્રેમ સંબંધમાં જોડાઈ ગયા હતા. પરેશ વારંવાર તેઓના ઘરે આવીને બેસી જતો હતો..

તેમજ તેની માતા સાથે પ્રેમ ભરી વાતો કરતો હતો. આ વાત 17 વર્ષની દીકરી ભૂમિને સહેજ પણ પસંદ નહોતી. તેથી તે તેની માતાને વારંવાર સમજાવતી હતી. તેમજ આ વ્યક્તિથી દૂર રહેવા માટે જણાવતી હતી. પરંતુ તેની માતા સમજવા માટે તૈયાર નહોતી. તે પ્રેમી પરેશના પ્રેમમાં પાગલ હતી.

તેથી ભૂમિ અને તેની માતા કામિની બંને વચ્ચે ખૂબ બોલાચાલી થઈ જતી હતી. કામિનીએ આ વાતની જાણ પરેશને કરી હતી. તેથી તે બંને 17 વર્ષની દીકરી ભૂમિને પતાવી દેવાનો પ્લાન બનાવી નાખ્યો હતો. એ પ્લાન મુજબ પરેશ ભૂમિને મહેસાણા ખાતે ફરવા લઈ ગયો હતો. જ્યાંથી પરત ફરતી વખતે નુગર ગામ પાસે ભૂમિના માથામાં હથોડાના ઘા ઝીંક્યા હતા..

અને ઘટના સ્થળે જ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ કામ કર્યા બાદ પણ તેનો જીવ નો ભરાયો તેથી તેણે ભૂમિની લાશને સળગાવી પણ દીધી હતી. લાશને સળગાવ્યા બાદ તે સીધો સિધ્ધપુર આવીને કામિની સાથે રહેવા લાગ્યો હતો. જ્યારે મહેસાણા પોલીસ ને ખારી નદી પાસેથી ભૂમિની સળગેલી લાશ મળી ત્યારે પોલીસે તપાસ કરતાં જાણકારી મળી હતી કે ભૂમિ છેલ્લે પરેશ સાથે ફરતી જોવા મળી હતી.

તેથી પોલીસે પરેશને પકડી પાડયો હતો અને કડક રીતે કાર્યવાહી કરતા તે ભાંગી પડયો હતો. સમગ્ર વાતની જાણ પોલીસને આપી હતી. પોતાના પ્રેમસંબંધમાં કારણે પોતાની જ દીકરીને મારી નાખવી એ કોઈપણ માતા કેવી રીતે કરી શકે????  પરંતુ કામિની અને પરેશ નામના પ્રેમી પંખીડાઓએ આ કાર્ય કરીને પ્રેમ સંબંધો ઉપર શરમ ઉભી કરે તેવું કાર્ય કર્યું છે…

હકીકતમાં આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સૌ કોઈ લોકો વિચારમાં મુકાઇ ગયા છે કે, પ્રેમી ના કારણે પોતાના ખોળામાં રમેલી અને ઉછેર થયેલી ફૂલ જેવી કોમળ દીકરીને સાથે આવું કોઈ કેવી રીતે કરી શકે…??!

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment