માસીના હરે રેહતી માં-બાપ વગરની અનાથ દીકરીએ 19 વર્ષની ઉંમરે લટકીને આપઘાત કરી લેતા મચી ગયો ચકચાર, ઓમ શાંતિ..!

છાશવારે આપઘાતના બનાવો સામે આવવા લાગ્યા છે. જેમાં વધુ એક આપઘાતનો બનાવ મધ્યપ્રદેશના ઇન્દોરથી સામે આવી ગયો છે. ઇન્દોરના આઝાદનગર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં 19 વર્ષની દીક્ષા નામની યુવતી તેના માસીના ઘરે રહેતી હતી. તે જ્યારે પાંચ વર્ષની હતી ત્યારથી જ તેના માતા પિતાનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ જવાને કારણે તે અનાથ બની ગઈ હતી..

અને ત્યારથી તે તેની માસીના ઘરે રહીને જ જીવન ગુજારે છે. તેણે ધોરણ નવ સુધીનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તે ઘરકામના કામોમાં મદદરૂપ બનતી હતી. તેની માસી એક કંપનીમાં નોકરી કરે છે. જ્યારે તેના માસા મકાન નિર્માણના કામકાજમાં લાગેલા છે. તેના માસીને કુલ ત્રણ બાળકો છે..

ત્રણે ત્રણ બાળકો એ દિવસે કામ ઉપર ગયા હતા, ત્યારે અંદાજે બપોરના દોઢ વાગ્યે આસપાસ દીક્ષા ઘરની પાસે આવી હતી અને દરવાજો બંધ કરીને તેણે રૂમમાં લટકીને આપઘાત કરી લીધો હતો. જ્યારે સાંજના સમયે પરિવારના સભ્યો કરી આવ્યા ત્યારે તેઓ જોયું કે, દીક્ષાએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે..

ત્યારે તાબડતોબ દીક્ષાના માસા તેને ઊંચકીને હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધી. ઘટનાના સમાચાર પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને પૂછપરછ તેમજ તલાસીની કામગીરી શરૂ કરી હતી અને રૂમમાંથી કોઈ પણ પ્રકારની અંતિમ નોટ પણ મળી આવી નથી..

હાલ પોલીસે તેનો મોબાઇલ ફોન જપ્ત કર્યો છે, એને પ્રાથમિક તપાસ દરમિયાન પારિવારિક વિવાદ તેમજ પ્રેમ પ્રકરણના કિસ્સાની અંદર દીક્ષાએ આપઘાત કરીને જીવન ટૂંકવી દીધું હોય તેવી માહિતી સામે આવી છે. માત્ર 19 વર્ષની ઉંમરમાં દીકરીનો જીવ જતો રહેતા ભારે ચોકચાર મચી ગયો છે.

તેના માતા પિતા મૃત્યુ પહેલા થઈ ચૂક્યું હતું અને હવે દીક્ષાનું પણ મૃત્યુ થઈ જતા સમગ્ર પરિવાર ખાલી થઈ ગયો છે. માટે પણ દુઃખની આ ઘડી સહન થઈ શકી નથી તેઓ વારેવારે દીક્ષાનું નામ લઈને રડવા લાગે છે. કારણ કે સમગ્ર પરિવારમાં દીક્ષા એક જ બચી હતી અને હવે તેનું પણ મોત થતા આફતોના વાદળો ઘેરાઈ આવ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment