હાઈવે ઉપર અકસ્માતો દિન-પ્રતિદિન એટલા બધા વધી રહ્યા છે. જેમાં રોજ કોઈને કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાના સમાચાર સામે આવતા હોય છે. હાલ એક કાળમુખો અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યો મૃત્યુ પામતા પરિવારજનોનું હૈયાફાટ રૂદન જોવા મળ્યું હતું.
સાંતલપુરના અબીયાના ગામમાં ભીખાભાઈ નાઈ તેમના પરિવારજનો સાથે રહે છે. તેમના દીકરા ભરતના લગ્ન 24 તારીખના રોજ નક્કી કરવામાં આવ્યા હતા. આ લગ્ન પ્રસંગને લઇને સમગ્ર પરીવારજનોમાં ખુશીનો માહોલ તો સગા સંબંધીઓને કંકોત્રી પણ પહોંચાડી દેવામાં આવી હતી..
લગ્નના રીતિ રિવાજ મુજબ તેમના વેવાઈ અમદાવાદ ખાતે રહેતા હતા. ત્યાં લગ્ન લખવાનો પ્રસંગ યોજાયો હતો. આ પ્રસંગમાં હાજરી આપવા માટે તેવો અમદાવાદ ગયા હતા. ઘરમાં દીકરાના લગ્ન હોવાથી સૌ કોઈ લોકોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી. પરંતુ તેઓને સહેજ પણ અંદાજો નહોતો કે તેમની સાથે ખુબ ખરાબ ઘટના બનવા જઈ રહી હતી..
તેઓ જ્યારે લગ્ન લખીને પોતાના ઘરે પરત ફરતા હતા. એ સમય દરમિયાન પાટણ જિલ્લાના ચાણસ્માના કંબોઈ ગામ પાસે પહોંચ્યા ત્યારે તેમની ઇક્કો ગાડીનું ટાયર ફાટી ગયું હતું. અને હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટાયર ફાટતાની સાથે જ ગાડી પલટી મારીને ચારથી પાંચ ગલોટીયા મારી ગઈ હતી..
અને રસ્તાની બાજુમાં આવેલા ખાડામાં પડી ગઈ હતી. આ ગાડીમાં કુલ પાંચ લોકો સવાર હતા. જેમાંથી ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે. બાકીના લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘરે બે દિવસ પછી જાન લઈને જવાનું હતું. પરંતુ એ પહેલા જ રોડ અકસ્માતમાં વરરાજાના પિતા સહિત ત્રણ લોકોના મૃત્યુ થયા છે..
આ સમાચાર પરિવારના અન્ય લોકોને મળતાની સાથે જ સૌ કોઈ લોકોને હૈયાફાટ રૂદન જોવા મળ્યું હતું. પરિવારમાં એકાએક માતમ છવાઇ ગયો હતો. અકસ્માતમાં વરરાજાના પિતા ભીખાભાઈ નાઈ તેમના પરિવારજનો સોમાભાઈ અને એક પાંચ વર્ષની નાનકડી બાળકીનું ઘટનાસ્થળે મૃત્યુ થયું છે..
જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં કોકીલાબેન નાઈ, કલ્પેશભાઈ, નિખિલભાઇ, ભાર્ગવભાઈ અને હેતભાઈ ઇજાગ્રસ્ત બન્યા છે. આ અકસ્માતના સમાચાર વેવાઈ પક્ષને મળતા જ તેઓ પણ દુખની લાગણીમાં વિભોર થઇ ગયા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]