રોજ અકસ્માતના બનાવો વધુ માત્રામાં સામે આવી રહ્યા છે. જુદા જુદા વિસ્તારોમાં ઘણા બધા અકસ્માતના બનાવો બનતા હોય છે. આ અકસ્માતો માંથી ઘણા બધા લોકોના મૃત્યુ થાય છે. તે ખૂબ જ ગંભીર અકસ્માત કહેવાય છે. હાલ વધુ એક અકસ્માત મોરબી હળવદ તાલુકાના સુસવાવ ગામ નજીક બન્યો છે.
હળવદ તાલુકાના વેગડવાવ ગામમાં સુરેલા પરિવાર રહે છે. પરિવારના અનિલભાઈ સુરેલા તેમની પત્ની જયાબેન સુરેલા તેમજ તેમની સાથે તેમનો ભત્રીજો હાર્દિક કે જેની ઉંમર સાત વર્ષની હતી. આ ત્રણેય લોકો સુસવાવ ગામે એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. તેઓ લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ પોતાના ગામ વેગડવાવ પરત આવવા માટે નીકળી ગયા હતા..
તેઓ પોતાના ઘરે પહોંચતા હતા. એ પહેલાં માળીયા હાઈવે ઉપર સુસવાવ ગામના પાટિયા પાસે પુરઝડપે બોલેરો કાર આવી રહ્યો હતો. અચાનક જ તેણે આ બાઈકને અડફેટે લઈ લીધી હતી. અને ઘટના સ્થળે તેણે લોકોને ગંભીર રીતે રોડ પર પટકી દીધા હતા. અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓ સંકળાયેલા હતાં..
જેમાંથી કાકી અને ભત્રીજા બંનેનું મૃત્યુ થયું છે. જ્યારે અનિલભાઈ સુરેલાની હાલત ખુબ ગંભીર હોવાથી તેઓને સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જોવા માટે કહ્યું છે. આ અકસ્માત એટલો બધો ગંભીર હતો કે, હળવદ પોલીસ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી..
પરંતુ બોલેરો ચાલક ત્યાં બોલેરો મૂકીને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થતા. સમગ્ર ગ્રામજનો શોકમગ્ન થયા હતા અને બંને લોકોને અંતિમ વિદાય આપી હતી. આ બોલેરો કાર ચાલક કોણ છે..? તેમજ આ અકસ્માત કેવી રીતે બને છે. તમામ બાબતોની માહિતી પોલીસ ગુનો દાખલ કરીને મેળવી રહ્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]