Breaking News

લગ્ન ગાળામાં ઘરે પ્રંસગ હોવાથી ઘરની સાફ-સફાઈમાં માતાને કામ કરાવતી 15 વર્ષની દીકરી સાથે થયું એવું કે પરિવાર ઉભા રોડે દોડતો થયો, મહિલાઓ ખાસ વાંચીને ચેતજો..!

અત્યારે લગ્નગાળાનો સમય નજીક આવી રહ્યો છે. જે ઘરમાં પ્રસંગ આવવાનો હોઈ તે ઘર ખુશીથી ઝૂમી ઉઠતું હોઈ છે. તો પરિવારના સભ્યો ધીમે ધીમે લગ્નની તૈયારીઓ પણ શરુ દેતા હોઈ છે. ખરીદીની સાથે સાથે પરિવારની મહિલાઓ લગ્ન પ્રસંગ પહેલા મોટાભાગે સાફ-સફાઈનું કામકાજ આદરે છે..

ઘરના તમામ રૂમો તેમજ તમામ ચીજ વસ્તુઓની સાફ-સફાઈ કરવામાં આવે છે. અને લગ્નના ઢોલ વાગે એ પહેલા ઘર એકદમ ચોખ્ખું અને ઉજળું દેખાય તેવી કોશિશ પણ કરવામાં આવતી હોય છે. પરંતુ અત્યારે સાફ-સફાઈ કરતી વખતે પણ અણબનાવો બનવાના ખૂબ જ વધી ગયા છે. છેલ્લા બે અઠવાડિયાથી જુદા-જુદા જિલ્લાઓમાંથી કંઈક ને કંઈક એવા સમાચાર સામે આવી રહ્યા છે..

કે જેમાં સાફ-સફાઈ કરતી મહિલાઓને મૃત્યુ થઈ જતા હોય અને અત્યારે વધુ એક બનાવો અતરોલી પાસે આવેલા કાસિમપુર ગામમાંથી સામે આવ્યો છે. અહીં ઉમેશકુમાર નામના વ્યક્તિ તેમની પત્ની ઉમાબેન તેમજ તેમના ત્રણ સંતાનો સાથે રહેતા હતા. સંતાનમાં 15 વર્ષની મોહિનીનો પણ સમાવેશ થતો હતો..

ઉમેશકુમાર પોતાના ઘરે જ લોટ દળવાની ઘંટી ચલાવતા તેમના ઘરે ગામના સૌ કોઈ લોકો લોટ દળાવવા માટે આવી પહોંચતા અને જે પૈસા કમાય તેમાંથી તેઓ પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના મોટા દીકરાના લગ્ન લેવાયા હતા. જ્યારે 15 વર્ષની મોહિની અભ્યાસની સાથે સાથે પોતાના માતા પિતાને ખૂબ જ મદદરૂપ બનતી હતી..

આ ઉપરાંત તે 15 વર્ષની ઉંમરમાં જેટલી બધી સમજણ ધરાવતી હતી કે, તેના માં-બાપ અને ભાઈને તે ખુબ જ મદદરૂપ બનતી હતી. જ્યારે લગ્નની તારીખો નજીક આવવા લાગી ત્યારે ઉમા બહેને ઘરની સાફ-સફાઈનું કામકાજ શરૂ કર્યું હતું. જેમાં 15 વર્ષની મોહિની તેમને મદદરૂપ બનતી હતી.

ઉમા બહેને રૂમમાં સાફ-સફાઈ કરવાની શરૂ કરી હતી અને મોહિનીને લોટ દળવાની ઘંટી પાસેના રૂમમાં સાફ-સફાઈ કરવા જણાવ્યું હતું. તે જ્યારે આ રૂમમાં સાફ-સફાઈ કરવા માટે જતી હતી. ત્યારે ઘરનો એક ઇલેક્ટ્રીક વાયર કપાઈને લોખંડના દરવાજા ઉપર પડી ગયો હતો.

જ્યારે મોહિની આ દરવાજો ખોલવાની કોશિશ કરી ત્યારે અચાનક જ તેને જોરદાર કરંટ લાગ્યો હતો. અને તેને ઉછાળીને દૂર ફેંકી દીધી હતી. તેની ચીખો સાંભળીને તેની માતા ઉમા બહેન તાત્કાલિક ત્યાં દોડી ગઈ અને જોયું તો તેની દીકરી તરફડીયા લગાવતી હતી. તે માત્ર એટલું બોલી શકી કે, મમ્મી મને જોરદાર કરંટ લાગ્યો છે..

બસ ત્યાર બાદ તેને બોલવાનું બંધ કરી દીધું હતું. આ ઉપરાંત અંદરને અંદર તે ખૂબ જ પીડાઈ રહી હોય તેવું લાગતું હતું. તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ ત્યાં પહોંચતા જ ડોક્ટરએ તેઓને જણાવ્યું કે, તમને પહોંચવામાં ખૂબ જ મોડું થઈ ગયું છે..

15 વર્ષની મોહિનીનો કરંટ લાગવાને કારણે જીવ ચાલ્યો ગયો છે. આ સમાચાર સાંભળતા જ ઉમા બહેન તેમજ ઉમેશકુમાર બંને ઘટના સ્થળે જ ઢળી પડ્યા હતા. તો સમગ્ર પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. 15 વર્ષની મોહીની ક્રિષ્ના પાર્વતી ચાઈલડ સ્કુલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી હતી..

અને ત્રણ ભાઈ બહેનો માટે બહેન હતી. જ્યારે આ ઘટનાના સમાચાર સોસાયટીના અન્ય રહિશોને મળ્યા ત્યારે તેઓ પણ ખૂબ જ ચમકી ઉઠ્યા છે. મોહિનીના મૃત્યુને લઈ આસપાસના વિસ્તારોમાં પણ ફફડાટ મચી જવા પામ્યો છે. હાલ આ બનાવને લઈને ભારે ચકચાર મચી જવા પામ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *