દિન-પ્રતિદિન માર્ગ અકસ્માતના બનાવો ખૂબ જ વધવા લાગ્યા છે. હાલ નવસારીના ધોળાપીપળા પાસે ખૂબ જ ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના કુલ પાંચ લોકોના મોત થતાની સાથે પરિવાર ખલાસ થઈ ગયો હતો. આ પરિવાર મૂળ ચીખલીનો હતો. ચીખલીના સમરોલી ગામમાં રહેતા આ પરિવારજનો ખરીદી કરવા માટે સુરત આવ્યા હતા.
યુવતીના લગ્ન હોવાથી તેના માતા-પિતા તેમજ ભાઈ અને માસી ખરીદી કરવા માટે સુરત આવતા હતા. પરંતુ રસ્તામાં તેમનું અકસ્માતમાં મૃત્યુ થતા દીકરી માથે આફતોનું વાદળ તૂટી પડ્યું છે. અકસ્માતમાં માત્ર એક જ વ્યક્તિ બચી શક્યો છે. જેનું નામ દિલીપ છે. રસ્તા ઉપર કન્ટેનર લઈને એક ટ્રક જતો હતો..
ટ્રક ઉપર ખૂબ ભારે વજન કન્ટેનર સવાર હતું. છતાં પણ ટ્રક ચાલક ટ્રકને બેફામ રીતે ચલાવી રહ્યો હતો. અને ધોળાપીપળા પાસે આ કન્ટેનર એકો કારને અડફેટે લઈ લીધી હતી. અને કુચે કુચા બોલાવી દીધા હતા. અકસ્માતમાં ઇકો કારમાં સવાર તમામ લોકોને ઘટનાસ્થળે જ કચડી નાખ્યા હતા.
અકસ્માત એટલો ભયંકર હતો કે જોનાર સૌ કોઈ લોકો કહેવા લાગ્યા છે કે, આ અકસ્માતમાં જે વ્યક્તિએ નજરોનજર જોયું હશે. તેને રાત્રે ઊંઘ પણ આવી નહીં હોય. ઇકો કારમાં ફસાયેલા તમામ મૃતદેહોને બહાર કાઢવા માટે ભારે મહેનત કરવી પડી હતી. ફાયર વિભાગની ટીમે ગેસ કટરથી કાપીને તેમના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ અકસ્માતને લઇને મોડી રાત્રે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. બીજા દિવસે સવારે ચીખલીના સમરોલી ગામમાં જ્યારે ચાર વ્યક્તિઓ ની સ્મશાન યાત્રા પણ નીકળી હતી. જેમાં સમગ્ર ગામના તમામ લોકો જોડાયા હતા. જે ઘરે લગ્નની શરણાઈ વાગવાની હતી તે ઘરે હવે મોતના મરશિયા ગવાયા છે..
ગામજનો ની આંખમાં પણ આંસુ આવી ગયા હતા. અને સૌ કોઈ લોકોએ હિબકે હિબકે ચારેય લોકોને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી. અકસ્માતમાં રોનકભાઇ, મનિષાબેન, પ્રફુલભાઈ, મીનાક્ષીબેન અને શિવભાઈનું મૃત્યુ થયું છે. જ્યારે દિલીપભાઈ નો જીવ બચી ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]