લગ્નના થોડાક જ દિવસોમાં પતિને અકસ્માતમાં કાળ ભરખી જતા પરિવારમાં માતમ છવાયો, હે ભગવાન આ પરિવાર માથે તો મોટી આફત….

ક્યારે કયા વ્યક્તિ સાથે અતિશય હચમચાવી દેતી ઘટના બની જાય તેનું નક્કી કહેવાતું નથી, અમુક વખતે હસતા ખેલતા વ્યક્તિઓને પણ ક્યારે કાળનો કોળિયો નડી જતો હોય અને માત્ર ગણતરીની મિનિટોમાં જ તેમનો જીવ પણ ચાલ્યો જતો હોય છે. આવી ઘણી બધી ઘટનાઓ આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ..

અત્યારે લગ્નના માત્ર થોડા જ સમયની અંદર એક યુવકનું મૃત્યુ થઈ જવાને કારણે તેની પત્ની માથે આફતોના આભ ફાટી નીકળ્યા હતા, આ ઘટના રાજસ્થાનના બિકાનેર પાસે આવેલા શ્રી ડુંગરપુર વિસ્તારની છે. અહીં બાના ગામની નજીક ભગવાનરામ મેઘવાલ નામના વ્યક્તિ તેમના એકના એક દીકરા કમલેશ મેઘવાલ તેમજ તેમના પરિવાર સાથે જીવન ગુજારતા હતા..

કમલેશને થોડા સમય પહેલા જ એક સરકારી નોકરી લાગી હતી, તેમજ તેના લગ્ન બાદ તેની પત્ની પણ એક સરકારી શાળામાં શિક્ષક તરીકેની ફરજ નિભાવતી હતી. સાંજના સમયે સરકારી નોકરી પૂર્ણ કરીને કમલેશ પોતાને ઘરે પરત આવી રહ્યો હતો, ત્યારે હવામાન ખરાબ હોવાને કારણે તેને ઘરે પહોંચવામાં ખૂબ જ મોડું થઈ ગયું હતું..

અંદાજે રાતના બાર વાગ્યા આસપાસ સામેની બાજુએથી એક ડમ્પર ચાલક અતિશય ઝડપથી ડમ્પર ચલાવીને નજીક આવી રહ્યો હતો અને એવામાં આ ડમ્પર કમલેશની બાઈક ઉપર ફરી વળતા કમલેશનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. આ ધ્રુજારી છોડાવી દેતા અકસ્માતને લઈ ચાણીકોર લોકો હાજર થઈ ગયા હતા..

તરત જ કમલેશને હોસ્પિટલે પહોંચાડવાની કામગીરી પણ તેઓએ શરૂ કરી દીધી, પરંતુ કમલેશનો જીવ ઘટના સ્થળે ચાલ્યો ગયો હતો. ડોક્ટરે પણ જણાવી દીધું કે, કમલેશના શરીરમાં હવે કશું બાકી બચ્યું નથી. તેનું ગંભીર રીતે અવસાન થઈ ગયું છે. આ ઘટનાને લઇ તેના પરિવારજનોને પણ જાણકારી પહોંચાડી દેવી જોઈએ..

તેના ખિસ્સામાંથી એક આઈડી પ્રુફ મળ્યું હતું, જેના થકી તેના માતા-પિતા સુધીનો સંપર્ક સાધી શકાયો અને ત્યાં કમલેશના પિતા ભગવાન રામ મેઘવાલને પણ જાણકારી આપીને બતાવી દેવામાં આવ્યું હતું કે, કમલેશનું એક માર્ગ અકસ્માતમાં કમ કમાટી ભર્યું મૃત્યુ થયું છે. આ સમાચાર સાંભળતા જ કમલેશ ની પત્ની ચક્કર ખાઈને નીચે ઢળી પડી હતી..

તેના લગ્ન થયા તેના માત્ર થોડો જ સમય વીત્યો હતો, અને એવામાં કમલેશનું મૃત્યુ થઈ જતા હવે આગળનો સમય તે કેવી રીતે વિતાવશે તે વિચારીને સમગ્ર પરિવારમાં શોખની લહેર છવાઈ ગઈ હતી. કમલેશની માતા તો દુઃખની આ ઘડીને સહન કરી શકી નથી તેને પણ હોસ્પિટલે સારવાર લેવાની ફરજ આવી પડી હતી..

કમલેશના પિતા પણ વારંવાર પોતાના દીકરાના મૃત્યુને લઈને એકનું એક રટણ પકડીને રડી રહ્યા હતા, આ પરિવારની અંદર ચારેકોર શોનો માહોલ છવાઈ ગયો હતો, એવામાં તેમના આસપાસના વિસ્તારમાં રહેતા લોકો પણ કમલેશના માતા પિતા તેમજ કમલેશ ની પત્નીને આશ્વાસન પાઠવવા માટે પહોંચી ગયા હતા..

કમલેશની બાઈકને અડફેટે લેનાર ડમ્પર ચાલકો ત્યાંથી ડમ્પર ચલાવીને આવી રહ્યો હતો, તેમજ ડમ્પરનો અસલી માલિક કોણ છે, વગેરેની પણ પૂછપરછ થઈ રહી છે. આ ઘટના એ ચારેકોર અરેરાટીનો માહોલ સર્જાવી નાખ્યો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment