લગ્નના મંડપથી ઠાઠડી સુધી સાથે જ રહ્યા આ પતિ-પત્ની, પતિનું બીમારીમાં મોત થતા લાશ જોઈને પત્નીએ પણ જીવ ગુમાવી દીધો…!

રાજસ્થાન રાજ્યના નાગોર જિલ્લામાં ૬૦ વર્ષથી એક સાથે રહેતા પતિ-પત્ની એ એક સાથે જ આ સંસારનો ત્યાગ કર્યો છે. પતિના મૃત્યુની થોડીવાર બાદ છે પત્નીએ પણ પોતાનો શ્વાસ ત્યજી દીધો હતો. નાગોર જિલ્લાના રૂણ ગામમાં રાણારામ સેમના લગ્ન 60 વર્ષ પહેલા ભવરીદેવી સાથે થયા હતા…

તેઓ હંમેશા એકબીજાની સાથે રહેતા હતા. તેમજ એકબીજાની સાર-સંભાળ કરતા હતા. રાણારામ સેમ અને ભવરીદેવીને કોઈપણ પુત્ર ન હતો. તેમની બંને પુત્રી ના લગ્ન ઘણા વર્ષો પહેલા થઈ ચૂક્યા હતા. રાણારામ સેમ ની ઉમર લગભગ 78 વર્ષ હતી. તેઓ એકદમ તંદુરસ્ત હતા. પરંતુ અચાનક ગઈકાલે તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી…

જેથી તેમણે સારવાર થઈ નાગોરની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ હાલત ખૂબ જ ગંભીર હોવાને કારણે તેને જોધપુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ શ્વાસ ન લેવાવવાને કારણે સવારે 4 વાગ્યા આસપાસ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. તેમના મૃતદેહ નાગોર લાવવામાં આવ્યો હતો…

જ્યારે રાણારામની પત્ની ભવરી દેવીએ તેના પતિનો મૃતદેહ જોયો ત્યારે તે સહન કરી શકી ન હતી. જેથી તેણે પણ પોતાનો શ્વાસ છોડી દીધો હતો અને આ સંસારનો ત્યાગ કર્યો હતો. આ બાબતની જાણ ગામના અન્ય લોકોને થતા તેઓએ પણ કહ્યું કે આવા પતિ-પત્ની સૌભાગ્યશાળી હોય છે કે જેમનું મૃત્યુ એકસાથે લખાયેલું હોય છે…

રાણારામની બંને દીકરીઓને આ બાબતની જાણ થતા તેઓ તરત જ પોતાના માતા-પિતાના મૃતદેહને અંતિમ સંસ્કાર આપવા માટે નાગોર પહોંચી હતી. રાણારામ અને ભવરદેવીને એક જ જગ્યાએ અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા. તેમની બંને પુત્રીઓએ તેના માતા-પિતાની અર્થીને કાંધ આપી હતી….

તેઓની સ્મશાન યાત્રામાં આખું ગામ જોડાયું હતું. તેઓએ ઢોલ-નગારા સાથે તેમની સ્મશાન યાત્રા કાઢી હતી. પરંતુ એક સાથે માતા અને પિતા બંનેએ સંસારનો ત્યાગ કર્યો હોવાને કારણે તેમની બંને પુત્રીઓ શોકમગ્ન થઈ ગઈ છે. આ ઉપરાંત ગામના લોકોએ જણાવ્યું કે રાણારામ સેમ નાગોર ગામમાં રહેલા શનિદેવના મંદિરમાં દરરોજ પૂજાપાઠ અને આરતી કરતા હતા. પરંતુ હવે તેમના મૃત્યુ બાદ શનિદેવના મંદિરમાં પણ તેની ઉણપ જોવા મળી રહી છે…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment