Breaking News

લગ્નના 2 મહીનામાં જ દુલ્હનના કાળા કામો આવ્યા બહાર, પરિવારએ ચૂનો ચોપડી ધોરણ 12માં ભણતી વહુએ કરી નાખ્યું ન કરવાનું..!

રાજસ્થાન રાજ્યના અજમેર જિલ્લામાં એક અજીબો-ગરીબ ઘટના બની છે. જેમાં એક દુલ્હન દ્વારા લગ્ન બાદ પોતાની માતા અને સાસરીયા પક્ષના ઘરેણા લઈને પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ છે. સૌ કોઈ એ જાણીને આશ્ચર્ય ચકી થઈ ગયા કે આ મહિના જે વ્યક્તિ સાથે ઘરેણા લઈ ને ભાગી છે. તે હજુ 12મા ધોરણમાં જ અભ્યાસ કરે છે.

અજમેર જિલ્લાના મદરાપુરા નવી વસ્તીના મૂળ રહેવાસી શેરસિંહ રાવતએ તેમની પુત્રી સીમાના લગ્ન 2 અઠવાડિયા પહેલાં લાડપુરા ના મૂળ રહેવાસી અનિલ સિંહ સાથે કર્યા હતા. થોડા દિવસ સાસરિયામાં રહ્યા બાદ સીમા પોતાના પિયર મદરાપૂરા આવી હતી. તેણે પોતાના પિતાને તેની સ્વર્ગસ્થ માતાના ઘરેણા 3-4 દિવસ માટે પહેરવા માંગ્યા હતા.

શેરસિંહએ ‘દીકરી ખુશ થશે’ એવું માનીને તેની પત્ની ગીતાદેવીનો હાર, સોનાનું મંગળસૂત્ર, બે જોડી પાઇજાબ, સોનાની નથડી અને સોનાની વીંટીઓ દીકરીને આપ્યા હતા. આ તમામ ઘરેણાઓ મળ્યા બાદ સીમા પોતાના ઘરેથી કહ્યા વિના જ સાસરે આવવા માટે નીકળી ગઈ હતી. સાસરે આવીને સીમાએ પોતાના લગ્નના તમામ ઘરેણાઓ લઈ લીધા હતા.

અનિલ સિંહ ને આ બાબતની કોઈ પણ જાણ ન હતી. સીમા પોતાના માતા અને સાસરિયાના ઘરેણા લઈને પોતાના પ્રેમી કુલદીપ રાવત સાથે ભાગી ગઈ હતી. આ બાબતની જાણ સીમાના પિતા શેરસિંહ ને થતા તેણે તરત જ અલવર પોલીસ સ્ટેશનમાં સીમાના ગુમ થયાનો રિપોર્ટ લખાવ્યો હતો.

આ ઉપરાંત તેણે કુલદીપ રાવત વિરુદ્ધ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે તેને સીમા ના લગ્ન વિશે જાણ હોવાથી તેણે સીમાને બંને પક્ષના ઘરેણાઓ ની ચોરી કરવા માટે લલચાવી છે. તેમજ તે તમામ ઘરેણા અને રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યાના થોડા દિવસો પછી પણ સીમા અને કુલદીપની કોઈ માહિતી ન મળતા તેના પિતા મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.

તેમને જાણ મળી હતી કે કુલદીપ રાવતએ સીમા સાથે આર્ય સમાજમાં લગ્ન કરી લીધા હતા. પહેલા લગ્નમાંથી છુટાછેડા લીધા વગર બીજા લગ્ન કરવા એ નોંધપાત્ર ગુનો બને છે. જેથી સીમાના પિતા શેરસિંહ અલવર જિલ્લાની એસપી ઓફિસમાં આ બાબતની ફરિયાદ નોંધાવી હતી.

અલવર જિલ્લાના એસપી એ શેરસિંહને બંને આરોપીઓને શોધી કાઢવાની અને અનિલ સિંહ તેમજ તેમના દાગીના પરત કરવાની ખાતરી આપી છે. આ તમામ ઘટના અંગે સીમાના કાકા વિક્રમસિંહ જણાવ્યું છે કે સીમા અને કુલદીપ નાનપણથી જ સારા મિત્રો હતા. તેઓ લાંબા સમયથી એકબીજાને ઓળખે છે.તે એકબીજાને પ્રેમ પણ કરવા લાગ્યા હતા.

પરંતુ એક જ ગામના અને સમાજના હોવાને કારણે તેઓના લગ્ન શક્ય ન હતા. તેથી પરિવારજનોએ સીમાને લગ્ન ન કરવા માટે સમજાવ્યા હતા. જેને કારણે સીમાની આગળની જિંદગી સુધારવા માટે તેના પિતા શેરસિંહ અનિલ સિંહ સાથે તેના લગ્ન કર્યા હતા. પરંતુ સીમા અને કુલદીપ બંને ષડયંત્ર રચીને દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. અલવર પોલીસએ આ બંને આરોપીઓને શોધવા માટે પોતાના તમામ ચક્રો ગતિમાન કર્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા પિતાના મોત બાદ સગાભાઈઓ સંપતિના ભાગ પાડવાની બાબતે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા જ થયું એવું કે પરિવારની જિંદગી બગડી ગઈ..!

સંપત્તિ માટે પરિવારના સભ્યો અંદર જ આટલો મોટો ઝઘડો કરી બેસે છે કે, જ્યારે આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *