Breaking News

લગ્નના 10 દિવસ પછી જ દુલ્હને દીકરીને જન્મ આપી દેતા પરિવાર ડોળા ફાડીને જોતો રહી ગયો, હકીકત જાણી ડોક્ટરના પણ મોતિયા મરી ગયા..!

લગ્ન એક પવિત્ર સંબંધ છે, જેમાં પતિ અને પત્ની લગ્નજીવન બાદ રાજી ખુશીથી પોતાના પરિવારજનોની સાથે રહે છે. આ લગ્ન જીવન દરમિયાન નાની-નાની બાબતોને લઈને કોઈ વખત લડાઈ ઝઘડો પણ થઈ જતો હોય છે. પરંતુ આ તમામ લડાઈ ઝઘડાને ભુલાવી દઈને સૌની સાથે હળી મળીને રહેવું તેને જ સાચું જીવન કહેવાય છે..

અમુક વખત એવા ઓચિંતા વળાંકો પણ આવી જતા હોય છે, જેને સહન કરવાની તાકાત પતિ અને પત્ની બંનેમાં હોવી પડે છે, તેમજ કોઈ પણ ખરાબ પરિસ્થિતિ ની અંદર બંને સાથે મળીને દરેક પરિસ્થિતિનો સામનો કરવી તેવી હિંમત અને આશા પણ રાખવી પડે છે. પરંતુ અત્યારે લગ્નના માત્ર દસ દિવસ પછી જ એક યુવક માથે એવી મોટી આફત આવી પડી હતી કે..

આ આફત વિશે જાણીને સૌ કોઈ લોકો હકાબકા રહી ગયા હતા, રાજદીપ ચોકડી પાસેના મોટા ફળિયામાં રહેતા દામોદર ભાઈના એકના એક દીકરા કુલદીપના લગ્ન આજથી દસ દિવસ પહેલા કનકપુર ગામની હીનાલી નામની યુવતી સાથે થયા હતા. કુલદીપ અને હિનાલીના લગ્ન પ્રસંગમાં સૌ કોઈ લોકો એ મન મૂકીને આનંદ લીધો હતો..

પરંતુ લગ્નના માત્ર દસ દિવસમાં જ એવી ઘટના બની ગઈ કે, આ પરિવારની ચર્ચા વિચારણા દરેક લોકો કરવા લાગ્યા હતા. લગ્નના માત્ર દસ દિવસમાં જ એક દિવસ સવારના સમયે હિનાલીને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. એટલા માટે તરત જ કુલદીપ તેને નજીકના શહેરમાં હોસ્પિટલે સારવાર માટે લઈ ગયો હતો..

ત્યાં ડોક્ટરે તપાસ કરતાની સાથે જ જણાવ્યું કે હીનાલી એક બાળકને જન્મ આપવા જઈ રહી છે અને આ બાબતને લઈને પરિવાર બિલકુલ અજાણ હતો, તેઓ વિચારમાં મુકાઈ ગયા કે હજુ લગ્ન થયા તેના માત્ર દસ દિવસ જ વીત્યા છે અને એમાં હિનાલી કેવી રીતે કોઈ એક બાળકને જન્મ આપી શકે છે..

આ ઉપરાંત તેના શરીરના હાવભાવ અને અન્ય પરિસ્થિતિઓ જોતા પણ તેઓને સહેજ પણ એવું લાગ્યું નહીં કે, હીનાલી કોઈ બાળકને જન્મ આપવાની છે. આ ઘટનાને લઈને પરિવાર ત્યાં ને ત્યાં ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યો કે, આ કેવી રીતે શક્ય હશે..? ડોક્ટરને કહ્યું કે, આ બાબતની અંદર કોઈપણ પ્રકારની રાહ જોવી બરાબર નથી..

તાત્કાલિક ધોરણે હિનાલીની તપાસ શરૂ કરી અને થોડા જ સમયની અંદર હીનાલી એક બાળકીને જન્મ આપી દીધો હતો, આ ઘટના બની ત્યારે પરિવારના તો ડોળા ફાટેલા ને ફાટેલા જ રહી ગયા હતા, જ્યારે ડોક્ટરને પણ ખબર પડી કે હીનાલીના લગ્ન થયા તેના માત્ર દસ દિવસ જ થયા છે અને તેણે આજે એક દીકરીને જન્મ આપ્યો છે. ત્યારે ડોક્ટરના પણ મોતિયા મરી ગયા હતા.

દામોદરભાઈએ તરત જ તેમના વેવાઈને ફોન કરીને પણ આ વાતની જાણકારી આપી કે, હિનાલી એક બાળકને જન્મ આપ્યો છે અને આ બાબત કેવી રીતે શક્ય બને છે..? તમે તાત્કાલિક ધોરણે હોસ્પિટલે હાજર થઈ જાઓ અને આ વાતનો જવાબ આપી જતા રહેજો. બસ એટલું સાંભળીને તરત હીનાલીના માતા-પિતા પણ ત્યાં આવી પહોંચ્યા..

અને એ વખતે તેઓએ દામોદર ભાઈને જણાવ્યું કે, હકીકતમાં હીનાલી છેલ્લા કેટલાક વર્ષોથી તેમના જ ગામના એક યુવક સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી હતી. પરંતુ એ યુવકમાં કોઈપણ પ્રકારની લાયકાતો ન હોવાને કારણે ત્યાં લગ્નજીવન જોડી શકાય નહીં અને હિનાલીની મરજી વિરુદ્ધ તેના લગ્ન કુલદીપ સાથે કરાવવામાં આવી રહ્યા હતા..

નક્કી આ બાળકનો પિતા તેમના જ ગામમાં રહેતો હીનાલીનો પૂર્વ પ્રેમી હશે, જ્યારે આ વાત વિશે હિનાલીને પૂછવામાં આવ્યું ત્યારે તેણે પણ કબૂલી લીધું કે, આ બાળકનો પિતા અન્ય કોઈ વ્યક્તિ નહીં પરંતુ તેનો પૂર્વ પ્રેમી છે અને હવે તે આ બાળકની ઉછેર પણ તેના પૂર્વ પ્રેમી સાથે જ લગ્નજીવન વિતાવીને કરવા માંગે છે..

આ ઘટનાને લઈને ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો. દામોદરભાઈ તેમજ તેમનો દીકરો કુલદીપ પણ આ વાતને લઈ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા, કુલદીપએ તરત જ હિનાલીને છૂટાછેડા આપી દીધા હતા કે આ યુવતીની સાથે હું આગળનું જીવન ગુજારી શકીશ નહીં કારણ કે તે અન્ય કોઈ વ્યક્તિ સાથે પ્રેમમાં જોડાયેલી છે..

આ ઘટનાએ દરેક લોકોને વિચારવા પર મજબૂર કરી દીધા હતા, એક બાજુ દામોદર ભાઈના પરિવારની પણ સૌ કોઈ લોકો વાતચીત કરવા લાગ્યા હતા. તો બીજી બાજુ હીનાલીના માતા પિતા માટે પણ સમાજમાં મોઢું દેખાડવું ખૂબ જ મુશ્કેલમય બની ગયું હતું. આ ઘટનાને લઈને બિચારા કુલદીપ ભાઈ માટે તો આફતની ઘડીઓ ઉમટી પડી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *